Gram Panchayat Election Result: 80 વર્ષના બા સરપંચ, વેવાણે બીજી વેવાણને હરાવી, હિન્દુ ગામમાં મુસ્લિમ મહિલા વિજેતા

Gram Panchayat Election Result: ગુજરાતની 8,326 ગ્રામ પંચાયતો માટે 22 જૂન, 2025ના રોજ યોજાયેલી ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. જેમાં 4,564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોના પરિણામો જાહેર થયા. આમાંથી 751 ગ્રામ પંચાયતો બિનહરીફ (સમરસ) જાહેર થઈ. આ ચૂંટણીએ રાજ્યભરમાં રસપ્રદ અને ઐતિહાસિક કિસ્સાઓ સામે લાવ્યા, જે ગુજરાતના ગ્રામીણ રાજકારણમાં નવા રંગ ઉમેરે છે.

કલોલમાં ચિઠ્ઠીએ નક્કી કર્યો વિજેતા

કલોલ તાલુકાની ધાનોટ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર-8ની ચૂંટણીમાં અનોખો કિસ્સો જોવા મળ્યો. ઠાકોર ડાયાજી કાનાજી અને ઠાકોર કાંતિજી ચેલાજીને 54-54 મત મળતાં ટાઈ થઈ. આ મડાગાંઠ ઉકેલવા ચિઠ્ઠી ઉછાળવામાં આવી, જેમાં ડાયાજી કાનાજી ઠાકોર વિજેતા બન્યા. સરપંચ પદે આરતી અંકિત પટેલે વિજય મેળવ્યો.

સુરતના ઓલપાડમાં ભાજપનો દબદબો

ઓલપાડ તાલુકાની 7 ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ, જેમાં ભાજપ પ્રેરિત સરપંચો અને સભ્યો ચૂંટાયા. કુલ 18 ગ્રામ પંચાયતોમાંથી 10 સમરસ થઈ, જ્યારે 1માં કોઈ ઉમેદવાર નોંધાયો નહોતો. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે વિજેતાઓનું સન્માન કર્યું, અને સમર્થકોએ વિજય સરઘસ કાઢી ઉજવણી કરી.

મહેસાણામાં મગરોડામાં નરસિંહભાઈનો ભવ્ય વિજય

વિસનગર તાલુકાની મગરોડા ગ્રામ પંચાયતની “હાઈ વોલ્ટેજ” ચૂંટણીમાં ચૌધરી નરસિંહભાઈ ગણેશભાઈએ સરપંચ પદે ભવ્ય વિજય મેળવ્યો. સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જે ગામના રાજકીય ઉત્સાહને દર્શાવે છે.

ભરૂચમાં પતિ-પત્નીની જોડીનો વિજય

જંબુસર તાલુકાની ખાનપુર દેહ ગ્રામ પંચાયતમાં વહીદાબેન અબ્દુલ રસીદ પટેલ 2,009 મતે સરપંચ બન્યા, જ્યારે તેમના પતિ અબ્દુલ રસીદ પટેલ વોર્ડ સભ્ય તરીકે ચૂંટાયા. ગ્રામજનોએ આ દંપતીની જીતની ઘોડા પર વિજયોત્સવ સાથે ઉજવણી કરી.

અમરેલીમાં 80 વર્ષના ‘બા’ બન્યા સરપંચ

વડિયા તાલુકાના ઈશ્વરીયા ગામે 80 વર્ષીય મોતીબેન ડાયાભાઈ સૌંદરવા સરપંચ બન્યા. આ ઉંમરે પણ તેમની ગામના વિકાસ પ્રત્યેની ઉત્સુકતા પ્રેરણાદાયી છે.

પાટણમાં ચિઠ્ઠીએ નક્કી કર્યો વિજેતા

ધારણોજ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-7માં જશીબેન બાબુભાઈ પટેલ અને રંજનબેન તેજાજી ઠાકોરને 94-94 મત મળતાં ટાઈ થઈ. પુનઃમતગણતરી બાદ પણ ટાઈ યથાવત રહેતાં, ચિઠ્ઠી દ્વારા જશીબેન વિજેતા જાહેર થયા.

