Gujarat: કઈ ઘટનાઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેઠક કરવા મજબૂર કર્યા? વાંંચો

Gujarat Law and Order: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. તે બેટી બચાવ અને બેટી પઢાવવાના નારા લગાવી રહી છે. જો કે તેના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં રોજે રોજ મર્ડર, લૂંટ, રસ્તા વચ્ચે મારામારી, બેફામ દારુ પી વાહનો હંકારવા સહિતની પ્રવૃતિઓ વધી ગઈ છે. આવી ઘટનાઓમાં નિર્દોષ લોકોનો જીવ જઈ રહ્યો છે. જેથી ગુજરાત સરકાર ઘેરાઈ છે.. ગુજરાતમાં દિકરીઓ અને મહિલાઓની સ્થિતિ અને સુરક્ષા-વ્યવસ્થા કથળી રહી છે. જેથી હવે ભીંસમાં આવેલી સરકારે પગલા લેવા બેઠક યોજવાની તૈયારીઓ કરી છે.

આજે (17 માર્ચ) સાંજે 4 વાગ્યે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્ત્વપૂર્ણ બેઠકમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સમીક્ષા કરશે. એમાં IG,CP,SP હાજર રહેશે. રાજ્યના DGP વિકાસ સહાયને કડક પગલાં લેવા આદેશ કરાયો છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કાયદાની કથળતી સ્થિતિને લઈ ચર્ચા થવાની છે. સાથે સાથે લોકો કાયદાઓનું પાલન કરે તે માટે પોલીસ પ્રશાસન સાથે ચર્ચા કરાશે.

વડોદરા-રાજકોટમાં થયેલા અકસ્માતમાં નિર્દોષ લોકોના જીવ ગયા

તાજેતરમાં વડોદરામાં બેફામ બનેલા રક્ષિત ચોરસિયાએ કારની અડફેટે 8 લોકોને લીધા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતુ. બીજી બાજુ રાજકોટમાં પણ એક કારચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ બંને અકસ્માતમાં કારચાલકો દારુ પીધેલી હાલતમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેથી પોલીસને ડ્રિક અન્ડ ડ્રાઈવના કેસમાં સતત કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી શકે છે.

અમદાવાદની હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો હતો

બીજી તરફ ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની સ્થિત કથળી રહી છે. અમદાવાદના એક હોટલમાંથી 22 મહિલાને ગળે ટુંપો દઈ મારી નાખવામાં આવી છે. આ સિવાય પણ ઘણી જગ્યાએ મહિલાઓ પર રેપ, હત્યા સહિતના ગુનોઓ બની રહ્યા છે. જેને લઈ ગુજરાતની છબી ખરડાઈ રહી છે. લોકો ભાજપ સરકારને ધિક્કારી રહ્યા છે.

 વસ્ત્રાલમાં ગુંડાઓએ મચાવ્યો હતો આતંક

ઉલ્લેખનીય છે કે હોળીની રાત્રે (13 માર્ચ, 2025) અમદાવાદના વસ્ત્રાલમાં ગુંડાઓએ બેફામ બની નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા હતા. તેમણે 15 માર્ચ, 2025ના રોજ બપોરે 3 વાગ્યે અસામાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચનો આપ્યા હતા. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ આદેશ કર્યાના આજે (17 માર્ચ, 2025) બપોરે 3 વાગ્યે 48 કલાક પૂર્ણ થઈ રહ્યા છે. આ 48 કલાકમાં અમદાવાદ પોલીસે 25થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરી લીધું છે.

તાંત્રિક વિદ્યા અને અંધશ્રધ્ધામાં ગુજરતાના કેટલાંક વિસ્તાર

ગુજરાત સરકારે તાજેતરમાં જ અંધશ્રધ્ધા ફેલવતાં તત્વો સામે કાયદો બનાવ્યો છે. જોકે હજુ સુધી પોલીસે આ કાયદા હેઠળ કોઈ નક્કર પગલાં ભર્યા હોયો તેવું સામે આવ્યુ નથી. જેથી તાંત્રિકો, ભૂવાઓ બેફામ બની રહ્યા છે. તેઓ બલી ચઢાવવા જરાય ડરતાં નથી. તાજેતરમાં જ છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં આવેલા એક ગામમાં એક ભૂવાએ બાળીકીની કુહાડી મારી હત્યા કરી નાખી હતી. પરિવારે જણાવ્યું હતુ કે ભૂવાએ અમારી 5 વર્ષિય બાળકીની બલી ચઢાવી દીધી હતી. આ બાદ પોલીસે આરોપી ભૂવાને ઝડપી  લીધો હતો.

 

આ પણ વાંચોઃ  Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

આ પણ વાંચોઃ  A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?

આ પણ વાંચોઃ Rajkot: કારચાલકે બે વાહનોને ટક્કર મારી, 1નું મોત, બાળકી સહિત બે ગંભીર

આ પણ વાંચોઃ મહારાણા પ્રતાપના વંશજ અરવિંદ સિંહ મેવાડનું નિધન, લાંબા સમયથી બીમાર હતા |Arvind Singh Mewar Death

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 4 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 6 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 7 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ

BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

  • March 20, 2026
  • 11 views
BJP: નરેન્દ્ર મોદી ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને લોકો ગેસની લાઈનોમાં ઉભા છે!

Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો

  • March 20, 2026
  • 9 views
Keshubapa: નરેન્દ્ર મોદી ‘ગપ્પા’ મારવામાં માહિર છે! તેમ કેશુબાપા કેમ કહેતા હતા? જાણો