Gujarat Cattle Population: ગૌવંશનો હિસાબ મળતો નથી, 75 લાખની હત્યા કે કત્લ? ગુજરાતમાં ગુલાબી ક્રાંતિ બાદ હવે લેબ ક્રાંતિ

દિલીપ પટેલ
અમદાવાદ, 5 જૂન 2026
Gujarat Cattle Population: ગુજરાત પશુધન વસ્તી વિશ્લેષણ અને 2026ના અંદાજો ઘણા ચોંકાવનારા છે. સત્તાવાર વિગતો પ્રમાણે 2012 અને 2019ના આધારે 2026 માટેનો વસ્તી અંદાજો ગુજરાતના પશુપાલકો અને સરકાર માટે ચિંતાજનક છે. જે ગુલાબી ક્રાંતિ તરફ સંકેત આપે છે.

ગૌ હત્યાનો વિરોધ કરતા હિંદુ રાજકારણ અને હિંદુ સંગઠનો છતાં ગુજરાતમાં ભાજપના રાજમાં ગુલાબી ક્રાંતિ ગુજરાતમાં થઈ છે. 2030માં ગૌ વંશ બચશે નહીં તેથી ગૌવંશનું ભાજપનું રાજકારણ ખતમ થશે અને તેણે શંકરાચાર્ય અને હિંદુ સંગઠનનો તથા વિરોધ પક્ષના ગૌ બચાવો આંદોલનનો સામનો કરવો પડશે.

ગાય અને બળદ
ગુજરાતમાં 2019ના સરકારી આંકડા પ્રમાણે વિદેશી ગાયો 33 લાખ છે, બળદ 1 લાખ 36 હજાર છે. દેશી ગાયોની વસતી 62 લાખ અને બળદ 18 લાખ છે.

કુલ બળદ
કુલ બળદ 19 લાખ 40 હજાર છે. ગાય 95 લાખ છે.
કુદરતી જન્મદર પ્રમાણે 95 લાખ બળદ હોવા જોઈતા હતા પણ 19 લાખ 40 હજાર છે. તેનો મતલબ કે 75 લાખ 60 હજાર બળદ ગુમ છે. કાંતો તે મરી ગયા છે કાંતો તેને મારી નંખ્યા છે. જો તેની સાથે ગુમ ગાયની સંખ્યા ઉમેરવામાં આવે તો 1 કરોડ આસપાસ ગુમ હોઈ શકે છે.

ગાય અને ભેંસ માટે 2021થી શરૂ થયેલી સેક્સ્ડ સીમેન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો તે પહેલાંના આંકડા છે. હવે પછી 2030માં પશુધન વસ્તી ગણતરી થશે ત્યારે બળદ અને પાડાની સંખ્યા 2 ટકા જેવી થઈ શકે છે. તેની સીધો મતલબ કે 2030 સુધીમાં ગુજરાત નર ગૌવંશ અને નર ભેંસ વંશ રહિત થઈ જશે.

શ્વેતક્રાંતિ અને ખેતીમાં ટેકનોલોજી ક્રાંતિ તથા લેબ ક્રાંતિએ હત્યા અને કતલખાનાની હત્યા કરવામાં ગુજરાત સરકાર, ડેરી અને પશુપાલકોને સહેજ પણ સંકોચ થયો નથી.

હવે નરનો સત્યાનાશ વધશે  
પશુઓની હત્યા બાદ હવે 2021થી સેક્સ્ડ સીમેન ટેકનોલોજી આવતા, સરકાર અને ડેરી દ્વારા 68 હજાર સેક્સ્ડ સીમેન ટેકનોલોજીથી આજ સુધી બચ્ચા પેદા થયા છે. માત્ર 10 ટકા નરનો જન્મ થશે. તેમાં 1 ટકા બચશે.

જન્મ
ગુજરાતમાં વર્ષે સરેરાશ 50થી 57 લાખ બચ્ચા જન્મે છે. જેમાં 50 ટકા નર અને 50 ટના માદા હોય છે.  જેમાં પુખ્ત 40 લાખ ગાયો અને પુખ્ત ભેંસ 50 લાખ છે. 15થી 18 મહિને એક બચ્ચાનો જન્મ થાય છે. બપશુઓમાં સરેરાશ વાર્ષિક જન્મદર 60થી 65% હોય છે. ગાયના વાછરડા અને વાછરડી 22થી 25 લાખ અને ભેંસના પાડા અને પાડી વર્ષે 28થી 32 લાખ હોય છે.

