ગુજરાતમાં વ્યાજખોરોની મિલકત જપ્ત કરી હરાજી કરાશે, રુપિયા સરકાર ક્યાં વાપરશે? | Property seizure

Gujarat Government, Property seizure: ગુજરાતમાં વ્યાજખોરીના કારણે અનેક પરિવારોના માળા વિખેરાયા છે. વ્યાજના ખપ્પરમાં આવી કેટલાંય લોકોએ આપઘાત કરી લીધો છે. ત્યારે મોડે મોડેથી જાગેલી સરકારે વ્યાજખોરો સામે ગાળિયો કસ્યો છે. હવે સરકાર વ્યાજખોરોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરશે.

સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત તો બરાબર પણ દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, સાથે સાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે.

ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે પગલાં લેવાયા છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63.46 લાખ રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલકત જપ્ત કરાઈ.

અંજાર પોલીસે 3 આરોપી સામે કાર્યવાહી કરી

અંજાર પોલીસની ટીમે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપી રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, (રહે. મંકલેશ્વર, અંજાર) સામે કાર્યવાહી કરી. આ આરોપીઓએ આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા. આરોપીઓની કુલ 63.46 લાખની મિલકતો જપ્ત કરવામાં આવી છે.

સરકાર વ્યાજખોરોની મિલકતો જપ્ત કરી હરાજી કરશે અને નાગરિકોના હિતમાં રુપિયા વપરશે, તેમ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સાથે સાથે લાઈસન્સ વગર જે કોઈ બંદૂક જેવા ઘાતક હથિયારો પરવાનગી વગર રાખશે તો પણ કાર્યવાહી થશે, તેની રિલ, વીડિયો પર પણ કાર્યવાહી થશે. ગન લાઈસન્સ પણ રદ્દ થઈ શકે છે.

આ પણ વાંચોઃ

Waqf Law: સુપ્રીમનો વક્ફ કાયદા વિરુદ્ધની નવી અરજી પર સુનાવણી કરવા ઇનકાર

UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?

Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?

Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!

Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ

Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’

મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi

ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar

 Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!