ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, આજે શું છે સ્થિતિ?

આજે 1 મે, એટલે કે ગુજરાતનો જન્મદિવસ. 1 મેના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ થયું હતુ. તે વખતે 1960માં ગુજરાતના રાજ્ય વહીવટની ભાષાઓ બાબતનો અધિનિયમ ઘડાયો હતો. જેમાં સ્પષ્ટ જોગવાઈ કરાઈ છે કે, વિધેયક, વટહુકમ, નિયમ, વિનિયમ વગેરે બાબતો અને સરકારી અધિકૃત પત્ર ગુજરાતી અથવા જ્યાં ગુજરાતી શક્ય ન હોય ત્યાં હિન્દીમાં કરવા કાયદો સ્પષ્ટ કરે છે.

11 ઓગસ્ટ 1960ના રોજ તે ગેજેટમાં હિતેન્દ્ર દેસાઈની સહીથી પ્રસિદ્ધ કરાયો હતો. રાજ્યપાલની મંજૂરી બાદ 15 ફેબ્રુઆરી 1961માં ગુજરાત રાજ્ય પત્રમાં તેની પ્રસિધ્ધિ પણ થઈ હતી. તેના અમલ માટે ભાષા નિયમકની કચેરી અસ્તિત્વમાં આવી હતી અને પ્રથમ ભાષા નિયામક તરીકે નંદશંકર રા. ત્રિવેદીને 9 ઓગષ્ટે નિમણૂક આપી હતી.

સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ

જોકે ભાજપની ગુજરાત સરકાર પોતે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા પર 22 વર્ષથી વહીવટ કરી રહી છે.

ગુજરાતની અસ્મિતા સમાન ગુજરાતી ભાષાથી જ વહીવટ કરાયો નથી.

હવે સરકારના પરિપત્રો, આદેશો, પત્રો, કાયદાઓ, કેન્દ્ર સરકાર સાથેના પત્ર વ્યવહારો વગેરે અંગ્રેજીમાં જ કરે છે.

ગુજરાત સરકારની તમામ વેબસાઈટ અંગ્રેજીમાં છે. ખરેખર તો ગુજરાતી પછી હિન્દીમાં હોવી જોઈએ. પણ તે અંગ્રેજીમાં જ રાખવામાં આવી રહી છે. નાણાં વિભાગની વેબસાઈટ તો માત્ર અંગ્રેજીમાં છે તે ગુજરાતી કે હિન્દીમાં નથી. આમ સરકારી કામકાજ હવે અંગ્રેજીમાં જ થઈ રહ્યું છે. જે કાયદા વિરૂધ્ધ છે.

ગુજરાતી ભાષાની શાળામાં નીતિ બની

ગુજરાત સરકાર ગુજરાતી ભાષા અંગે નીતિ ઘડવાની જાહેરાત કરે છે. તમામ શાળાઓમાં ગુજરાતી ભાષાનો એક વિષય ફરજિયાત કરવાની વાતો વર્ષોથી કરતી આવી છે.

ગુજરાતની ચારે બાજુ દેવનાગરી લીપી

ગુજરાતની ચારે બાજુના રાજ્યોમાં દેવનાગરી લિપિથી લખાઈ રહેલી હિન્દી ભાષા છે. જ્યારે ગુજરાત જ એક એવું રાજ્ય છે કે જ્યાં ગુજરાતી લોકોએ પોતાની લિપિનો વિકાસ કર્યો છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં દેવનાગરી લિપિ છે.

ગુજરાતી લખવામાં એકદમ સરળ છે. સરળ ભાષા છે. જે વેપારી ભાષા તરીકે વિકસી છે.

