
City Bus Service Close In Nadiad: નડિયાદ શહેરમાં સિટી બસના કોન્ટ્રાક્ટરોએ નિયમનું ઉલ્લઘન કરતાં બે મહિનાથી બંધ છે. શહેરમાં બસ નંબર પ્લેટ વગર દોડતી હતી. જેના કેટલાંક વીડિયો વાઈરલ થયા બાદ બંધ કરી દેવી પડી હતી. ત્યારે આટલા ટૂંકા ગાળામાં બસ સેવા બંધ થઈ જતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જ્યારે સીટી બસ સેવા શરુ કરાઈ ત્યારે ધારાસભ્ય પંકજ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પાલિકાના સભ્યોએ ઉદ્ઘટાન કરી બસોનું હસતાં પ્રસ્થાપન કરાવ્યું હતુ. જો કે છેલ્લા બે મહિનાથી બંધ પડેલી બસ સેવાએ નડિયાદવાસીઓને વીલા કર્યા છે.
ત્યારે પશ્ચિમ નાગરિક સમિતિએ મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી બસ સેવા પુનઃ શરુ કરવા માગ કરી છે. ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડને આવેદનપત્ર આપ્યું છે. સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે જો આવનારા દિવસોમાં આ લોકહિત સેવા શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
નડિયાદમાં 25 ડિસેમ્બર 2024ના રોજ લીલી ઝંડી આપી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. સિટી બસ સેવાનો વર્ક ઓર્ડર મહેસાણાની ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીને આપવામાં આવ્યો હતો. જોકે નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોની અવરજવર માટે શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા માત્ર 63 દિવસમાં જ વહીવટી બેદરકારીના કારણે બંધ થઈ હતી.
યોગ્ય આયોજન, સંકલન અને વ્યવસ્થાપન કરાયું હોત તો આ નોબત ઉભી થઈ ન હોત. ભાજપના સ્થાનિક નેતાઓની અણઆવડત અને ઉતાવળે કરેલા નિર્ણયના કારણે નડિયાદ અને આસપાસના વિસ્તારના નાગરિકોને મળતી સિટી બસની સુવિધા છીનવાઈ ગઈ છે. સિટી બસ બંધ થવા પાછળ સ્થાનિક ભાજપના નેતા અને બે અધિકારીઓ જવાબદાર હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ વહેલી તકે સિટી બસ શરૂ કરવા માંગ કરાઈ છે.
આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?
આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs
આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, મોદીના ગઢ ગુજરાતને જીતવું કોંગ્રેસને કેટલું મુશ્કેલ? | Ahmedabad
આ પણ વાંચોઃ અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્રો બાખડ્યા, ધારિયાથી હુમલો |Ahmedabad