સરકારની રાજ્યને ટીબી મુક્ત કરવાના દાવાની નિકળી ગઈ હવા; 45 દિવસમાં જ નોંધાયા 15748 કેસ

  • Gujarat
  • February 15, 2025
  • 0 Comments
  • સરકારની રાજ્યને ટીબી મુક્ત કરવાના દાવાની નિકળી ગઈ હવા; 45 દિવસમાં જ નોંધાયા 15748 કેસ

સરકારે 2025 સુધીમાં ટીબી મુક્ત કરવાનું વચન આપ્યું હતું. જોકે, આ દાવા અને હકીકત વચ્ચે જમીન-આકાશ જેટલો તફાવત સામે આવ્યો છે. ગુજરાતમાં આ વર્ષના પ્રથમ 45 દિવસમાં જ ટીબીના 15748 કેસ નોંધાતા સરકારી દાવાઓની હવા નિકળી ગઈ છે. આ આંકડા પ્રમાણે જોઈએ તો પ્રતિદિવસ ગુજરાતમાં નવા 350 ટીબીના કેસ નોંધાઈ રહ્યા છે.

રાજ્યમાં પાછલા 5 વર્ષમાં 5.86 લાખ કેસ નોંધાયા જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 87063 કેસ નોંધાયા છે. આમ પાછલા 5 વર્ષમાં જ ગુજરાતમાં 5.86 લાખ લોકો ટીબીની ચપેટમાં આવી ગયા છે. પાંચ વર્ષના આ સમયગાળામાં ટીબીના કેસમાં સુરત જિલ્લો 64288 કેસ સાથે બીજા સ્થાને છે.

આ પણ વાંચો-બ્રહ્માંડમાં સર્જાઈ શકે છે મહાવિનાશ…! વિનાશકારી બ્લેક હોલ ઝડપથી વધી રહ્યો છે આગળ

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં ટીબી રોગને રાજરોગ ગણવામાં આવતો હતો તેનું નિદાન અને સારવાર પણ ખુબ મુશ્કેલ હતી. પરંતુ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન જેવા કાર્યક્રમના પરિણામે ટીબીને હરાવવો શક્ય બન્યો છે.

રાજયના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે ટીબીનું નિદાન અને સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ગુજરાતમાં ટીબી પર અંકૂશ મેળવવા પૂરતા પ્રયાસો હાથ ધરાયા છે. દર્દીઓને સારવાર ઉપરાંત પોષણયુકત આહાર મળી રહે તે હેતુથી નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના તમામ દર્દીઓને રૂ.1000ની પ્રતિ માસની આર્થિક સહાય સારવાર ચાલુ રહે ત્યા સુધી અપાય છે.

અત્યારસુધી આ યોજના અંતર્ગત ગુજરાતમાં ટીબીના 7,68,000થી પણ વધુ દર્દીઓને રૂ.246 કરોડથી વધુની આર્થિક સહાય ડીબીટી માઘ્યમથી અપાઈ છે. દર વર્ષે આવતા ટીબીના 1,40,000 કેસમાંથી 90% દર્દીઓને સાજા કરી શકાયા છે.

આ પણ વાંચો- મહાકુંભમાં બે વિવિધ અકસ્માતમાં 14 લોકોના મોત; 4 ગુજરાતી

Related Posts

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં યુવકે જે કર્યું તે જાણી ચોકી જશો!
  • August 7, 2025

UP Crime: દેશમાં વારંવાર માનવ સમાજને ન શોભે તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના રામપુરથી પ્રકાશમાં આવી છે. સંબંધોની બધી હદો પાર કરીને એક…

Continue reading
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
  • August 7, 2025

Bhavnagar: ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં યુવકે જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 1 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં યુવકે જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 12 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 17 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 21 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

  • August 7, 2025
  • 12 views
Donald Trump on Tariff: ટ્રમ્પની દાદાગીરી ! ભારત પર 50 % ટેરિફ લાદ્યા પછી સેકંડરી સેન્ક્શન લગાવવાની આપી ધમકી

UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં

  • August 6, 2025
  • 20 views
UP: ‘હું તેનો પહેલો દર્દી, તે મારી છેલ્લી ડોક્ટર’, એન્જિનિયરે ફાંસો ખાઈ લીધો, મહિલા ડોક્ટરનું નામ ખુલ્યૂં