11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

મહેશ ઓડ

Gujarat Education Website:  ‘શિક્ષણ વિભાગમાં મને કંઈ ખબર પડતી નથી, ક્યાકથી શું આવીને ઉભુ થઈ જાય. રોજ ચાલુ ને ચાલુ, TET અને TAT. ભરતીઓ ચાલુ છે તો પણ. સરકારી નોકરી, સરકારી નોકરી, તમે તમારા ભાઈઓની નોકરી ઘટાડી રહ્યા છો, સરકારી શાળામાં લોકોનો ક્રેસ ઘટતો જાય છે, તો સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કેવી રીતે કરીએ. કામ એવું કરો કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વધુને વધુ આવે. તો નોકરી મળશે. સરકારી નોકરી થઈ થઈને કેટલી થવાની!.. આ શબ્દો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના.

આજે ઉચ્ચ ડિગ્રીઓ મેળવી યુવાનો શિક્ષકની નોકરી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન શિક્ષક બનવા માગતાં યુવાનો માટે ખતરારુપ છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલના વાત પરથી લાગે છે કે હવે સરકારમાં શિક્ષકો માટે નોકરી રહી નથી. સરકારમાં પણ શિક્ષકોને નોકરી આપે તેવી તાકાત રહી નથી. ભાજપા માત્ર ભરતીની જાહેરાતો કરી દે છે અને પછી ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે, તેવા સતત નિવેદનો વાગોળ્યા કરે છે. આ ટૂંક સમયની આશા યુવાનો બેકાર બનાવી રહી છે. પોતાની વેબસાઈટને અભણ રાખતી આ ભાજપા સરકાર બાળકોને શું ભણાવશે!

2014થી વેબસાઈટ અપડેટમાં આંકડા અપડેટ થયા નથી

ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ ન કરી શકતી હોય તો તે નોકરી શું આપવાની?. છેલ્લા 11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટમાં પ્રવેશ ઉત્સવના આંકડા, કેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો, તેમાં છોકરી અને છોકરાઓનું કેટલું પ્રમાણ છે. આ સહિતની માહિતી વર્ષ 2014થી અપડેટ કરાઈ નથી. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી રુષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની અને વહીવટી અધિકારીની માહિતી અપટેડ કરાઈ છે. મતલબ શિક્ષણની આંકડાકીય માહિતી અપડેટ થતી નથી. મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી જેવા નેતાઓની ફટાફટ માહિતી અપડેટ થઈ જાય છે. સરકાર જેટલી પોતાની માહિતી અપડેટ કરે છે તેટલી ઝડપે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નિર્ણય ન લઈ શકે. સરકાર પોતાનું બધી જ માહિતી અપડેટ કરતી હોય તો વિદ્યાર્થીના પ્રવેશના આંકડા કેમ અપડેટ કરતી નથી. શું સરકાર કંઈ છૂપાવવા માગે છે?

1998-99 થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્‍સવનો કાર્યક્રમ અમલમાં મુકાયો હતો. ત્યારથી વર્ષ 2014 સુધીની માહિતી વેબસાઈટમાં ઉપલબ્ધ છે. પણ ભાજપાની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ કરવામાં આવી નથી. તો કેમ કરવામાં આવી નથી તેવા સવાલો થઈ રહ્યા છે. પોતાની માહિતી અપડેટ થઈ જાય છે. તો વિદ્યાર્થીઓના હિતની કેમ નહીં?

તેમાં પણ પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-1માં દાખલ થયેલા વિધ્યાર્થીઓની સંખ્યાના આંકડા 2003-2004થી 2012-2013ના જ આકડાં છે. મતલબ આ માહિતી 12 વર્ષથી થવા આવ્યા પણ અપડેટ થઈ નથી.

ભૂપેન્દ્ર પટેલ સરકાર શિક્ષકોને બાળકો એકત્રિત કરવાના ધંધે લગાડે છે. એવું કહીને કે વિદ્યાર્થી હશે તો નોકરી હશે. જો કે હકીકત એ છે કે સરકારી શાળામાં શિક્ષણ સારુ નથી. શિક્ષકો નથી. તો પછી વાલીઓ પોતાના બાળકો કેમ સરકારી શાળામાં ભણવાવે. પહેલા પોતે સરકારે શિક્ષણમાં સુધારો કરવો પડશે. તો વાલીઓ આપો આપ પોતાના સંતાનોને  સરકારી શાળાઓમાં ભણાવશે. તો વિદ્યાર્થીઓઓને અગાઉથી એકત્રિત કરવાની નોબત પણ નહીં આવે.

2,462 શાળાઓ ફક્ત 1 જ શિક્ષક

ગુજરાતમાં 2,462 પ્રાથમિક શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે, જે 87,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. ત્યારે માત્ર એક શિક્ષક બાળકોને કેવી રીતે ભણાવી શકે. એક શિક્ષક દ્વારા બહુવિધ ધોરણો ભણાવવાથી શિક્ષણની ગુણવત્તા ઘટે છે. હજારોની સંખ્યામાં એક શિક્ષકથી ચાલે તે મુખ્યમંત્રીને દેખાતું નથી અને દોષનો ટોપલો શિક્ષકો પર ઢોળે છે. અને કહે છે રોજ ચાલુ ને ચાલુ, TET અને TAT. તો ઉમેદવારો સરકાર નિષ્કાળજી દાખવે તો સામે પડવાના જ છે.

આ પણ વાંચો:

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

  • August 5, 2025
  • 6 views
Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

  • August 5, 2025
  • 5 views
Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

  • August 5, 2025
  • 14 views
Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 28 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 31 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 19 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