
- ગૃહ મંત્રાલય દ્વારા લદ્દાખમાં પોલીસ તંત્રનો દુરુપયોગ કરાતો હોવાનો ગીતાંજલિનો આરોપ.
- ગૃહ મંત્રાલયના આદેશને કારણે ત્રણ લાખ લદ્દાખીઓ પર અત્યાચાર ગુજારી રહેલી પોલીસ.
Ladakh dispute । લદ્દાખની વર્તમાન સ્થિતિ અંગે સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગમોએ આજે ગુરુવારે કેન્દ્ર સરકારની ટીકા કરવા સાથે લદ્દાખની તુલના બ્રિટિશ ભારત સાથે કરી છે તેમણે ગૃહ મંત્રાલય લદ્દાખમાં પોલીસનો દુરુપયોગ કરી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
વધુમાં ગીતાંજલિએ X પર સરકાર સામે આક્ષેપ કરતા લખ્યું,કે “શું ખરેખર ભારત આઝાદ છે? કારણ કે 1857માં મહારાણીના આદેશ પર, 24,000 અંગ્રેજોએ 30 કરોડ ભારતીયો પર અત્યાચાર કરવા માટે 135,000 ભારતીય સિપાહીઓનો ઉપયોગ કર્યો હતો તેવીજ રીતે આજે ગૃહ મંત્રાલયના આદેશથી ત્રણ લાખ લદ્દાખીઓ પર અત્યાચાર કરવા માટે 2400 લદ્દાખી પોલીસનોજ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે થયેલા હિંસક વિરોધ પ્રદર્શન બાદ ગત તા. 26 સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની ધરપકડ કરી તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા હતા તેઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આરોપ લગાવ્યા છે,નોંધનીય છે કે ગત તા.24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ચાર લોકોના મોત થયા હતા.
Is India really free?
In 1857, 24,000 Britishers used 135,000 Indian sepoys to oppress 300 million Indians under orders from the Queen.
Today, a dozen administrators are misusing 2400 Ladakhi police to oppress and torture 3 lakh Ladakhis under the orders of the MHA!…— Gitanjali J Angmo (@GitanjaliAngmo) October 2, 2025
આપને જણાવી દઈએ કે સોનમ વાંગચુકના પત્ની ગીતાંજલી આંગમોએ ગઈકાલે બુધવારે રાષ્ટ્રપતિને એક પત્ર લખી તેઓને પણ એક આદિવાસી હોવાના નાતે લદ્દાખના લોકોની લાગણીઓને સમજવા વિનંતી કરી હતી.
આંગમોએ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પણ પત્ર લખી પોતાના પતિ સોનમ વાંગચુકની બિનશરતી મુક્તિની માંગ કરી હતી, સોનમને તેઓએ જળવાયુ પરિવર્તન સામે અને પછાત આદિવાસી વિસ્તારોના વિકાસ માટે આંદોલન કરનાર એક શાંતિપ્રિય ગાંધીવાદી પ્રદર્શનકારી ગણાવ્યા હતા.
અગાઉ પણ ગીતાંજલિએ પોતાના પતિ પર લગાવવામાં આવેલા પાકિસ્તાન સાથેના સંબંધોના આરોપોને ફગાવ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેમના પતિની પાકિસ્તાનની મુલાકાતો જળવાયુ પરિવર્તન સંબંધિત હતી તેમણે ઉમેર્યું કે અમે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત એક પરિષદમાં ગયા હતા. અમને હિમાલયના ગ્લેશિયરના પાણીમાં ભારત-પાકિસ્તાન દેખાતું નથી.
તેઓએ જણાવ્યું હતું કે વાંગચુક હંમેશા ગાંધીવાદી રીતે પ્રદર્શન કરતા હતા અને 24 સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસા માટે સીઆરપીએફ જવાબદાર હોવાની વાત કરી હતી.
“उनको जो करना है, वो करेंगे
हमें जो करना है, हम करेंगे.”हम भी कहते हैं कि भारत के सभी लोकतांत्रिक लोग एक निडर व्यक्ति का निडरता से साथ देंगे. #GitanjaliAngmo pic.twitter.com/nNHehppsi2
— Wg Cdr Anuma Acharya (Retd) (@AnumaVidisha) September 30, 2025
આ પણ વાંચો:
UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








