
Gujarat Budget 2025-26: આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં ગુજરાતના યુવાનો વિશ્વ ફલક ભરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરાશે. એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.
SC,ST અને OBC વર્ગ માટે લોન
SC,ST અને OBC વર્ગના યુવાનો માટે સ્વરોજગારી વધારવા ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવશે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરાઈ છે. આ બેંકેબલ યોજનામાં 10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે.
‘પઢાઇ ભી, પોષણ ભી’ યોજના માટે 617 કરોડ રુપિયાની જોગવાઇ
નાણામંત્રી કનુ દેસાઈએ કહ્યુ કે ‘પઢાઇ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ રુ. 617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.