
Fake Milk: ગુજરાતમાં દૂધમાં ભેળસેળની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે, જેમાં ડિટર્જન્ટ, યુરિયા, પામોલિન તેલ અને કોસ્ટિક સોડા જેવા હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરીને નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. સાબરકાંઠામાં 5 વર્ષથી ચાલતા આવા જ એક રેકેટમાં સેંકડો ગામડાઓમાં નકલી દૂધ અને છાશ વેચવામાં આવતી હતી, જે ડિટર્જન્ટ અને યુરિયાથી બનેલી હતી તાજેતરમાં જાગૃત નાગરિક અને વિધાર્થી નેતા યુવરાજ સિંહે નકલી દૂધનું ટેન્કર પકડ્યું ત્યારે પણ ભારે હોબાળો થયો હતો પણ દૂધ માફિયાઓની પહોંચ ઉપર સુધી હોવાથી આ ધંધો ક્યારેય બંધ નહિ થાય તેવું લોકોને લાગી રહ્યુ છે,નકલી દૂધ એક ગંભીર સમસ્યા બની ગઈ છે અને કડક કાયદાનો અમલ નહિ હોવાથી ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભેળસેળીયા તત્વો બેફામ બન્યા છે
આ મુદ્દે વિસ્તૃત છણાવટ દિલીપ પટેલે કરી છે જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








