
Ghaziabad Crime News: જો તમે કોઈને બ્લિંકિટ કે સ્વિગી ડ્રેસમાં જુઓ છો, તો તેને હળવાશથી ન લો. તે ડિલિવરી બોય નહીં પણ લૂંટારો હોઈ શકે છે. ગાઝિયાબાદમાં ડિલિવરી બોયના વેશમાં લૂંટારાઓએ જ્વેલરી શોરૂમમાં પ્રવેશ કર્યો અને બદમાશોએ બંદૂકની અણીએ લગભગ 125 ગ્રામ સોનું અને 20 કિલો ચાંદી લૂંટી લીધી હોવાનું સામે આવ્યું છે. ગાઝિયાબાદ પોલીસનો દાવો છે કે લૂંટારાઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાને ઉકેલવા માટે ગાઝિયાબાદ પોલીસ કમિશનરે એક ખાસ યુનિટ તૈનાત કરી છે.
બંદુકની અણીએ બદમાશોએ ચલાવી લૂંટ
લૂંટારુઓએ 30 લાખ રૂપિયાની કિંમતની ઝવેરાતની દુકાન લૂંટી લીધી છે. લિંક રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં, બદમાશોએ બ્રિજ વિહારમાં માનસી જ્વેલરી શોપમાં બંદૂકની અણીએ ખુલ્લેઆમ આ ગુનો કર્યો હતો. ઝવેરી કિશન વર્મા દુકાનની બહાર હતા ત્યારે આ ગુનો બન્યો હતો. ત્યારબાદ બે બદમાશો દુકાનમાં ઘૂસી ગયા, નોકરને થપ્પડ મારી અને ડરાવી દીધો અને બંદૂકની અણીએ તેને પકડીને 30 લાખ રૂપિયાનું સોનું અને ચાંદી લઈને ભાગી ગયા.
यूपी के गाजियाबाद का वीडियो है 👇
दो शरीफ बदमाश घूमते टहलते एक सोने चांदी की दुकान में चले गए.
फिर हाथियार निकाला और प्यार से पूरी दुकान लूट ली. किसी को जान का नुकसान नहीं पहुंचाया.
शरीफ बदमाश Swiggy और Blinkit की ड्रेस में थे.
पुलिस जांच कर रही.. pic.twitter.com/GpOrWCirjg
— Ranvijay Singh (@ranvijaylive) July 25, 2025
સ્ટાફને પિસ્તોલ બતાવીને ધમકાવ્યો
આ ઘટના સમયે દુકાનના માલિક કૃષ્ણ વર્મા દુકાનમાં હાજર નહોતા. તેમણે જણાવ્યું કે બે લૂંટારુઓ અચાનક દુકાનમાં બળજબરીથી ઘૂસી ગયા હતા. તેમણે સ્ટાફ પર પિસ્તોલ તાકીને તેમને ધમકાવ્યા હતા. ત્યારબાદ તેઓ ઘરેણાં ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા.
લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ
લૂંટની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બદમાશો ઘટનાસ્થળેથી બાઇક પર ભાગી ગયા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. એડિશનલ કમિશનર અને ડીસીપી સ્તરના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પીડિતાના નિવેદન અને સીસીટીવી ફૂટેજનું મેચિંગ કરી રહ્યા છે. પીડિત કિશન વર્માએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આસપાસના વિસ્તારોમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી બદમાશોની ઓળખ અને શોધ કરી રહી છે.
આ ઘટના દર્શાવે છે કે, જો કોઈને ચોરી કરવી છે તો તે કોઈ પણ વેશમાં આવી શકે છે જેથી અત્યારે કોઈના પર પણ ભરોસો કરવો જોઈએ નહીં અને અજાણ્યા લોકોથી સાવધાન રહેવું..