
Ghazipur: છેલ્લા ઘણા સમયથી પતિ-પત્નીના અન્ય અફેરના કિસ્સાઓનો વધી રહ્યા છે. ઘણા કિસ્સાઓમાં, પત્નીઓએ તેમના પ્રેમીઓ સાથે મળીને તેમના પતિઓની હત્યા કરી છે. ત્યારે મુઝફ્ફરનગરમાં એક કિસ્સામાં, એક પરિણીત મહિલાએ પોતાના બે બાળકોની હત્યા કરી દીધી હતી. ઘણા પતિઓ સ્વેચ્છાએ તેમની પત્નીઓને તેમના પ્રેમીઓને સોંપી દીધી. તેમણે તેમની પત્નીઓને તેમની સામે તેમના પ્રેમીઓ સાથે લગ્ન પણ કરાવી દીધા. તેવામાં ગાઝીપુરથીએક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં, પત્નીને તેના પ્રેમી સાથે પકડ્યા પછી, બંનેને બંધક બનાવવામાં આવ્યા હતા. આ પછી, બંનેને મંદિરમાં લઈ જઈને લગ્ન કરવામાં આવ્યા હતા. આ કિસ્સો કરંદા પોલીસ સ્ટેશન વિસ્તારના જામુઆવ ગામનો છે. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
પતિને દવા લેવા મોકલી પ્રેમીને મળવા બોલાવ્યો
મળતી માહિતીમુજબ જામુઆવ ગામના રોહિતના લગ્ન 2023 માં પ્રિયંકા સાથે થયા હતા. લગ્ન પછી, બંને નોઈડા ગયા. રોહિત ત્યાં એક કંપનીમાં કામ કરતો હતો. બાજુના ગામનો પિન્ટુ નામનો યુવક પણ એ જ કંપનીમાં કામ કરતો હતો. પિન્ટુ નોઈડામાં રોહિતના ઘરે આવવા-જવા લાગ્યો. આ સમય દરમિયાન પ્રિયંકા અને પિન્ટુ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. થોડા દિવસ પહેલા રોહિત તેની પત્ની પ્રિયંકા સાથે ગામમાં આવ્યો હતો. આ સમય દરમિયાન, પિન્ટુ પણ ગામમાં આવ્યો હતો. બે દિવસ પહેલા પ્રિયંકાએ રોહિતને દવા લાવવા મોકલ્યો હતો. આ સમય દરમિયાન, તેણે પિન્ટુને ઘરની નજીકના ખેતરમાં મળવા બોલાવ્યો.
સાસરિયાઓએ બળજબરીથી પ્રેમી સાથે કરાવ્યા લગ્ન
ગામલોકોએ બંનેને ખેતરમાં એકસાથે જોયા. હતા જે બાદ તેમણે પ્રિયંકાના સાસરિયાઓને આ અંગે જાણ કરી.જે બાદ ગ્રામજનો અને પરિવારના સભ્યોએ બંનેને પકડીને નજીકના કાલી મંદિરમાં દોરડાથી બાંધી દીધા. આ પછી પ્રિયંકાના પતિ રોહિતને પણ બોલાવવામાં આવ્યો. પ્રિયંકા અને પિન્ટુના લગ્ન રોહિતની સામે થયા હતા. જોકે, પ્રિયંકાએ પણ આ પ્રકારના લગ્નનો વિરોધ કર્યો હતો.
મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
આ અંગે હોબાળો થતાં પોલીસ પણ પહોંચી ગઈ હતી. તેઓ પ્રિયંકા અને તેના પ્રેમી પિન્ટુ સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા. આ કેસમાં સીઓ સિટી શેખર સેંગરે જણાવ્યું હતું કે પ્રિયંકાએ કારંડા પોલીસ સ્ટેશનમાં તેના પતિ રોહિત અને સાસુ, સસરા અને અન્ય સાસરિયાઓ તેમજ કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. તેણીએ તેમના પર તેને બંધક બનાવવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Iran Earthquack: યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ભૂકંપ, 5.1ની તીવ્રતાનો આવ્યો આંચકો
chhotaudepur માં ફરી જોવા મળ્યો ‘ઝોળીદાર વિકાસ’, વધુ એક સગર્ભાને ઝોળીમાં લઈ જવી પડી