
Gujarat Climate Change Department: ગુજરાતમાં પહેલો ક્લાઈમેટ ચેન્જ વિભાગ બનાવ્યો- મોદી
દિલીપ પટેલ
નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયા ગ્રીન ભવિષ્ય તરફ વધી રહ્યું છે. ગુજરાતમાં વર્ષો પહેલાં ક્લાઈમેટ ચેન્જ અગલ વિભાગ બનાવ્યો હતો. પુરા દેશને પ્રકૃતિ સાથે ભારત આગળ વધી રહ્યો છે.
ભારતનો ચારણકા સોલર પાર્ક બનાવ્યો હતો.
સુરતમાં તમામ બસો ઈલેક્ટ્રીક દોડશે.
હજીરા ગ્રીન સ્ટીલ એનર્જી માટે જાણીતું બનશે.
2026-27માં પર્યાવરણ જાળવણી અને ક્લાઇમેટ ચેન્જ સામેના પડકારોને પહોંચી વળવા માટે રૂ. 429 કરોડનું બજેટ ફાળવ્યું છે. જેમાં અગાઉની બજેટમાં 50 ટકાનો ઘટાડો કરાયો છે.
4 લાખ કરોડના બજેટામાં માત્ર 1 ટકો થાય છે.
રાજ્યની સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે ₹278 કરોડની મોટી જોગવાઈ કરવામાં આવી છે. 60 ટકા તો સરકારી ઈમારતો માટે છે.
ક્લીન એનર્જી અને સબસિડી
પ્રદૂષણ ઘટાડવા બેટરી સંચાલિત દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનો માટે ₹16 કરોડની સબસિડી જાહેર કરાઈ છે.ગૌશાળાઓ, પાંજરાપોળ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવી 70 જેટલી સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા ₹12 કરોડ ફાળવવામાં આવ્યા છે.
15નો સ્ટાફ છે. 2 કરોડ પગાર થાય છે. ગૃહ વિભાગમાં 2 લાખ કર્મચારીઓ છે.
જનજાગૃતિ અને અન્ય પહેલ
શાળાઓમાં બાળકો ક્લાઇમેટ ચેન્જ વિશે પ્રાયોગિક રીતે શીખી શકે તે માટે ₹9 કરોડની જોગવાઈ.પર્યાવરણની જાળવણી માટે વિવિધ પંચાયતો અને નગરપાલિકાઓમાં 1200 સુધારેલી સ્મશાનભઠ્ઠીઓ બેસાડવા ₹7 કરોડની ફાળવણી.પર્યાવરણ ક્ષેત્રે નવા સંશોધનો કરતા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા ₹5 કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારનો ક્લાઈમેટ ચેન્જ વિભાગ 2009–10માં સ્થાપવામાં આવ્યો હતો. તે ભારતનો પ્રથમ અને એશિયાના પ્રારંભિક રાજ્યસ્તરીય ક્લાઈમેટ ચેન્જ વિભાગોમાંનો એક માનવામાં આવે છે.
રાજ્યના 18થી વધુ વિભાગોને ક્લાઈમેટ ચેન્જ સંબંધિત કામગીરી માટે એકીકૃત કર્યા. ઊર્જા, કૃષિ, પાણી, વન, આરોગ્ય, શહેરી વિકાસ અને આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકલિત અભિગમ વિકસાવ્યો.
ગુજરાતનો રાજ્ય ક્લાઈમેટ એક્શન પ્લાન તૈયાર કર્યો.
જેમાં કૃષિ, જળ સંસાધન, દરિયાકાંઠા વિસ્તાર, વનો અને જૈવવિવિધતા, આરોગ્ય, ઊર્જા, પશુપાલન, આદિવાસી વિસ્તાર, શહેરી વિકાસ, ગ્રીન રોજગાર
ગ્રીનહાઉસ ગેસ ઇન્વેન્ટરી અને ગુજરાતના જિલ્લાવાર કાર્બન ઉત્સર્જનનું મૂલ્યાંકન કરીને 2023 સુધીના ઉત્સર્જનના આંકડા તૈયાર કરાયા.