700થી 300 વર્ષ જૂની ગુજરાતીને હજુ સરળ બનાવો

ઈ.સ. 1100થી 1500 સુધીમાં ગુજરાતી વિકસી છે. હિન્દી અને સંસ્કૃત ભાષાની નબળાઈઓ દૂર કરીને પૂર્વજ ગુજરાતીઓએ ગુજરાતી ભાષા એકદમ સરળ બનાવી છે. હજુ નરસિંહ મહેતા, પ્રેમાનંદ, નર્મદ અને મહાત્મા ગાંધીજીએ તેને વધારે સરળ બનાવી છે. હજુ તેને વધારે સરળ નહીં બનાવાય અને કમ્પ્યુટર સાથે તેની સરળતા નહીં કરાય તો તે વધારે ખોવાઈ જશે. ગુજરાતી ભાષામાં દીર્ધ કાઢવાની આજના સમયમાં આવશ્યક છે. ત્રણ શ,ષ,સના સ્થાને એક જ સ રાખવાની જરૂર છે. જ અને ઝ માં માત્ર જ રાખવાની જરૂર છે. અંગ્રેજી શબ્દોના સ્થાને ગુજરાતી નવા શબ્દો શોધવા કામ કરવાની જરૂર છે. એવું સમાચાર પત્રોમાં કામ કરતાં પત્રકારો માની રહ્યાં છે.

આ પણ વાંચોઃ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

 Census: મોદી સરકાર જાતિગત વસ્તી ગણતરી કરવા એકાએક કેમ તૈયાર?, આ રહ્યા કારણો!

Surat માંથી વિદ્યાર્થીને ભાગાડી જનાર શિક્ષિકા સામે પોક્સોની કલમ ઉમેરાઈ, મેડિકલ તપાસ!

Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ

 

Related Posts

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  
  • April 30, 2025

આગામી 5 વર્ષમાં અમદાવાદમાં શિયાળામાં ઠંડીના બદલે ગરમી લાગશે દિલીપ પટેલ  Ahmedabad tree cutting: ગુજરાતના શહેરો ગરમ બની રહ્યાં છે. ગરમી એટલી વધી છે કે શહેરમાં ગરમીનું પ્રમાણ 133 વર્ષ…

Continue reading
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?
  • April 29, 2025

TATA company Dwarka devastation: દ્વારકામાં ટાટા કેમિકલ કંપનીનો કહેર વર્તાયો છે. કંપનીનું ગંદુ પાણી છોડતાં 12થી 13 ગામોની જમીન બગડી ગઈ છે. કૂવાના પાણી ખારા થઈ ગયા છે. જેથી અહીં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

  • May 1, 2025
  • 7 views
Airspace close: ભારતીય કાર્યવાહીનો પાકિસ્તાનમાં ડર? કરાચી અને લાહોર હવાઈ ક્ષેત્ર બંધ!

ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, આજે શું છે સ્થિતિ?

  • May 1, 2025
  • 13 views
ગુજરાતનો પ્રથમ કાયદો ગુજરાતી ભાષાને માન્યતા આપવાનો હતો, આજે શું છે સ્થિતિ?

Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

  • May 1, 2025
  • 25 views
Banaskantha: ગોંડલ જેવી ઘટના બનાસકાંઠાના ભાભરમાં, બે સમાજ વચ્ચે વિખવાદ

KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

  • May 1, 2025
  • 37 views
KHEDA: ઠાસરાના આગરવામાં કરંટ લાગતા 2 બાળકો અને માતાનું કરુણ મોત, કનીજમાં ડૂબતાં 6ના મોત

“બાબા રામદેવ કોઈના વશમાં નથી” શરબદ જેહાદ મામલે હાઈકોર્ટની ફટકાર

  • May 1, 2025
  • 12 views
“બાબા રામદેવ કોઈના વશમાં નથી” શરબદ જેહાદ મામલે હાઈકોર્ટની ફટકાર

Ahmedabad: ચંડોળામાં દબાણ હટાવતાં પહેલા ગુંડો ભાગી ગયો, પોલીસ ફૂટની આશંકા!, શું કહે છે લોકો?

  • May 1, 2025
  • 10 views
Ahmedabad: ચંડોળામાં દબાણ હટાવતાં પહેલા ગુંડો ભાગી ગયો, પોલીસ ફૂટની આશંકા!, શું કહે છે લોકો?