ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

Leopard attacks in Gujarat: ગુજરાતમાં જંગલી પ્રાણીઓનો આતંક વધી ગયો છે. સિંહ, દીપડાં જેવા પ્રાણીઓ ગામડાંઓમાં ઘૂસી પાલતું પ્રાણીઓ સહિત માનવોનો શિકાર કરે છે. તેમાં ખાસ કરીને બાળકો અને વૃધ્ધોને શિકાર બનાવે છે. સૂઈ રહેલા બાળકોને પણ રાત્રે ઉઠાવી જઈ ફાડી ખાય છે. જંગલી પ્રાણીઓના હુમલાઓની ઘટનાઓ ડાંગ, તાપી, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી સહિતના જીલ્લાઓ વધી ગઈ છે. જેથી લોકો ભયના ઉથા હેઠળ જીવી રહ્યા છે. સરકાર આ મામલે કંઈ પણ કરવા તૈયર નથી.

પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો

ત્યારે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. દીપડાએ એક બાળકીને ફાડી ખાધી છે. સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી છે. પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો હતો.

ગત રાત્રીના સાડા નવ આસપાસ  આ ઘટના બની હતી. ત્યારે વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા. બાળકીના અવશેષો મળતાં ગામમાં ફફડાટ છે.

બાળકી બહાર હાથ ધોવા ગઈ અને ઉઠાવી ગયો 

પરિવારજનો ઘરમાં જમી રહ્યા હતા. ત્યારે બાળકી બહાર  હાથ ધોવા ગઈ અને દીપડો ઉઠાવી ગયો હતો. રમેશભાઈ પાલાભાઈ ચાવડાની કુંદના નામની 3 વર્ષ ની દીકરીનું મોત થયું છે. જેથી ખેત મજૂરી કરતાં પરિવાર પર આભ ફાટ્યું છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા તજવીજ હાથ ધરી છે.

પરિવારના વન વિભાગ પર ગંભીર આક્ષેપ

ભોગ બનેલી બાળકીના માતાપિતાએ જણાવ્યું છે કે જ્યારે બાળકીને ઉઠાવી ગયો ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે વન વિભાગે આવીને નાસ્તો કરવાનું શરુ કરી દીધું હતુ. જેથી બાળકીની માતાએ વન વિભાગને ટોક્યા હતા અને બાળકીની શોધખોળ કરવા કહ્યું હતુ. જેથી વન વિભાગના કર્મચારીઓ ઉશ્કેરાઈ ધમકી આપી હતી કે તમે વધારે બોલશો તો કેસ કરી દઈશું.

આ ધમકી બાદ માતાપિતા પણ લાચાર બન્યા હતા. જેથી હવે સરકાર આ જંગલી પ્રાણીઓના હુમલાઓ અંગે નિર્ણય લે તો સારુ છે. કારણ કે આ જંગલી પ્રાણીઓ હવે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે. ગામડાંમાં વસતાં લોકો પોતાના બાળકો, વૃધ્ધોને એકલા મૂકીને ધંધા અર્થે પણ જઈ શકતાં નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકો જંગલી પ્રાણીઓના ભયમાં જીવે છે.

 

આ પણ વાંચો:

Dakor: ડોક્ટર પર હુમલો કરવાની ઘટનામાં ત્રણ શખ્સોની ધરપકડ, કેટલાંક ફરાર

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

Bodeli ની ઓરસંગ નદીની દશા અને દિશા કેમ બદલાઈ? પાણી ગયા અને હવે કાંકરા રહી ગયા | VIDEO

Narmda: સાપે ડંખ મારતાં 10 કિમી સુધી ઝોળીમાં યુવકને લઈ જવો પડ્યો, આ છે ગુજરાતીની સ્થિતિ?

Mehul Choksi: મેહુલ ચોકસી સ્વિટ્ઝર્લૅન્ડ ભાગે તે પહેલા જ બેલ્જિયમમાં ધરપકડ

 

 

 

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
AMTSનું મોટું કૌભાંડ: એરો ઈગલને ઉંચા ભાવે 225 બસનો કોન્ટ્રાક્ટ, રૂ. 200 કરોડનું નુકસાન!
  • August 4, 2025

દિલીપ પટેલ AMTS scam: પૂનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ. 37 ઉંચો ભાવ છે. 65 ટકા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 9 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