પાડા અને બળદની વસ્તી 50 ટકા હોવી જોઈએ પણ 80 ટકા માદા છે અને 20 ટકા નર છે. તેનો સીધો મતલબ કે નરને મારી નાખવામાં આવે છે અથવા કતલખાને મોકલવામાં આવે છે.

ગંભીર બાબત
દેશી ગાયોની વસ્તીમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. સૌથી ગંભીર બાબત એ છે કે ગુજરાતમાં દેશી ગાયોની કુલ સંખ્યામાં -22.72% નો મોટો ઘટાડો નોંધાયો છે. જે 80.57 લાખ દેશી ગાયો ઘટીને 62.26 લાખ થઈ છે.

દેશી ગૌવંશમાં નર પશુઓમાં જે બળદ અને આખલા લુપ્તતા તરફ છે. દેશી નર પશુઓની સંખ્યામાં -38.84%નો જંગી ઘટાડો થયો છે. ખેતીમાં ટ્રેક્ટરોના વધતા ઉપયોગ અને યાંત્રિકીકરણના કારણે આ પશુઓની ઉપયોગીતા ઘટી રહી છે, જે ખૂબ ચિંતાજનક બાબત છે.

દૂધ આપતી દેશી ગાયોમાં ઘટાડો:
દૂધ આપતી શુદ્ધ દેશી ગાયોની સંખ્યા પણ -17.04% ઘટી છે, જે ભવિષ્યમાં ગીર અને કાંકરેજ જેવી ઉત્તમ નસ્લો માટે જોખમ સમાન છે.

વિદેશી ગાયો વધી
ક્રોસ બ્રિડ એટલે કે વિદેશી અને મિશ્ર નસલની ગાયોમાં મોટો ઉછાળો આવ્યો છે. ક્રોસ બ્રિડ પશુઓની સંખ્યામાં 76.84%નો જબરદસ્ત વધારો થયો છે. પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન માટે ક્રોસબ્રીડ ગાયો તરફ વળ્યા છે. તેથી માદા પશુઓ 88.58% વધ્યા છે. દેશી ગાયોની સામે વિદેશી નસ્લની ગાયો વધી રહી છે.

કુલ ગાયોમાં ઘટાડો:
ક્રોસબ્રીડ વધવા છતાં, દેશી ગાયોના મોટા ઘટાડાને કારણે ગુજરાતમાં ગાયોની કુલ વસ્તીમાં -3.51%નો ઘટાડો જોવા મળ્યો છે.

વર્ષ 2026 માટે પશુધનની સંખ્યાનો અંદાજ 2012 થી 2019 વચ્ચેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દરના ટ્રેન્ડના આધારે ગાણિતિક મોડલ દ્વારા વર્ષ 2026માં દરેક પશુની અંદાજિત સંખ્યા ગણ ગંભીર છે.

પશુધન વર્ગીકરણ વર્ષ 2012 વર્ષ 2019 ફેરફાર (%)અંદાજિત ફેરફર વર્ષ 2026.

ક્રોસ બ્રિડ
2012માં 19,26,703
2019માં 34,07,189
વધારો +76.84%
2026માં 60,25,286

બળદ
2012માં 1,92,542
2019માં 1,36,937
ઘટાડો -28.8८%
2026માં 97,390

વિદેશી ગાય
2012માં 17,34,161
2019માં 32,70,252
વધારો +88.5%
2026માં 61,66,986

દેશી ગાય
2012માં 80,57,250
2019માં 62,26,448
ઘટાડો -22.72%
2026માં 48,11,648

દેશી બળદ  
2012માં 30,24,057
2019માં 18,49,804
ઘટાડો -38.84%
2026માં 11,31,256

દેશી ગાય
2012માં 50,32,493
2019માં 43,76,644
ઘટાડો -13.03%
2026માં 38,06,267

કુલ ગાય – બન્ને થઈને કુલ ગાયની સંખ્યા.
2012માં 99,83,953
2019માં 96,33,637
ઘટાડો -3.51%
2026માં 92,95,612