વિભાગે GEDA અને અન્ય એજન્સીઓ સાથે મળીને સૌર ઊર્જા, પવન ઊર્જા, બાયોગેસ, ઊર્જા કાર્યક્ષમતા
પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપ્યું. 185 નદીઓના કિનારાઓ પર ગ્રીન બેલ્ટ વિકસાવવાની યોજના.
ગુજરાતમાં કાર્બન
કાર્બન ઉત્સર્જન (Carbon Emissions) માનવ પ્રવૃત્તિઓ અથવા કુદરતી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણમાં છોડવામાં આવતા કાર્બન આધારિત ગ્રીનહાઉસ વાયુઓ (Greenhouse Gases) છે.
કોલસો, પેટ્રોલ, ડીઝલ, ગેસ અથવા અન્ય ઇંધણથી કાર્બન ડાયોક્સાઇડ (CO₂) સહિતની વાયુઓ હવામાં છોડાય તેનાથી કાર્બન ઉત્સર્જન થાય છે.
ગુજરાતમાં કાર્બન ઉત્સર્જનથી વૈશ્વિક તાપમાનમાં વધારો, હીટવેવ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, દરિયાની સપાટી ઊંચી થવી, કૃષિ ઉત્પાદન પર અસર, માનવ આરોગ્ય પર વિપારીત અસર થાય છે.
મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ
કાર્બન ડાયોક્સાઇડ (CO₂) વીજ ઉત્પાદન, વાહનો, ઉદ્યોગોથી પેદા થાય છે.
એક કાર દર વર્ષે આશરે 1–4 ટન CO₂ ઉત્સર્જન કરી શકે છે.
મિથેન (CH₄) પશુપાલન, કચરાના ઢગલા, ચોખાની ખેતીથી પેદા થાય છે.
નાઇટ્રસ ઓક્સાઇડ (N₂O) રાસાયણિક ખાતરો, કૃષિ
ફ્લોરિનેટેડ ગેસો એર કન્ડિશનર, રેફ્રિજરેશન, ઉદ્યોગથી પેદા થાય છે.
ગુજરાતમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કોલસા આધારિત વીજ ઉત્પાદન, રિફાઇનરી અને પેટ્રોકેમિકલ ઉદ્યોગ, સિમેન્ટ અને કેમિકલ ઉદ્યોગ, રોડ ટ્રાન્સપોર્ટ, મોટા બંદરો અને લોજિસ્ટિક્સ ઉદ્યોગો દ્વારા થઈ રહ્યું છે.
2023 મુજબ કુલ ઉત્સર્જનમાં સૌથી વધારે હિસ્સો
વીજ ઉત્પાદન દ્વારા 24.66%, ઔદ્યોગિક ઊર્જા વપરાશ 17.40%, રોડ ટ્રાન્સપોર્ટ 10.47–13%,
કૃષિ અને પશુપાલનથી મધ્યમ અને કચરો અને ગટરથી ઓછા પ્રમાણમાં કાર્બન પેદા થાય છે.
ભારતના કુલ ઉત્સર્જનમાં ગુજરાતનો ફાળો આશરે 9.5%–10% છે. ગુજરાતનું કુલ કાર્બન ફૂટપ્રિન્ટ 2023માં કુલ ઉત્સર્જન લગભગ 261 મિલિયન ટન CO₂e છે. જે પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન 3.66 ટન CO₂e છે. 2005–2023 દરમ્યાન સરેરાશ વાર્ષિક વૃદ્ધિ 4.29% થયો છે.
જિલ્લાઓ
પાંચ જિલ્લાઓ મળીને ગુજરાતના ઉત્સર્જનના લગભગ 58% માટે જવાબદાર છે.
અમદાવાદ શહેર કુલ ઉત્સર્જનનો લગભગ 5.14% હિસ્સો ધરાવે છે. અમદાવાદમાં વાહનોCO₂ ઉત્સર્જનના આશરે 36% સુધી કરે છે.
