
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના મહામંત્રી રાજેશ સોનીની રાજ્યની સાયબર ક્રાઈમ શાખા દ્વારા મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ધરપકડની જાણકારી આપી હતી તેમજ ગુજરાત કોંગ્રેસે પણ અંગે ટ્વીટ કર્યું છે જે બાદ આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
મહામંત્રી રાજેશ સોનીની ધરપકડનું કારણ શું?
પ્રાથમિક માહિતી અનુસાર, રાજેશ સોનીની ધરપકડ વર્ષ 2024માં સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટને લઈને કરવામાં આવી છે. જોકે, આ પોસ્ટની વિગતો અને તેનાથી સંબંધિત ચોક્કસ આરોપો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. રાજ્યની સાયબર ક્રાઈમ શાખા દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોવાની અટકળો પણ જોર પકડી રહી છે.
ગુજરાત કોંગ્રેસના આક્ષેપ
ગુજરાત કોંગ્રેસે ટ્વીટ કરી આક્ષેપ લગાવ્યો છે કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીની સોશિયલ મીડિયા પર વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોશિયલ મીડિયાના ચેરમેન સુપ્રિયા શ્રીનેતની અમુક પોસ્ટ મૂકી એના લીધે આ કાર્યવાહી કરવામાં આવી છે , જો કોંગ્રેસના કાર્યકર્તાને હેરાન કરવામાં આવશે તો ભાજપ સરકારની આવી તાનાશાહી સામે ગુજરાત કોંગ્રેસ હંમેશા કાર્યકર્તા સાથે ઊભું રહેશે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજેશ સોનીને ઘેર રાત્રે ૨.૦૦ કલાકે CID ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કર્મચારી આવીને તેમની ધરપકડ કરીને ગાંધીનગર લઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર વિપક્ષના નેતા @RahulGandhi જી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સોશિયલ મીડિયાના ચેરમેન @SupriyaShrinate જી ની… pic.twitter.com/nbOP629btc
— Gujarat Congress (@INCGujarat) June 6, 2025
શું રાજકીય દબાણ હેઠળ કરાઈ આ કાર્યવાહી?
આ ઘટના બાદ ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે. આ ધરપકડને લઈને રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાકનું માનવું છે કે, સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને આધારે આ કાર્યવાહી રાજકીય દબાણ હેઠળ કરવામાં આવી હોઈ શકે છે. જોકે, સાયબર ક્રાઈમ શાખા દ્વારા હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, જેના કારણે અટકળોને વધુ વેગ મળી રહ્યો છે.
આ પણ વાંચો:
Bengaluru Stampede: પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ, 4 આરોપીઓની ધરપકડ
Bakrid 2025 : ગુજરાતમાં બકરી ઈદને લઈને જાહેરનામું , જાણો આ વખતે કયા પ્રતિબંધો લાદવામાં આવ્યા
Gujarat Weather Update: ગુજરાતનાઆ જિલ્લાઓમાં આજે છુટાછવાયા વરસાદની આગાહી
UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો
Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?
Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન
ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?
Gujarat Weather: આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ
Toronto firing: કેનેડાના ટોરોન્ટોમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત, પાંચ લોકો ઘાયલ