ભવિષ્યનું તારણ
વર્ષ 2026 સુધીમાં, જો આ જ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ગુજરાતમાં પહેલીવાર ક્રોસ બ્રિડ ગાયોની સંખ્યા 60.25 લાખએ પહોંચી જશે. દેશી ગાય 48.11 લાખ કરતાં ઘટી જશે. દેશી ગાયો અને બળદોના સંરક્ષણ માટે સરકારી સ્તરે તાત્કાલિક વિશેષ નીતિ ઘડવી અનિવાર્ય બને છે.

આગામી 10 વર્ષમાં સ્થિતિ
જો પશુધનની વસ્તીનો આ જ ટ્રેન્ડ (CAGR) આગામી 10 વર્ષ એટલે કે વર્ષ 2037 સુધી ચાલુ રહેશે, તો ગુજરાતમાં પશુપાલન, ખેતી અને ડેરી ઉદ્યોગમાં ખૂબ જ ગંભીર અને અભૂતપૂર્વ સ્થિતિ ઊભી થશે.

આગામી 10 વર્ષમાં
દેશી નસ્લો સંપૂર્ણપણે લુપ્ત થવાના આરે પહોંચશે.
દેશી ગાયમાં મોટો ઘટાડો:
વર્ષ 2012 માં ગુજરાતમાં દેશી ગાયોની સંખ્યા લગભગ 80.57 લાખ હતી. જો આ જ ગતિથી ઘટાડો ચાલુ રહ્યો, તો આગામી 10 વર્ષમાં (2037 સુધીમાં) દેશી ગાયોની સંખ્યા ઘટીને માત્ર 32 થી 35 લાખની આસપાસ રહી જશે.

ગીર અને કાંકરેજ પર જોખમ:
ગુજરાતની શાન ગણાતી ‘ગીર’ અને ‘કાંકરેજ’ જેવી શુદ્ધ દેશી નસ્લો લુપ્ત થવાના આરે આવી જશે, જેના કારણે ભવિષ્યની પેઢીઓને શુદ્ધ એ-2 (A2) દૂધ મળવું મુશ્કેલ બનશે.

બળદ અને આખલાનો સફાયો કૃષિ સંકટ:
ડેટા દર્શાવે છે કે દેશી નર પશુઓમાં દર વર્ષે મોટો ઘટાડો થઈ રહ્યો છે. આગામી 10 વર્ષમાં ગુજરાતના ગામડાઓમાંથી બળદો લગભગ અદ્રશ્ય થઈ જશે.

આંકડાકીય સ્થિતિ:
ક્રોસ બ્રિડ નર પશુઓની સંખ્યા જે 2019 માં 1.37 લાખ હતી, તે 2037 સુધીમાં ઘટીને 50,000 થી પણ ઓછી થઈ જશે.
ખેતી સંપૂર્ણપણે ટ્રેક્ટર અને મશીનો પર નિર્ભર થઈ જશે, જેનાથી નાના ખેડૂતોનો ખેતી ખર્ચ વધશે.

ગુજરાતના ડેરી સેક્ટર પર ‘ક્રોસ બ્રિડ’ નું સંપૂર્ણ વર્ચસ્વ આવી જશે.

ક્રોસ બ્રીડની વસ્તીમાં વિસ્ફોટ:
ક્રોસબ્રીડ ગાયોનો વસતી વધારો ખૂબ ઊંચો એટલે કે 88.58% છે. જે આગામી 10 વર્ષમાં ગુજરાતમાં ક્રોસબ્રીડ ગાયોની સંખ્યા 1 કરોડને પાર કરી જશે.

દૂધ ઉત્પાદનમાં વધારો પરંતુ ગુણવત્તાનો પ્રશ્ન:
રાજ્યમાં દૂધનું કુલ ઉત્પાદન ચોક્કસપણે વધશે કારણ કે ક્રોસબ્રીડ ગાયો વધુ દૂધ આપે છે. પરંતુ, તેની સામે એ-1 (A1) દૂધનું પ્રમાણ વધશે જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ દેશી ગાયના દૂધ જેટલું ઉત્તમ નથી મનાતું. એ 2 દૂધ ઘણું ઓછું થઈ જશે.