ગુજરાતના મુખ્ય કાર્બન ઉત્સર્જન હોટસ્પોટ જિલ્લાઓ
રાજ્યના કુલ ઉત્સર્જનમાં કચ્છનો હિસ્સો 17.8%, જામનગર 13.13%, સુરત 10.57%, ખેડા 8.44%
ભરૂચ 7.97% ટકા કાર્બન પેદા કરે છે.
સૌથી ઓછું ઉત્સર્જન ધરાવતા જિલ્લાઓમાં બોટાદ 0.23%, છોટા ઉદેપુર 0.26%, અરાવલી 0.42%, સાબરકાંઠા 0.52% અને મહિસાબર 0.58%
હોટસ્પોટ જિલ્લાઓ
કચ્છ
2001ના ભૂકંપ પછી ઝડપી ઔદ્યોગિકીકરણના કારણે મુન્દ્રા અને કંડલા બંદરો, કોલ આધારિત વીજ ઉત્પાદન, સિમેન્ટ ઉદ્યોગ, મીઠા અને ખનિજ ઉદ્યોગ,
વિશાળ ઔદ્યોગિક ઝોન, ભારે માલવાહક પરિવહનના કારણે કચ્છ હોટસ્પોટ છે.
જામનગર
વિશ્વનું સૌથી મોટું રિફાઇનિંગ હબ, પેટ્રોકેમિકલ અને તેલ શુદ્ધિકરણ, ઊંચી ઊર્જા વપરાશના કારણે છે.
સુરત
ટેક્સટાઇલ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, હઝીરા, ઔદ્યોગિક વિસ્તાર તથા શહેરી પરિવહનના કારણે છે.
ભરૂચ
અંકલેશ્વર-પાનોલી-દહેજ ઔદ્યોગિક પટ્ટો, પેટ્રોકેમિકલ અને કેમિકલ ક્લસ્ટર, LNG અને ગેસ આધારિત ઉદ્યોગના કારણે છે.
અદાજે આર્થિક નુકસાન
વ્યાપક આર્થિક અસર GDP, કૃષિ, ઉદ્યોગ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત ગણીએ તો ગુજરાતને આશરે રૂ. 30,000 કરોડથી રૂ. 1 લાખ કરોડ કે તેનાથી વધારે દર વર્ષેં આર્થિક જોખમ હોઈ શકે છે.
2001થી 2025 સુધીમાં અંદાજિત કુલ હવામાન ફેરફારથી નુકસાન
ચક્રવાત – રૂ.30,000–45,000 કરોડ
પૂર અને અતિવૃષ્ટિ – રૂ.45,000–70,000 કરોડ
દુષ્કાળ – રૂ.20,000–35,000 કરોડ
ગરમીની લહેરો – રૂ.5,000–15,000 કરોડ
કુલ રૂ.1.0 લાખ કરોડથી રૂ.1.6 લાખ કરોડ
અંદાજે નુકસાન
સરકારી વળતર, જાહેર કરાયેલ નુકસાન, કૃષિ નુકસાન અને મુખ્ય આપત્તિઓના ઉપલબ્ધ આંકડાઓ પરથી તૈયાર કરાયેલા અંદાજિત (Indicative) વિશ્લેષણ છે, સત્તાવાર નથી.
