
Gujarat Farmers News: ગુજરાતમાં દિવાળીના તહેવારમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોનો બધો પાક નાશ પામ્યો છે. તેમની માઠી દશા થઈ છે. મોડે મોડેથી ગુજરાત સરાકેર સરકારે સહાય પેકેજ જાહેર કર્યું છે. જોકે કેટલાંક ખેડૂતોનું માનવું છે કે આ રાહત પેકેજ ઘણું ઓછું છે. કારણ કે પહેલીવાર સૌથી મોટું નુકસાન થયું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માત્ર રુપિયા 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે તારણ છે કે ખેડૂતને હેક્ટર દીઠ 22 હજાર મળી શકે છે. જો કે ખેડૂતોનું કહેવું છે હેક્ટરદીઠ 22 હજારની સહાય તો છેલ્લા બે વર્ષથી ચૂકવાઈ જ છે. આમાં કશું વિશેષ કે નવું નથી.
ત્યારે ખેડૂતોની વાત પરથી લાગે છે કે તેઓ હજુ સંતુષ્ટ નથી. આ રાહત પેકેજમાં એ પણ જાણવા જેવું છે કે અસરગ્રસ્ત ખેડૂતને હેક્ટરદીઠ 22 હજાર ચૂકવાશે. વધુમાં વધુ બે હેક્ટરમાં જ સહાય ચૂકાવશે. વધુ હેક્ટરમાં નુકસના થયું હશે તો સહાય મળશે નહીં. તેથી ખેડૂતો ભાજપ સરકારની સહાયને લોલી પોપ ગણાવી રહ્યા છે.
બીજી તરફ મગફળીના વાવેતર પાછળ વિઘે 13થી 14 હજારનો ખર્ચ કરવો પડે છે. તેની સામે માત્ર સરકાર 3,60રુપિયા ચૂકવશે. સરકારે જાહેર કરેલી હેક્ટરદીઠ 22 હજારની સહાયને વિઘામાં ગણવામાં આવે તો રુ. 3560રુપિયા જ મળશે. જો કે તેમ છતાં સરકાર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોવાની ભ્રામક વાતો ફેલાવી રહી છે.
સરકાર માત્ર ખેડૂતોના રોષને ઠારવાનું કામ કર્યું છે. કારણે મુખ્યમંત્રીએ આ સહાયની સત્તાવાર જાહેરાત પણ સોશિયલ મિડિયા X પર કરી છે. તેણે કોઈ પ્રેસ કોન્ફર્ન્સ પણ બોલાવી નથી. કારણ કે તેમને પત્રકારોના જવાબ આપવા અઘરા પડી શકે છે!.
ભાજપના રાહત પેકેજથી તેમના જ નેતા નરાજ
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ જાહેર કરેલા રાહત પેકેજથી ભડકેલા ખુદ ભાજપ નેતાએ રાજીનામું આપી દીધુ છે. અમરેલી જિલ્લામાં પેકેજને ‘ખેડૂતોની મશ્કરી’ ગણાવતા ભાજપના વરિષ્ઠ નેતા અને સાવરકુંડલા તાલુકાના પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદથી લેખિત રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ભાજપમાં પ્રથમ મોટો ભળભળાટ પેદા કરી દીધો છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામા પત્ર મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?