પશુપાલકો માટે આર્થિક બોજ અને રોગચાળાનું જોખમ વધશે. હવામાન પરિવર્તન સામે નબળાઈ દેખાશે. ક્રોસ બ્રિડ (વિદેશી નસ્લની) ગાયો ગુજરાતની અતિશય ગરમી સહન કરી શકતી નથી. આગામી 10 વર્ષમાં જેમ ગ્લોબલ વોર્મિંગ વધશે, તેમ આ પશુઓમાં રોગચાળો લમ્પી સ્કિન કે અન્ય વાઇરસ ફેલાવવાનું જોખમ બમણું થઈ જશે.

જાળવણી ખર્ચમાં વધારો:
ક્રોસ બ્રિડ પશુઓ પાછળ મેડિકલ અને મોંઘા ઘાસચારાનો ખર્ચ ઘણો વધારે હોય છે, જેના કારણે નાના પશુપાલકો દેવાના બોજ હેઠળ દબાઈ શકે છે. વર્ષ 2037નું ચિત્ર (એક નજરે અંદાજ)પશુધન પ્રકારવર્તમાન ટ્રેન્ડ અને આગામી 10 વર્ષની સ્થિતિ ક્રોસ બ્રિડ ગાયની વસ્તી વધીને 1.1 કરોડથી વધુ થશે.

ડેરી ઉદ્યોગમાં 80% હિસ્સો વિદેશી ગાયોનો હશે. દેશી ગાયોની વસ્તી ઘટીને અડધી એટલે કે 34 લાખ ની આસપાસ થઈ જશે. સમગ્ર રાજ્યમાં ગણતરીના બળદો જ બચશે. બળદ આધારિત ઓર્ગેનિક ખેતી બંધ થઈ જશે.

બચાવ માટે શું કરવું જરૂરી છે?
જો આ ગંભીર સ્થિતિ અટકાવવી હોય, તો સરકારે આગામી 10 વર્ષ માટે નવી નીતિ લાવવી પડશે.  દેશી ગાય રાખતા પશુપાલકોને વિશેષ આર્થિક સબસિડી કે પ્રોત્સાહન આપવું પડશે. દેશી ગાયના દૂધ (A2 Milk) ના ઊંચા ભાવ પશુપાલકોને મળે તેવી વ્યવસ્થા કરવી પડશે. કૃત્રિમ બીજદાનમાં દેશી નસ્લોને અગ્રતા આપવી પડશે.

ગાયો ઘટવાનું કારણ
દેશી બળદ કે નર પશુઓની સંખ્યા ઘટવા પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ આ બંને અને પશુપાલનની આખી અર્થવ્યવસ્થા સાથે જોડાયેલા કારણો જવાબદાર છે.

જો કે, વૈજ્ઞાનિક અને આર્થિક દૃષ્ટિકોણથી આ પાછળના મુખ્ય કારણોમાં નવી ટેકનોલોજી અને જન્મદરનું નિયંત્રણ વર્તમાન સમયમાં નર પશુ ઓછા થવાનું સૌથી મોટું અને વૈજ્ઞાનિક કારણ ‘સેક્સ્ડ સીમેન ટેકનોલોજી’નો ઉપયોગ છે.

માત્ર વાછરડીઓનો જ જન્મ આ ટેકનોલોજીથી 90% છે.

પશુપાલકો પોતે જ ઈચ્છે છે કે તેમના ઘરે નર પશુ (વાછરડો) ન જન્મે, કારણ કે દૂધ ઉત્પાદનમાં તેનો કોઈ ઉપયોગ નથી હોતો. આથી જન્મદર પદ્ધતિસર રીતે નિયંત્રિત કરવામાં આવ્યો છે.

ટ્રેક્ટર અને આધુનિક મશીન આવવાને કારણે ખેતીમાં બળદોની જરૂરિયાત લગભગ શૂન્ય થઈ ગઈ છે.  પાલનપોષણનો ખર્ચ: બળદ કે નર પશુ દૂધ આપતા નથી. આજના સમયમાં મોંઘા ઘાસચારા અને ખાણ-દાણના જમાનામાં બિન-ઉત્પાદક પશુને સાચવવું એ ગરીબ કે મધ્યમ પશુપાલન માટે આર્થિક રીતે અશક્ય બની જાય છે.

