
Junagadh:ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર ગિરનાર પર્વત પર 5,500 પગથિયાં નજીક આવેલા ગુરુ ગૌરક્ષનાથ મંદિરમાં તા. 4 ઓક્ટોબરની રાત્રે થયેલી તોડફોડ અને મૂર્તિ ચોરીની ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને પોલીસે ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે.
ગોરક્ષનાથ શિખર પર તોડફોડ મામલે બે આરોપીની ધરપકડ
આ ઘૃણાસ્પદ કૃત્યનો માસ્ટરમાઇન્ડ મંદિરનો જ પગારદાર પૂજારી કિશોર કુકરેજા નીકળ્યો, જેણે કમાણી વધારવા અને લાઇમલાઇટમાં આવવાના લોભમાં આ ષડયંત્ર રચ્યું હતું. પોલીસે કિશોર અને તેના સાથી રમેશ ભટ્ટની ધરપકડ કરી, જેઓને હાલ રીમાન્ડ માટે લેવામાં આવ્યા છે.
પોલીસે કર્યા આ ખુલાસા
આ મામલે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું, “આ ગંભીર ઘટના બાદ રેન્જ આઇજીની સૂચનાથી ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત 10 ટીમો અને નેટ્રા ટીમને કામે લગાડી તપાસ હાથ ધરી. 156 સીસીટીવી ફૂટેજ, 500 થી વધુ સીડીઆર અને 170 રોપ-વે મુસાફરોની પૂછપરછ કરી.” તપાસમાં શંકા ઊભી થતાં એફએસએલની મદદથી ડેમો કરાયો, જેમાં સાબિત થયું કે 50 કિલોની મૂર્તિ તૂટેલા કાચમાંથી બહાર કાઢવી અશક્ય હતી. આથી આંદરજના વ્યક્તિઓ પર શંકા કેન્દ્રિત થઈ.
આરોપીએ કરી કબૂલાત
પૂછપરછમાં રમેશ ભટ્ટે કબૂલ્યું કે તા. 4 ઓક્ટોબરની સાંજે આરતી પછી કિશોરે કહ્યું, “આપણે એક કાંડ કરવાનો છે.” સાંજે 7: 30 વાગ્યે કિશોરે લોખંડના પાઇપથી મંદિરના સાઇડ કાચ તોડ્યા, તાળું માર્યું અને રાત્રે 9:30 વાગે ખોલીને બંનેએ મૂર્તિને પર્વતની નીચે જંગલમાં ફેંકી દીધી. કિશોર મૂળ મહારાષ્ટ્રના છે અને અઢી વર્ષથી જૂનાગઢમાં છે, જ્યારે રમેશ ત્રણ મહિના પહેલાં સેવાદાર હતો અને હવે ફોટોગ્રાફર છે.પોલીસ તપાસમાં ખુલ્યું કે કિશોર દાનના પૈસામાંથી કટકી કરતો હતો. તેના કહેવા મુજબ, આ કાંડથી ભાવિકો વધશે, લાઇમલાઇટ મળશે અને કમાણીમાં વધારો થશે. આ ઘટના પછી બીજા દિવસે સાધુ-સંતો અને વહીવટીઓની હાજરીમાં મૂર્તિનું પુનઃસ્થાપન કરાયું. આ ઘટનાથી ગિરનારની આસ્થા પર આઘાત લાગ્યો છે, પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Dahod માં 55 ગધેડાની ચોરીની ફરિયાદ, પોલીસ પણ ચોંકી ગઈ!
Vadodara: બે લક્ઝરી બસ વચ્ચે ભયંકર અકસ્માત, બે મુસાફરોના મોત
Botad: હડદડમાં ભારે હિંસા બાદ AAP નેતાઓ સહિત 85 લોકો સામે નામજોગ FIR, જુઓ
Botad: હવે રિપોર્ટીંગ કરવું પણ ગુનો છે? BS9ની મહિલા પત્રકાર સાથે પોલીસનું ગેરવર્તન








