Gujarat politics: ગુજરાતમાં ભાજપની નાવ ડૂબવાને આરે!, અસંતોષ-જૂથવાદ ચરમસીમાએ, આ ઘટનાથી ભાજપની પડતીનો સંકેત!

  • Gujarat
  • October 19, 2025
  • 0 Comments

Gujarat politics: ગુજરાતમાં ભાજપમાં આંતરીક અસંતોષ અને જુથબંધીનો માહોલ યથાવત છે અને શિસ્ત જેવું કંઈ બચ્યું નથી પરાણે શિસ્ત બતાવવા ભાજપના મોવડીઓ મથામણ કરી રહયા છે પણ વાસ્તવિકતા કઈક જુદીજ છે.

નવા મંત્રીમંડળ સમયે મોટી મોટી વાતો થઈ પણ તેનું ગ્રાઉન્ડ લેવલે કોઈ મહત્વ નથી રહ્યું જેનું તાજું ઉદાહરણ વડોદરા જિલ્લાની પાદરા તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી છે, દિવાળી ઉપર મંત્રી મંડળ ચેન્જ કરી ભાજપે બે દિવસ ભારે પ્રચાર કર્યો પણ ઉલ્ટાનો જતે દિવસે અસંતોષ વધવાનો છે તે નક્કી છે વડોદરાના પાદરામાં APMCની ચૂંટણીમાં ભાજપના જ બે આગેવાનો સામસામે ટકરાયા તે વાત જ સાબિત કરે છે કે હવે ભાજપમાં પણ કોઈનો કંટ્રોલ રહ્યો નથી અને કોઈ કોઈને ગણતું નથી અને કોંગ્રેસવાળી થઈ છે.

અહીં ભાજપના જ બે જૂથ ટકરાયા છે જેના પરિણામ જાહેર થતાં વર્તમાન ધારાસભ્ય પ્રેરિત ભાજપની પેનલનો સફાયો થઇ જતા ભાજપની આબરૂનું લીલામ થયું છે. પૂર્વ ધારાસભ્યની પેનલના ખેડૂત વિભાગના તમામ ૧૦ ઉમેદવારોનો વિજય થયો છે.

પાદરા APMCના આ પરિણામને સ્થાનિક રાજકારણના આગામી દિવસો માટે એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. અહીં ભાજપ સામે ભાજપના જ ઉમેદવારોની પેનલ બનતા રાજકીય માહોલ ગરમાયો હતો.

આ ચૂંટણીમાં ભાજપને મોટો રાજકીય ફટકો લાગ્યો છે. પાદરા બજાર સમિતિના ખેડૂત મત વિભાગ ની ૧૦ બેઠકો માટે ગઇકાલે મતદાન થયું હતું.જેમાં ૬૦૦ થી વધુ મતદારોએ મતદાન કર્યું હતું. જેની મતગણતરી દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામા પ્રેરિત ખેડૂત સહકાર પેનલની શરૃઆતથી જ લીડ જોવા મળી હતી.

મજાની વાત એ પણ હતી કે બે ભાજપીઓની ટક્કરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનો પણ પૂર્વ ધારાસભ્યની પેનલની તરફેણમાં રહ્યા હતા. મતગણતરીના અંતે તમામ ૧૦ બેઠકો પર ખેડૂત સહકારી પેનલના ઉમેદવારો અગ્રેસર રહેતાં તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

આમ,પૂર્વ ધારાસભ્ય દીનુમામાનું ૩૦ વર્ષથી ચાલતું પ્રભુત્વ જળવાઇ રહ્યું હતું અને વર્તમાન ભાજપના ધારાસભ્ય ચૈતન્ય ઝાલા પ્રેરિત પેનલનો સફાયો થયો હતો પરિણામે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના અન્ય આગેવાનોમાં પણ કચવાટ જોવા મળ્યો હતો,અહીં ભાજપ જ ભાજપ સામે હોય ચુંટણી દરમિયાન અજીબ વાતાવરણ જોવા મળ્યું હતું.

પરિણામો જાહેર થયા તેમાં ચૂંટાયેલી પેનલમાં સૌથી વધુ મત પ્રવિણસિંહ સિંધાને ૪૪૮ મત મળ્યા હતા.જ્યારે સૌથી ઓછા મત દસમા ક્રમાંકે વિજેતા બનેલા વિક્રમસિંહ સિંધાને ૩૬૨ મળ્યા હતા. જેઓનો પરાજય થયો તે પેનલમાં સૌથી વધુ મત પ્રદ્યુમનસિંહ ચૌહાણને ૨૨૩ અને સૌથી ઓછા મત રાજેન્દ્રસિંહ રાજને ૧૭૬ મળ્યા હતા.

આ ચૂંટણીમાં ખાસ ચર્ચાની વાત એ રહી કે આગામી ચૂંટણીઓ દરમ્યાન ભાજપ સંગઠનને મજબૂત બનાવવા ટોચના નેતાઓ હુંકાર કરી રહયા છે પણ હવે સંગઠનનું તો દૂર કોઈ કોઈનું સાંભળતું નહિ હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે.

સી.આર.પાટીલની વિદાય બાદ હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષનો કાંટાળો તાજ જગદીશ પંચાલના માથા ઉપર મુકાયો છે ત્યારથી અસંતોષ ચરમસીમાએ છે,સુરત,રાજકોટ,સિદ્ધપુરમાં ઉપરા ઉપરી ભાજપના જ કાર્યકરો-આગેવાનો વચ્ચે જાહેરમાં ઝગડાના વાયરલ વીડિયો અને જામનગરના સિક્કા નગરપાલિકામાં આઠ ભાજપના કાઉન્સીલરો પક્ષ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જવાની ઘટના અને મંત્રી મંડળના વિસ્તરણ પહેલાજ ડાંગમાં પણ બે મોટા ભાજપ આગેવાનોએ પણ કેસરિયો ખેસ ગળામાંથી કાઢી નાખી કોંગ્રેસનો ખેસ પહેરી લેવાની ઘટના બાદ હવે વડોદરાના પાદરા APMC ની ચૂંટણીમાં ભાજપનાજ બે જૂથો વચ્ચે ચૂંટણી થઈ તે સૂચવે છે કે જૂથવાદ-અસંતોષ હવે ચરમસીમા ઉપર પહોંચ્યો છે અને અંદરોઅંદર બાખડવાનું ચાલુ છે જેની ઉપર કોઈનો કંટ્રોલ નથી અને શિસ્તભંગના પગલાં પણ ભરાતા નથી ત્યારે આગામી ચૂંટણીઓ સુધી શુ થશે તે તો સમયજ કહેશે.

આ પણ વાંચો:

BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો

 Ceasefire: આખરે પાકિસ્તાન- અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત, કોણે કરી મધ્યસ્થી?

Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી

Vadodara: જન્મદિવસ બન્યો અંતિમ દિવસ, દિવાળીની રોશની જોવા ગયેલા યુવકને કાળે બનાવ્યો કોળિયો

Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!