
Bhavnagar House Collapsed: ભાવનગરના આનંદનગરમાં મોડી રાત્રે હાઉસીંગ બોર્ડના ત્રણ માળનું જર્જરીત મકાન થયું ધરાશાયી છે. આ ઘટનામાં એક યુવાનનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે. જ્યારે બે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. લોકોને ફાયરબ્રિગેડ ટીમ અને ત્રણ જેસીબીની મદદથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા
મળતી જાણકારી અનુસાર આનંદનગરના બસસ્ટેન્ડ પાસે હાઉસીંગ બોર્ડના જર્જરીત મકાન પૈકીનું એક ત્રણ માળનું મકાન મોડી રાત્રે કલાકે ધડાકાભેર તૂટી પડયું છે. જેમાં ત્રણ લોકો દટાઈ ગયા હતા. જેમાંથી એક યુવાનું મોત થઈ ગયું છે. જ્યારે સવજીભાઈ બારૈયા અને વસંતબેનને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયામાં આવ્યા છે.
ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 1177 મકાનો જર્જરીત અવસ્થામાં છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ જર્જરીત મકાનોને ભયમુક્ત કરવા માટે દર વર્ષે નોટિસો આપવામાં આવે છે પરંતુ બંને વિભાગો વચ્ચે જવાબદારીની ખો ને કારણે આજે રાત્રે આનંદનગર ત્રણ માળનું ગુજરાત હાઉસિંગ બોર્ડનું મકાન ધરાસાઈ થયું. તેમાં રહેતા લોકો દબાઈ ગયા હતા.
એસ્ટેટ વિભાગ દ્વારા આ વર્ષે પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના પણ ભયજનક સ્થિતિમાં રહેલા કુલ 11 વસાહતના 81 બ્લોકના 1177 મકાનોને નોટિસ આપવામાં આવી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડની માલિકીના મકાનો હોવાને કારણે સામાન્ય રીતે જર્જરિત મકાનો ભયમુક્ત કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ ની જવાબદારી થાય છે અને જર્જરીત મકાનોને ઉતારવાની અને ભયમુક્ત કરવાની કોઈ નક્કર કામગીરી નહીં કરી હોવાને કારણે આજે આનંદનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.
આ પણ વાંચો:
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
આખરે UKSSSC પરીક્ષા રદ, પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ કમિશને લીધો મોટો નિર્ણય
Surat: જાહેરમાં જન્મદિવસ ઉજવીને સુરતમાં વિરોધનો સામનો કરી રહેલા ભાજપના નેતાના અનેક વિવાદો, જુઓ
Planets: ‘અહીં જીવન શક્ય છે!’, બ્રહ્માન્ડમાં પૃથ્વી જેવા જ પાણીનું અસ્તિત્વ ધરાવતાં અનેક ગ્રહ મળ્યા!
Bhavanagar: મહિલા મુસાફરની છેડતી કરનાર રેલવેકર્મીને 2 વર્ષની કેદ, 25 હજારનો દંડ









