
George Foreman Died: મહાન બોક્સર જ્યોર્જ ફોરમેનનું અવસાન થયું છે. તેઓ 76 વર્ષના હાત. શુક્રવારે તેમણે અંતિમ શ્વાલ લીધા હાત. તેમના નિધનથી રમતગમત અને બોક્સિંગની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી જાણકારી અનુસાર રિંગમાં ‘બિગ જ્યોર્જ’ તરીકે જાણીતા ફોરમેનએ 1960ના દાયકામાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સહિત અનેક ટાઇટલ જીત્યા હતા. તે બે વખતનો વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા હતા.
મૂળ અમેરિકાના ટેક્સાસના રહેવાસી ફોરમેનએ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા તરીકે પોતાની બોક્સિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.1973માં ફ્રેઝિયરને હરાવીને હેવીવેઇટ ડિવિઝનમાં ટોચ પર પહોંચીને તેમણે વિરોધી બોક્સરોમાં ડર પેદા કર્યો હતો. જોકે અલી સામે હાર્યા બાદ ફોરમેને થોડા વર્ષો પછી રમતમાંથી નિવૃત્તિ લીધી હતી.
બોક્સિંગ પ્રત્યેના તેમના જુસ્સાએ 1994માં પુનરાગમન કરવા માટે પ્રેરણા આપી હતી. જો કે બોક્સિગમાં પાછા આવ્યા પછી તેમણે રમત 4 વખત જ રમત રમી હતી. તેઓ બોક્સર સાથે ઉદ્યોગપતિ અને અભિનેતા પણ હતા.
ફોરમેનને 12 સંતાનોના હતા, જેમાંથી 5 પુત્રોનું નામ જ્યોર્જ હતું. તેમણે પોતાની વેબસાઇટ પર જણાવ્યું હતું કે તેમણે તેમના બધા પુત્રોના નામ પોતાના નામ પરથી રાખ્યા છે જેથી તેઓ હંમેશા એકતામાં રહે.
પરિવારે શું કહ્યું?
ફોરમેનના પરિવારે લખ્યું, “અમારું હૃદય તૂટી ગયું છે. ઊંડા દુઃખ સાથે અમે જાહેરાત કરીએ છીએ કે અમારા પ્રિય જ્યોર્જ એડવર્ડ ફોરમેન સિનિયરનું 21 માર્ચ, 2025 ના રોજ તેમના પ્રિયજનોની ઉપસ્થિતમાં અવસાન થયું. તેઓ એક સમર્પિત ઉપદેશક, પ્રેમાળ પતિ, પિતા, દાદા અને પરદાદા હતા જેમનું જીવન શ્રદ્ધા, નમ્રતા અને હેતુથી ભરેલું હતું.”
આ પણ વાંચોઃ નાગપુર હિંસામાં 10 કિશોર સહિત 14 ની ધરપકડ, ધરપડડનો આંકડો 105 પર પહોંચ્યો, પોલીસકર્મીઓને ઈજાઓ
આ પણ વાંચોઃ dwarka: જામ ખંભાળિયાનાં 16 વર્ષીય સગીરની હત્યા કેસમાં મિત્રની ધરપકડ
આ પણ વાંચોઃ આજથી વધુ ગરમી પડશે, તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે | Gujarat Weather
આ પણ વાંચોઃ Rajkot Crime: આરોપી ભૂવાએ મહિલાના મોતનો દોષ માતાપિતા પર નાખ્યો, વાંચો વધુ