મહેસાણામાં એક મતની કિંમત

પઢારિયા ગામમાં રતનસિંહ ચાવડાએ સરપંચ પદે માત્ર એક મતથી વિજય મેળવ્યો, જે ચૂંટણીમાં એક મતના મહત્વને દર્શાવે છે.

વિસનગરનીઐતિહાસિક ચૂંટણી

કંસારાકુઈ ગામમાં ગાયકવાડી શાસનથી ચાલતી પરંપરા તૂટી, અને પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં ઠાકોર અજમલજી તેજાજી ગામના પ્રથમ ચૂંટાયેલા સરપંચ બન્યા.

જામનગરમાં છઠ્ઠી વખત સરપંચ

ધ્રાંગડા ગ્રામ પંચાયતમાં રમેશભાઈ હિરજીભાઈ કણસાગરા સતત છઠ્ઠી વખત સરપંચ બન્યા, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

રાજકોટમાં હિન્દુ ગામમાં મુસ્લિમ મહિલાનો વિજય

સણોસરા ગ્રામ પંચાયતમાં ડો. નફીસા સેરસીયા 550 મતે સરપંચ બન્યા. હિન્દુ બહુલ ગામમાં મુસ્લિમ મહિલાની જીતે સામાજિક એકતા દર્શાવી. ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ યુનુસભાઈ શેરસીયાએ હિન્દુ સમાજ અને ભાજપનો આભાર માન્યો. રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખ ચેતન કથીરિયાએ ગામના વિકાસ માટે સૌનો સહયોગ જાળવવાનું વચન આપ્યું.

ગીર સોમનાથમાં વેવાણો વચ્ચે મુકાબલો

ગીર સોમનાથમાં વેવાણો ચૂંટણી લડી હતી. જેમાં જૂના ઉગલા ગામમાં 10 વર્ષથી સરપંચ રહેલા ભાવનાબેન નંદવાણાને જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે હરાવી, આખી યુવા પેનલ સાથે વિજય મેળવ્યો છે.

આમ ગુજરાતની આ ગ્રામ પંચાયત ચૂંટણીએ નાના ગામડાઓમાં મોટા રાજકીય ઉત્સાહ અને સામાજિક એકતાનું દર્શન કરાવ્યું. ચિઠ્ઠી દ્વારા વિજેતા નક્કી થવાથી લઈને 80 વર્ષના સરપંચ અને મુસ્લિમ મહિલાની હિન્દુ ગામમાં જીત સુધીના પરિણામો ઘણા રસપ્રદ રહ્યા.

આ પણ વાંચો:

Israel-Iran war: ઈરાને લીધો HORMUZ PASS બંધ કરવાનો નિર્ણય, જાણો દેશ અને દુનિયામાં શું થશે અસર?

Vadodara માં પાણી નહીં ભરાય એવું ‘પિન્કી પ્રોમિસ’ મેયર ન આપી શક્યા..

Iran Israel War: ઈઝરાયલ ઈરાન સામે ઝૂક્યું!, નેતન્યાહૂએ યુદ્ધવિરામની જાહેરાત કરી

Indian Back From Israel: ઇઝરાયલમાં ફસાયેલા 161 ભારતીય નાગરિકો પરત ફર્યા, મુસાફરોને લઈને પહેલી ફ્લાઇટ દિલ્હી પહોંચી

Israel iran War: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીઝફાયરના ટ્રમ્પે ફૂક્યાં બણગા, જાણો દાવામાં કેટલી હકીકત

Israel iran War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના 12 દિવસ, જાણો કોને કેટલું નુકસાન થયું?

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં મેઘ મહેર, આજે કયા વિસ્તારોમાં આગાહી

  • Related Posts

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
    • October 28, 2025

    Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

    Continue reading
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
    • October 28, 2025

    ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    • October 28, 2025
    • 8 views
    8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    • October 28, 2025
    • 13 views
    Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    • October 28, 2025
    • 7 views
    Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    • October 28, 2025
    • 21 views
    રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    • October 28, 2025
    • 6 views
    Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

    • October 28, 2025
    • 20 views
    kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા