
Gandhinagar: રાજયમાં હીટ એન્ડ રનની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. રફ્તારના રાક્ષસો નિર્દોષ લોકોનો ભોગ લઈ રહ્યા છે. પરંતુ તંત્ર આ રફતારના રાક્ષકો પર નિયંત્રણ મેળવવામાં સાવ નિષ્ફળ રહ્યું છે આમ તો કહેવા માટે ગુજરાતમાં દારુબંદી છે પરંતુ અવાર નવાર નશેડીઓ દારુના નશામાં બેફામ ડ્રાઈવિંગ કરીને અન્યના જીવને જોખમમાં મુકતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો ગાંધીનગરમાંથી પણ સામે આવ્યો છે જ્યાં નશામાં ધૂત કાર ચાલકે ઘણા રાહદારીઓને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે.
પાટનગરમાં રફ્તારના રાક્ષસે લીધો 4 લોકોનો જીવ
ગાંધીનગરના રાંદેસણ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. ગાંધીનગરના મેયરના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધુ વધી શકે છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ઝડપી કારે અનેક લોકોને ટક્કર મારી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ડ્રાઇવર નશાની હાલતમાં હતો. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે થોડે દૂર ચાલી રહેલા બે વૃદ્ધો ગભરાઈ ગયા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ગાંધીનગરના રાંદેસણ નજીક યુવકે બેફામ સ્પીડમાં ગાડી ચલાવી પાંચથી વધુ વાહનોને લોકોને અડફેટે લીધા. કારચાલકે અકસ્માત કરતાં લોકોનો રોષ ફાટી નીકળ્યો. બેફામ ડ્રાઇવિંગ પર કોઈ અંકુશ નહીં. #Gandhinagar @GujaratPolice @CMOGuj @PMOIndia @Bhupendrapbjp @digy pic.twitter.com/11fXDIXjz2
— Aniruddhsinh Makwana (@Aniruddhsinh09) July 25, 2025
સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
આ સમગ્ર હિટ એન્ડ રન ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કાર રસ્તાની બાજુમાં લોકોને ટક્કર મારતી જોઈ શકાય છે. કારની અનિયંત્રિત ગતિ અને અકસ્માત દરમિયાન બનેલી ઘટના આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હાલમાં, ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ ડ્રાઇવરની ઓળખ શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે, ઘટના સમયે ડ્રાઇવર નશામાં હતો કે કેમ તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરના મેયરે કહ્યું કે ઇમરજન્સી ટીમો પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
કડક કાર્યવાહી કયારે થશે?
મહત્વનું છે કે, અમદાવાદમાં તથ્યકાંડ, વડોદરામાં રક્ષિત કાંડ, ભાવનગર અને હવે ગાંધીનગર રફ્તારનો કહેર જોવા મળી રહ્યો છે. પરંતુ કાર્યવાહીના નામે માત્ર દેખાડા થઈ રહ્યા છે. ગુજરાતમાં દારૂબંધી છે પણ નશેડીઓ બેફામ બન્યા છે. ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી કયારે થશે ? તેવા સવાલ થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ
Gujarat Weather: વરસાદ હજુ ગયો નથી! જાણો હવામાન વિભાગની આગાહી
Sabarkantha: તલોદ શહેરમાં કંકોડા શાકભાજીની શરૂઆત, જાણો તેના ફાયદા
Ajab Gjab: મહિલાએ એકસાથે 5 બાળકોને આપ્યો જન્મ, જાણો ક્યાનો છે આ ચોંકાવનારો કિસ્સો