કતલખાને જવાની બાબતના કાયદા છે.

અન્ય રાજ્યોમાં તસ્કરીની આશંકા: કાયદો ખૂબ જ કડક હોવા છતાં, ઘણીવાર બિનઉપયોગી નર પશુઓને પશુ પાલકો રખડતા મૂકી દે છે અથવા ઓછી કિંમતે વેચી દે છે, જે નબળા વહીવટના કારણે ક્યારેક ગેરકાયદેસર રીતે કતલખાને અથવા અન્ય રાજ્યોમાં (જ્યાં પ્રતિબંધ નથી ત્યાં) ધકેલાઈ જવાની આશંકાઓ અખબારી અહેવાલોમાં આવતી રહે છે.

સેક્સ્ડ સીમેન ટેકનોલોજી
સત્તાવાર આંકડા
ગુજરાતમાં સેક્સ્ડ સીમેન ટેકનોલોજીનો સત્તાવાર પ્રારંભ અને મોટા પાયે ઉપયોગ જૂન 2021થી વધાવા લાગ્યો છે.

પાટણ ખાતે આવેલી સરકારી ગુજરાત બોવાઇન સીમેન સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે. 2018-19માં મંજૂર થયેલા આ પ્રોજેક્ટમાં જૂન 2021થી ઉત્પાદન શરૂ થયું હતું. ભારત સરકાર દ્વારા 8 લાખ સેક્સ્ડ સિમેન ડોઝ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2026 સુધીમાં, સંસ્થાએ 8 લાખ ડોઝનું ઉત્પાદન કર્યું હતું. ભેંસ અને ગાય માટે કુલ વપરાયેલા ડોઝ, 3 લાખ 41 હજાર અપાયા હતા.
ગર્ભધારણ, 64 હજાર 500 થયા હતા. જન્મ 37 હજાર 469, જેમાં માદા વાછરડા અને પાડા 34 હજાર 184 હતા. અને નર 3 હજાર 285 હતા. 91.23 ટકા માદા જન્મનો સફળતા દર દર્શાવે છે.

2025-26માં ગુજરાતના દૂધ સંઘોએ 7 લાખ ફ્રોઝન વીર્ય ડોઝનું ઉત્પાદન કર્યું અને 3 લાખ 35 હજાર ગર્ભાધાન કર્યા. 52 હજાર ગર્ભાવસ્થા અને 31 હજાર જન્મ થયા, જેમાંથી 24,968 લગભગ 81 ટકા માદા વાછરડાં હતા.

આમ સરકાર અને ડેરી દ્વારા 68 હજાર સેક્સ્ડ સીમેન ટેકનોલોજીથી આજ સુધી બચ્ચા પેદા થયા છે.

પુરુષ વીર્યમાં બે પ્રકારના રંગસુત્રો “Y” રંગસૂત્ર પુરુષ સંતાનમાં પરિણમે છે, “X” રંગસૂત્ર સ્ત્રી સંતાનમાં પરિણમે છે

સામાન્ય પરિસ્થિતિમાં, પુરુષ કે સ્ત્રી જન્મની સંભાવના લગભગ 50:50 હોય છે.

ડોઝનો ઉત્પાદન ખર્ચ 710 રૂપિયા છે. સરકારે શરૂઆતમાં ખેડૂતો પાસેથી પ્રતિ ડોઝ 300 રૂપિયા વસૂલ્યા હતા, જે હવે ઘટાડીને માત્ર 50 રૂપિયા પ્રતિ ડોઝ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 

Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ! – thegujaratreport.com

Gujarat Political Spying: જનતાના કરોડો રૂપિયા નેતાઓની જાસૂસીમાં સ્વાહા! ગુજરાતમાં કેશુભાઈના સમયથી શરૂ થયેલી ‘સ્પાય ગેમ’ હવે AI સુધી પહોંચી – thegujaratreport.com

Dudhsagar Dairy SNF Price Scam: દૂધનાં ભાવ તો વધ્યા પણ ડેરીમાં પશુપાલકોનું શોષણ કેવું છે? – thegujaratreport.com

