Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Gir Somnath Accident: ગુજરાતમાં વધતી અકસ્માતોની ઘટનાઓ બેકાબૂ બની રહી છે. ત્યારે હવે ગીર સોમનાથમાં હચમચાવી નાખતો અકસ્માત થયો છે. વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલેની રાત્રે ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતુ. તે દરમિયાન પૂરઝડપે આવેલા ડમ્પરે ટોળામાં રહેલા 5 લોકોને કચડી નાખ્યા હતા. જેમાંથી 2 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે અન્ય લોકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અકસ્માતના દ્રશ્યો સૌ કોઈને હચમચાવી નાખે તેવા છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રે ​​​​​​ લગભગ 9:30 વાગ્યે કણજોતર ગામના રાખેજ પાટિયા પાસેથી પસાર થતાં વેરાવળ-કોડીનાર હાઈવે પર ઈકો કાર અને સ્પ્લેન્ડર બાઈક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. જેથી ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટનાના કલાક બાદ અકસ્માત જોવા ઉભેલા લોકોને કનૈયા એન્ટરપ્રાઈઝના (GJ-11-Z-9555) ઓવર સ્પીડે આવેલા ડમ્પરે કચડી નાખ્યા હતા.

જ્યારે સુભાષ પરમાર અને બાલુભાઈ કલોતરાના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા. જ્યારે 7થી વધુ લોકોને સારવાર અર્થે કોડીનારની રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ છે.

 અકસ્માત બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસે ડમ્પરચાલક વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ઈકો અને બાઈક વચ્ચે કેવી રીતે અકસ્માત સર્જાયો તે બહાર આવ્યું નથી.

ગુજરાતમાં આ રીતે રોજરોજ બનતી ઘટનાઓ પાછળ ક્યાયને ક્યાય તંત્ર સહિત વાહનચાલકો જવાબદાર હોય છે. તંત્રની સાથે સાથે વાહનચલાકે પણ પોતાની અને બીજાની સેફ્ટીનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા ચાલકો પોતાની મનમાનીથી જ વાહન ચાલાવતાં હોય છે. જે કોઈનુ  પણ સાંભળતાં હોતા નથી. તેમની આ મનમાની ઘણીવાર ખોફનાક સાબિત થતી હોય છે.

આ પણ વાંચો:

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Related Posts

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!
  • March 26, 2026

Gopal Italia: મોદી સરકાર દ્વારા અનેક વિભાગોનું ખાનગી કરણ કરી દેવામાં આવ્યું છે અને તેની સામે વિપક્ષ દ્વારા અવારનવાર સવાલો પણ ઉઠાવવામાં આવે છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ…

Continue reading
UCC Bill: દેશમાં ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ હવે સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ થશે.
  • March 25, 2026

■ સાત કલાકની ચર્ચા બાદ, ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર કરવામાં આવ્યું UCC Bill: ગુજરાત વિધાનસભાએ મંગળવારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર કર્યું. સાત કલાકની ચર્ચા પછી આ બિલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

  • March 26, 2026
  • 3 views
Ram Navami 2026: વડોદરા સહિત દેશભરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણીનો માહોલ

Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

  • March 26, 2026
  • 6 views
Strait of Hormuz: ભારત માટે GOOD NEWS હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજો પસાર થવા દેવા ઈરાને આપી મંજૂરી! ટ્રમ્પના સીઝફાયર પ્રસ્તાવને ઈરાને ફગાવ્યો!

Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

  • March 26, 2026
  • 14 views
Gopal Italia: સરકારે હવે પોલીસનું પણ ખાનગીકરણ કરી દીધું!પોલીસનો આ વિભાગ હવે ખાનગી સંસ્થા સંભાળે છે!!

SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

  • March 25, 2026
  • 6 views
SIR: અમદાવાદમાં ભાજપની જીત પાક્કી! કારણ જાણીને ચોંકી જશો,જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી! અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

  • March 25, 2026
  • 14 views
Donald Trump: ઈરાને ટ્રમ્પની સીઝ ફાયરની વાતોની મજાક ઉડાવી!  અમેરિકન સૈન્ય મથકો ઉપર ઈરાને કર્યા હુમલા! કહ્યુ” સુપર પાવર”ના દિવસો ગયા!!

Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો

  • March 25, 2026
  • 12 views
Iran War: ભારતમાં મોંઘવારીનો બૉમ્બ ફૂટવાનો છે! ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યુ? જુઓ વિડીયો