
Gujarat Politics: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો અને લોકો ચૂંટણી જીતવા અનેક કિમિયાઓ અપનાવી રહ્યા છે. ચૂંટણી જીતવા અનેક યોજનાઓ બનાવી રહ્યા છે. ત્યારે આવી જ યોજના બનાવી રહેલાં ખેડા જીલ્લાના રાજીકીય લોકોને ભાજપે સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો છે.
ખેડા જીલ્લામાં ભાજપે 33 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. પોતાના જ સંબંધીઓને જ અપક્ષ તરીકે ઉભા રાખ્યા હતા. ચકલાસીના 13, મહેમદાબાદના 5, મહુધાના 5, ખેડાના 3 સભ્યો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કપડવંજના 2 અને કઠલાલના 5 લોકોને ભાજપના સક્રિય પદેથી સસ્પેન્ડ કરાયા છે.
ચાણસ્મામાં શહેર ઉપપ્રમુખ 6 વર્ષ માટે સસ્પેન્ડ
ભાજપમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા પર તવાઈ બોલાય છે. ભાજપે પાટણ જીલ્લાના ચાણસ્મા શહેર ઉપપ્રમુખને પાર્ટી વિરુદ્ધ પ્રવૃત્તિ બદલ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાના ગુનામાં ચાણસ્મા શહેર ઉપપ્રમુખ પટેલ પરસોત્તમ ભાઈ શંકરભાઈને સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. દશરથજી ઠાકોરે જણાવ્યું કે, પુરષોત્તમભાઈ પટેલે વોર્ડ નંબર 5માં પક્ષના અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી.
ક્યારે યોજાની ચૂંટણી?
મતદાનની તારીખ તા.16/02/2025 (રવિવાર) સવારના 7-00 વાગ્યા થી સાંજના 6-00 વાગ્યા સુધી
પુન:મતદાનની તારીખ (જરૂરી જણાય તો) તા.17/02/2025
મતગણતરીની તારીખ તા.18/02/2025
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ તા.21/02/2025
જુઓ ખેડા જીલ્લામાંથી કોણ સસ્પેન્ડ?