Related Posts

Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ!
  • June 5, 2026

Dhrangadhra Solar Project Corruption: ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી લાવવાના બહાને સરકારે મૂડીપતિઓ માટે ભ્રષ્ટાચારના ખુલ્લા દ્વાર મૂકી દીધા છે. સામાન્ય નાગરિક નાના નિયમનો ભંગ કરે તો તંત્ર લાકડી લઈને…

Continue reading
Gujarat Political Spying: જનતાના કરોડો રૂપિયા નેતાઓની જાસૂસીમાં સ્વાહા! ગુજરાતમાં કેશુભાઈના સમયથી શરૂ થયેલી ‘સ્પાય ગેમ’ હવે AI સુધી પહોંચી
  • June 5, 2026

Gujarat Political Spying: ગુજરાતમાં સત્તા ટકાવી રાખવા અને વિરોધીઓને કચડી નાખવા માટે સરકારી નાણાંનો કેવો દુરુપયોગ થાય છે, તેનો એક સળગતો પુરાવો જાસૂસીનો આ કાળો ઈતિહાસ છે. વર્ષ ૨૦૦૧ પહેલા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

RBI Gold Reserve Controversy: મોદીજી, ૧૨ અબજ ડોલરનું સોનું ક્યાં ગયું? સત્ય છુપાવવા સરકારનો ‘ફેક્ટ ચેક’ નો આડંબર

  • June 6, 2026
  • 0 views
RBI Gold Reserve Controversy: મોદીજી, ૧૨ અબજ ડોલરનું સોનું ક્યાં ગયું? સત્ય છુપાવવા સરકારનો ‘ફેક્ટ ચેક’ નો આડંબર

India Census Data Controversy: વિકાસના અસલી જનાજાને છુપાવતી સરકાર! ડિજિટલ જનગણના ૨૦૨૬ ના આંકડા બદલવા માટે કર્મચારીઓ પર દબાણ

  • June 6, 2026
  • 2 views
India Census Data Controversy: વિકાસના અસલી જનાજાને છુપાવતી સરકાર! ડિજિટલ જનગણના ૨૦૨૬ ના આંકડા બદલવા માટે કર્મચારીઓ પર દબાણ

Brand India Failure: ગેરકાયદે બાંધકામોથી લઈને નબળી શહેરી યોજના સુધી, ભારતના શહેરોની સમસ્યાઓ પર ગંભીર સવાલો

  • June 6, 2026
  • 5 views
Brand India Failure: ગેરકાયદે બાંધકામોથી લઈને નબળી શહેરી યોજના સુધી, ભારતના શહેરોની સમસ્યાઓ પર ગંભીર સવાલો

Gujarat Cattle Population: ગૌવંશનો હિસાબ મળતો નથી, 75 લાખની હત્યા કે કત્લ? ગુજરાતમાં ગુલાબી ક્રાંતિ બાદ હવે લેબ ક્રાંતિ

  • June 6, 2026
  • 8 views
Gujarat Cattle Population: ગૌવંશનો હિસાબ મળતો નથી, 75 લાખની હત્યા કે કત્લ? ગુજરાતમાં ગુલાબી ક્રાંતિ બાદ હવે લેબ ક્રાંતિ

India Push-In Deportation: બાંગ્લાદેશના ગંભીર ‘Push-In’ ના આરોપો પર સીધો જવાબ આપવાનું ટાળતી ભારત સરકાર

  • June 6, 2026
  • 6 views
India Push-In Deportation: બાંગ્લાદેશના ગંભીર ‘Push-In’ ના આરોપો પર સીધો જવાબ આપવાનું ટાળતી ભારત સરકાર

Supreme Court: સુપ્રીમ કોર્ટના નવા મુસદ્દામાં એઆઈ દ્વારા ન્યાયિક ચુકાદાઓ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધનો પ્રસ્તાવ

  • June 6, 2026
  • 10 views
Supreme Court: સુપ્રીમ કોર્ટના નવા મુસદ્દામાં એઆઈ દ્વારા ન્યાયિક ચુકાદાઓ લેવા પર સંપૂર્ણ પ્રતિબંધનો પ્રસ્તાવ