અંદાજિત આર્થિક નુકસાન (રૂ. કરોડ)
2001 – ભૂજ ભૂકંપથી 15,000–20,000
2002 – દુષ્કાળ 2,000–3,000
2003 – દુષ્કાળ/ગરમી 1,500–2,500
2004 – મર્યાદિત અસર 500–1,000
2005 – ભારે વરસાદ 1,000–2,000
2006 – દક્ષિણ ગુજરાત પૂર 8,000–12,000
2007 – પૂર 2,000–4,000
2008 – પૂર અને કૃષિ નુકસાન 1,500–3,000
2009 – દુષ્કાળ 3,000–5,000
2010 – અમદાવાદ ગરમી લહેર 500–1,000
2011 – સ્થાનિક પૂર 1,000–2,000
2012 – દુષ્કાળ 4,000–6,000
2013 – વરસાદી નુકસાન 1,000–2,000
2014 – ચક્રવાત અને વરસાદ 1,000–2,000
2015 – ગરમી લહેર અને દુષ્કાળ 3,000–5,000
2016 – પાણી સંકટ 3,000–4,000
2017 – બનાસકાંઠા પૂર 7,000–10,000
2018 – અતિવૃષ્ટિ 2,000–4,000
2019 – વાવાઝોડા અને ભારે વરસાદ 3,000–5,000
2020 – વાવાઝોડા અસર અને વરસાદ 2,000–4,000
2021 – વાવાઝોડું 10,000–15,000
2022 – ભારે વરસાદ, ઉદ્યોગ નુકસાન 5,000–8,000
2023 – વાવાઝોડા 8,000–12,000
2024 – અતિવૃષ્ટિ, કૃષિ નુકસાન 4,000–7,000
2025 – પૂર, અતિવૃષ્ટિ, પાક નુકસાન 10,000–15,000
કાર્બન ઉત્સર્જનનું સૌથી મોટું નુકસાન એ છે કે તે ગુજરાતને વધુ ગરમ, વધુ અનિશ્ચિત વરસાદવાળું અને દરિયાકાંઠે વધુ જોખમી રાજ્ય બનાવી શકે છે.
પૃથ્વીનું તાપમાન એટલે કે, ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે.
CO₂ પૃથ્વીની ગરમીને વાતાવરણમાં અટકાવે છે. પરિણામે પૃથ્વી વધુ ગરમ બનતી જાય છે.
ગુજરાતમાં ગરમીની લહેરો વધી રહી છે. અમદાવાદ, રાજકોટ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધુ લાંબી અને વધુ તીવ્ર ગરમી જોવા મળે છે. ગરમ દિવસો અને ગરમ રાતો બંનેમાં વધારો નોંધાયો છે.
પરિણામે હીટસ્ટ્રોકથી વૃદ્ધો અને મજૂરો માટે આરોગ્ય જોખમ છે. વીજળીની માંગમાં વધારો છે. એર કન્ડીશનર પર વધુ નિર્ભરતા આવી છે. ખેતીના ઉત્પાદન પર અસર થઈ છે.
ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતા વધી રહી છે. ક્યારેક અતિવૃષ્ટિ, ક્યારેક દુષ્કાળ, વાવણી અને ઉત્પાદન પર અસર થઈ છે. કપાસ, મગફળી, જીરું, ઘઉં અને અન્ય પાકોની ઉપજ પર જોખમ વધારે છે.
કચ્છ, ભરૂચ, ભાવનગર, સુરત, વલસાડ અને પોરબંદર વિસ્તારમાં દરિયાઈ કાંઠે જમીનનું ધોવાણ, ખારું પાણી જમીનની અંદર પ્રવેશવું, ખેતીની જમીન ખારી બનવી છે.
મેન્ગ્રોવ અને દરિયાઈ ઇકોસિસ્ટમને નુકસાન થયું છે.
પૂર અને અતિવૃષ્ટિ દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠામાં થઈ છે.
ગરમ વાતાવરણ વધુ ભેજ વધતી હોવાથી ટૂંકા સમયમાં ભારે વરસાદ પડે છે.
માછીમારી
માછલીઓના સ્થળાંતર પેટર્ન બદલાતા આવક પર અસર પડે છે, ચક્રવાતોની તીવ્રતા વધી છે.
