
Former PM of Australia: ભારત ઉપર ટેરીફ લાદીને પાકિસ્તાન સાથે નિકટતા કેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પને ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડાપ્રધાન ટોની એબોટે સલાહ આપતા આજે કહ્યું કે ભારત સાથે સારા સંબંધો રાખશોતો ફાયદામાં રહેશો. તેઓએ ઉમેર્યુ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લાદીને ભૂલ કરી છે.
NDTV વર્લ્ડ સમિટમાં બોલતા, એબોટે અમેરિકા-પાકિસ્તાનના વધતા સંબંધો પર પણ નિશાન સાધતાં જણાવ્યું હતું કે અમેરિકાનું હિત પાકિસ્તાન જેવા દેશ નહીં પણ ભારત જેવા મજબૂત લોકશાહી દેશ સાથે સારા સંબંધો રાખવામાં રહેલું છે.
એબોટે કહ્યું, “પાકિસ્તાને આતંકવાદ પર અમેરિકાને ભલે ટેકો પણ આપ્યો હતો પણ બીજી તરફ તેણે ઓસામા બિન લાદેનને એક દાયકા સુધી પોતાના દેશમાં આશ્રય આપ્યો હતો તે વાત અમેરિકાએ યાદ રાખવી જોઈએ. પાકિસ્તાનમાં પણ ઘણા સારા લોકો છે, પરંતુ ભારતની વાત જ આખી અલગ છે.
અમેરિકાએ પાકિસ્તાન સાથે કામ કરવું જોઈએ, પરંતુ એ પણ સમજવું પડે કે સારા મિત્રો કોણ છે.”
એબોટે વધુમાં જણાવ્યું કે 21મી સદી ભારતની છે. તેના વડાપ્રધાન આગામી ચાર કે પાંચ દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી “ફ્રી વર્લ્ડ લીડર” ની ભૂમિકા સંભાળી શકે તે દિવસ દૂર નથી.
એબોટે કહ્યું કે ભારત હવે એક વૈશ્વિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે અને ચીનના મજબૂત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે.
ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે.
દરેક ભારતીય શહેરમાં નવા રસ્તાઓ, એરપોર્ટ અને માળખાગત સુવિધાઓનું નિર્માણ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે.
ટોની એબોટના મતે, ભારત હવે ફક્ત એક ઉભરતી અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ ભવિષ્યમાં વિશ્વ નેતા બની શકે છે.
એબોટે નિર્દેશ કર્યો કે ભારતમાં ત્રણ મુખ્ય શક્તિઓ છે: લોકશાહી, કાયદાનું શાસન અને અંગ્રેજી ભાષા.
એબોટે વધુમાં જણાવ્યું હતું કે 2022માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુક્ત વેપાર કરાર અને યુકે સાથે તાજેતરમાં થયેલા કરાર એ સંકેતો છે કે લોકશાહી વિશ્વ હવે ચીનથી દૂર થઈ રહ્યું છે.
ભારત એ જ આર્થિક અને લશ્કરી છલાંગ લગાવવા માટે તૈયાર છે જે ચીને થોડા દાયકા પહેલા કરી હતી.
એબોટે કહ્યું કે ચીન વૈશ્વિક પ્રભુત્વ ઇચ્છે છે અને આ તેના પડોશીઓ માટે ખતરો છે. તેમણે કહ્યું, “ચીન એક પ્રભુત્વશાળી શક્તિ બનવા માંગે છે.”
ત્યારે ભારત વિકલ્પ બની રહ્યું છે આવા સમયે અમેરિકા દ્વારા ભારત ઉપર લાદવામાં આવેલા ટેરીફને લઈ બગડેલા સબંધો અંગે ટીકા કરી હતી.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ









