
Bagodara family suicide: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા ગામે 20 જુલાઈ, 2025ની મોડી રાત્રે એક હૃદય ધ્રુજાવનારી ઘટના બની, જેમાં એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લીધો. આ ઘટનામાં પતિ, પત્ની અને તેમના ત્રણ નાના બાળકોના કરુણ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ ઘટના બગોદરા બસ સ્ટેશન નજીક આવેલા એક ભાડાના મકાનમાં બની, જ્યાં આ પરિવાર રહેતો હતો. પ્રાથમિક તપાસ અનુસાર આ ઘટના રાત્રે 1:30 વાગ્યા પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. પરિવારના તમામ પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
મૃતકોમાં વિપુલભાઈ કાનજીભાઈ વાઘેલા (ઉંમર 34, પતિ), સોનલબેન વિપુલભાઈ વાઘેલા (ઉંમર 26, પત્ની), સીમરન વિપુલભાઈ વાઘેલા (ઉંમર 11, દીકરી), મયુર વિપુલભાઈ વાઘેલા (ઉંમર 8, દીકરો) અને પ્રિન્સી વિપુલભાઈ વાઘેલા (ઉંમર 5, દીકરી)નો સમાવેશ થાય છે.
પરિવાર મૂળ ધોળકાનો
આ પરિવાર મૂળ ધોળકાના બારાકોઠા વિસ્તાર, દેવીપૂજક વાસનો વતની હતો અને બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. વિપુલભાઈ રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.પ્રાથમિક તપાસ અનુસાર, આ ઘટના 20 જુલાઈની રાત્રે 1:30 વાગ્યા પહેલાં બની હોવાનું માનવામાં આવે છે. પરિવારના તમામ સભ્યોએ રાત્રે ઝેરી દવા પીધી અને ત્યારબાદ તેઓ બેહોશ થઈ ગયા. સવારે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં હડકંપ મચી ગયો અને પોલીસને જાણ કરવામાં આવી.
પોલીસની કાર્યવાહી
ઘટનાની માહિતી મળતાં જ બગોદરા પોલીસ સ્ટેશનની ટીમ, 108 એમ્બ્યુલન્સ સેવા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક (SP), ધંધુકા ડિવિઝનના ASP, સ્થાનિક ગુના શાખા (LCB)ના PI, SOG PI અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટનાસ્થળેથી ઝેરી દવાની ખાલી બોટલ અને અન્ય પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સ્થાનિક લોકો, પડોશીઓ અને પરિવારના સંબંધીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ ચાલુ છે.
સમાજ પર અસરઆ ઘટનાએ બગોદરા, ધોળકા અને આજુબાજુના વિસ્તારોમાં શોકનું વાતાવરણ ફેલાવ્યું છે. એક જ પરિવારના પાંચ સભ્યોના સામૂહિક આપઘાતના સમાચારે સ્થાનિક લોકોમાં આઘાત અને ચોંકાવનારી અસર પેદા કરી છે. ખાસ કરીને, ત્રણ નાના બાળકોના મોતથી લોકોમાં ગમગીની વ્યાપી ગઈ છે.
રિક્ષાના હપ્તા લેનારા હેરાન કરતા!
સ્થાનિક રહેવાસીઓ અને પરિવારના પરિચિતો આ ઘટનાના કારણો અંગે અટકળો લગાવી રહ્યા છે. નજીકના સ્વજનનું કહેવું છે કે પરિવારે હપ્તે રિક્ષા લીધી હતી. જેના હપ્તા લેવા ફાઈનાન્સવાળા ઘરે ચક્કર લગાવી હેરાન કરતા હોવાના ઓરોપો થઈ રહ્યા છે. એક-દોઢ મહિનાથી હપ્તાવાળા હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે.
વધુમાં સ્વજને કહ્યું કે આ પરિવાર આપઘાત કરે તેવો ન હતો. જોકે કોઈએ લાવેલા અથવા ઘરે બનાવેલા નાસ્તામાં કોઈએ ઝેર નાખી દીધુ હોઈ શકે છે.
આ પણ વાંચો:
Lucknow: બારમાંથી હિંદુ છોકરીઓ અને મુસ્લીમ છોકરા નગ્ન પકડાયા?, જાણો શું છે સચ્ચાઈ?
Banaskantha: પાલનપુરમાં વોરંટ બજાવવા ગયેલી પોલીસ પર ધારિયાથી હુમલો, 2 ની ધરપકડ