કચ્છમાં ગરમી, પાણીની અછત, દરિયાઈ અસર
સુરતમાં પૂર, ગરમી, સમુદ્ર સ્તર વધારો
ભાવનગરમાં ખારાશ, દરિયાકાંઠાનું ધોવાણ
ભરૂચમાં દરિયાઈ પાણીનું ઘૂસણખોરી, ઉદ્યોગજન્ય દબાણ
પોરબંદરમાં ચક્રવાત અને સમુદ્ર સ્તર વધારો
અમદાવાદ શહેરી ગરમી (Urban Heat Island)
વાહનોથી કાર્બન
ગુજરાતનું કુલ GHG ઉત્સર્જન હોવાનું જાહેર અભ્યાસોમાં દર્શાવ્યા પ્રમાણે આશરે 26.1 કરોડ ટન CO₂e હોય શકે છે. અંદાજે 40–50 કરોડ પરિપક્વ વૃક્ષો એક વર્ષમાં જેટલો કાર્બન શોષી શકે તેટલો કાર્બન થાય છે.
ગુજરાતનું કુલ GHG ઉત્સર્જન આશરે 26.1 કરોડ ટન CO₂e તે મુજબ માત્ર માર્ગ વાહનવ્યવહારનો ફાળો અંદાજે 15% જેટલો બેસે છે, જે રાજ્યના મુખ્ય ઉત્સર્જન સ્ત્રોતોમાંનો એક છે.
વાહનો
2024-25માં માલવાહક ટ્રક અને કોમર્શિયલ વાહનો 1.26 કરોડ ટન, કારો 1.09 કરોડ ટન, દ્વિચક્રી વાહનો 86 લાખ ટન, ટ્રેક્ટરો 34 લાખ ટન, રિક્ષાઓ 17 લાખ ટન,
જેમાં કારોનો ફાળો 1.0 થી 1.3 કરોડ ટન ગણી શકાય છે. એટલે કુલ ઉત્સર્જનના આશરે 4%–5% જેટલો ફાળો માત્ર કારોનો હોઈ શકે.
ગુજરાતમાં કારો દ્વારા કાર્બન ઉત્સર્જન થાય છે તેનો સરકારી આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ વાહનોની સંખ્યા અને સરેરાશ ઇંધણ વપરાશના આધારે અંદાજ કાઢી શકાય છે.
ગુજરાતમાં 2024-25 દરમિયાન લગભગ 49.5 લાખ કાર અને જીપ નોંધાયેલી હતી, જ્યારે 2026ની શરૂઆતમાં આ સંખ્યા 50–53 લાખ સુધી પહોંચી હોવાનું જણાવાયું છે.
એક સામાન્ય પેટ્રોલ કાર:
વર્ષે એક કાર આશરે 10,000–12,000 કિમી ચાલે તો તેમાં વર્ષે આશરે 800–1,000 લિટર ઇંધણ વાપરે છે. 1 લિટર પેટ્રોલ બળવાથી આશરે 2.3 કિલો CO₂ ઉત્પન્ન થાય છે. તેથી એક કારનું વાર્ષિક કાર્બન ઉત્સર્જન લગભગ 2 થી 2.5 ટન CO₂ પ્રતિ વર્ષ ગણી શકાય છે.
ગુજરાતમાં કારોની સંખ્યા અને અંદાજિત CO₂ કાર્બન ઉત્સર્જન વર્ષે ટનમાં છે.
2000-01 – 4.38 – 9થી 11 લાખ ટન
2010-11 – 12.18 – 24થી 30 લાખ ટન
2019-20 – 34.62 – 69થી 87 લાખ ટન
2024-25 – 49.54 – 99થી 124 લાખ ટન
2026 – 53.0 – 106થી 133 લાખ ટન
ગુજરાતમાં 53 લાખ કાર ગણતાં એક કાર સરેરાશ 2.2 ટન CO₂ પ્રતિ વર્ષ કાર્બન ઉત્સર્જન પ્રમાણે 53 લાખ કાર ગણતાં લગભગ 1 કરોડ 16 લાખ 60 હજાર ટન CO₂ માત્ર કારોથી દર વર્ષે ઉત્સર્જિત થતું હોઈ શકે છે.
વાહનોની સૌથી વધુ સંખ્યા ધરાવતા જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર છે.
આ પણ વાંચો:










