
L2: Empuraan: મલયાલમ સુપરસ્ટાર મોહનલાલની નવી ફિલ્મ L2: એમ્પુરાણ રિલીઝ થઈ ત્યારથી જ રાજકીય વિવાદમાં ફસાઈ છે. 2002ના ગુજરાત રમખાણો અને કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો દર્શાવવાનો ફિલ્મ પર આરોપ છે. જે બાદ ફિલ્મ રાજકીય ચર્ચાનો વિષય બની ગઈ છે. એક તરફ કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના કેટલાક નેતાઓએ ફિલ્મની પ્રશંસા કરી છે, તો બીજી તરફ સંઘ પરિવાર અને જમણેરી જૂથોએ તેની આકરી ટીકા કરી રહ્યા છે.
રસપ્રદ વાત એ છે કે, કેરળના શાસક ડાબેરી ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને વિપક્ષ કોંગ્રેસ બંને આ ફિલ્મની પ્રશંસા કરી રહ્યા છે. તેમનું માનવું છે કે આ ફિલ્મ જમણેરી રાજકારણના “એજન્ડા” ને ઉજાગર કરે છે. બીજી તરફ, જમણેરી સંગઠનોએ આનો સખત વિરોધ કર્યો છે. ફિલ્મને “હિન્દુ વિરોધી” અને “હિન્દુ વિરોધી” ગણાવામાં આવી રહી છે.
કોંગ્રેસના નેતાઓએ ટેકો આપ્યો
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, કેરળ યુથ કોંગ્રેસના પ્રમુખ અને પલક્કડના ધારાસભ્ય રાહુલ મમકુટ્ટાથિલે મોહનલાલ અને દિગ્દર્શક પૃથ્વીરાજ સુકુમારન સામેના વિરોધને
ગેરવાજબી ગણાવ્યો છે. તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું, “જેમ KGF અને પુષ્પાએ પોતપોતાની ફિલ્મોમાં પ્રાદેશિક ઓળખ દર્શાવી હતી, તેમ એમ્પુરાણે કેરળની પ્રાદેશિકતાને ઉજાગર કરી છે.” મમકુટ્ટાથિલે એમ પણ કહ્યું કે જેઓ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ કેરળ સ્ટોરી’ જેવી ફિલ્મો માટે અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટેકો આપતા હતા તેઓ હવે ‘એમ્પુરાણ’નો વિરોધ કરી રહ્યા છે, જે તેમના બેવડા ધોરણોને ઉજાગર કરે છે.
જમણેરી સંગઠનોનો વિરોધ
બીજી તરફ હિન્દુ સંગઠનોએ ફિલ્મને “હિન્દુ વિરોધી” ગણાવી છે. અહેવાલો અનુસાર, ઘણા જમણેરી સંગઠનો માને છે કે ફિલ્મના નિર્માતા પૃથ્વીરાજ સુકુમારને મોહનલાલ અને તેમના ચાહકો સાથે દગો કર્યો છે.
જોકે, કેરળમાં ભાજપ રાજ્ય એકમે આ વિવાદથી પોતાને દૂર રાખ્યા છે. કેરળના ભાજપ મહાસચિવ પી. સુધીરે કહ્યું કે પાર્ટી કોઈપણ ફિલ્મ વિરુદ્ધ પ્રચાર કરશે નહીં. “ફિલ્મ પોતાનો રસ્તો બનાવશે અને પાર્ટી પોતાનું કામ કરશે. દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે,” જો કે ફિલ્મને લઈ ડિરેક્ટરે માફી માગી છે.
રેકોર્ડ બ્રેક કમાણી
રાજકીય વિવાદો છતાં, ફિલ્મ ‘L2: એમ્પુરાં’એ બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી છે. તે કેરળમાં અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ મલયાલમ ફિલ્મ બની, જેણે પહેલા દિવસે રુ. 22 કરોડની કમાણી કરી. અહેવાલો અનુસાર, ફિલ્મને ફક્ત કેરળમાં જ 746 સ્ક્રીન પર 4,500 શો મળ્યા, જે એક રેકોર્ડ છે.
આ પણ વાંચોઃ Katch: પેટ્રોલ પંપ પાસે આગ, બ્લાસ્ટ થવાનો ભય, લોકોના જીવ તાળવે ચોટ્યા (VIDEO)
આ પણ વાંચોઃRajkot: ગૃહપતિએ વિદ્યાર્થી પર આચર્યું સૃષ્ટિ વિરુધનું કૃત્ય, પિતાએ શું કર્યો આક્ષેપ?
આ પણ વાંચોઃ Gujarat: ખેતરોની તસ્વીરો મેચ ન થતાં પાકનું રજિસ્ટ્રેશન રદ્દ?, જમીન માપણી અંગે ઉઠ્યા સવાલ!