
Gondal: રાજકોટના ગોંડલના એક પરિવારને અકસ્માત નડતાં 4ના મો થઈ ગયા છે. લગ્ન પ્રસંગ જઈ પરિવાર કારમાં પાછો આવી રહ્યો હતો, ત્યારે અકસ્માત થયો છે. ત્યારે આજે ગોંડલમાં એક જ પરિવારના 4 લોકોની અર્થી નીકળતાં સગાં, સ્નેહીજનોમાં આંસુઓથી ભીંજાઈ ગઈ છે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં રહેતાં પરિવારને ગઈકાલે(19 એપ્રિલ) ભૂપગઢ નજીક જેતપુરના સરધાર-ભૂપગઢ રોડ અકસ્માત નડ્યો હતો. ગોંડલમાં રહેતા એક જ કુટુંબના ચાર લોકો અલ્ટો કાર અને હોન્ડા સીટી કાર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં અલ્ટો કારમાં સવાર 4 લોકોઆ મોત થયા હતા, જયારે 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બંને કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આજે બપોરે 2 વાગ્યે ગોંડલના મૃતક 4 કુટુંબીજનોની એક સાથે અંતિમયાત્રા નીકળી હતી. સંબંધીઓ સહિત લોકોમાં ઘેરો શોક હતો.
મૃતકોમાં નીરૂબેન મકવાણા ( ઉ.વ. 35), હેતવી મકવાણા ( ઉ.વ.3) હેમાંશી સરવૈયા( ઉ.વ. 22) મિતુલ સાકરિયા (ઉ.વ. 12) સમાવેશ થાય છે.
ઇજાગ્રસ્તોમાં સાહિલ સરવૈયા (ઉ.વ. 22), હિરેન અતુલભાઈ મકવાણા (ઉ.વ.15), નિતુબેન અશોકભાઈ સાકરીયા (ઉ.વ.40)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ
હવે નેપાળમાં હિંદુ રાષ્ટ્ર અને રાજાશાહીની માંગ કેમ ઉઠી? લોકો રસ્તાઓ પર ઉતર્યા! | Nepal
કુલભૂષણને સજા સામે અપીલ કરવાનો કોઈ હક નથી: પાકિસ્તાન સરકારની કોર્ટમાં દલીલ | Kulbhushan Case
UP: થનાર જમાઈ સાસુને વહુ બનાવીને લાવતાં જ ભગાડ્યા, આશરો પણ ન આપ્યો, આ રીતે કાઢી રાત?
Ahmedabad: નરોડામાં લિફ્ટ તૂટી, ફસાયેલી મહિલાઓએ ચીસાચીસ કરી, જાનહાનિ ટળી
ઈડલી કઢાઈનો સેટ આગની લપેટામાં, ફિલ્મી ગામ બળીને ખાખ| Idli Kadhai Set Fire