
vadodara Bathing Video capture: વડોદરામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક મૌલવી બાથરુમમાં સ્નાન કરતી પરણિત મહિલાનો વીડિયો ઉતારતો ઝડપાઈ ગયો છે. આરોપી સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી વધુ તપાસ તેજ કરી છે.
28 વર્ષિય મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે ગત 4 એપ્રિલે ફતેગંત વિસ્તારના હું અને મારા સાસુ સાથે ઘરે હતા. બપોરે સવા એક વાગ્યે હું સ્નાન કરવા માટે બાથરુમમાં ગઇ હતી. તે દરમિયાન બાથરુમમાં મારી નજર મોબાઇલ ફોન પર પડી હતી. કોઇ વ્યક્તિએ બાથરુમની જાળીમાંથી તેના મોબાઇલ ફોનમાં મારો વીડિયો ઉતાર્યો હોવાનું લાગ્યું હતુ. જેથી મેં બૂમ પાડીને મારા સાસુને જાણ કરી હતી. મારા સાસુએ બહાર જઇને તપાસ કરતા કોઇ દેખાયું નહતું.
મહિલાએ સીસીટીવી ચેક કરાવાતાં મૌલાના નિકળ્યો
અમારા ઘરની બહાર સીસીટીવી કેમેરા ચેક કરતા જાણવા મળ્યું હતું કે મૌલાના હારુન હાફિઝઅલી પઠાણ (રહે. વુડાના મકાનમાં, કલ્યાણ નગર) અમારા ઘરના પાછળના ભાગેથી નાસતો દેખાયો હતો. રાતે નવ વાગ્યે ઇરફાન હજરત અને તારીકખાન પઠાણ મારા ઘરે હારુનને લઇને અમારી માફી માંગવા માટે આવ્યા હતા. સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઇલ કબજે લઇ FSLમાં તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે,
હારૂન કલ્યાણનગરમાં આવેલી મદરેસામાં બાળકોને અભ્યાસ કરાવતો હોવાથી તેને મૌલવી તરીકે સંબોધવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. જો કે મૌલાની આ કરતૂતે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
આ પણ વાંચોઃ Valsad: હર્ષ સંઘવી અને પાટીલના મતવિસ્તાર પાસે શરમજનક ઘટના, ગોડસેના પોસ્ટર લાગ્યા, કોના સહારે?
આ પણ વાંચોઃ મોદીના ગઢ ગુજરાતમાં ગાબડું પાડવા કોંગ્રેસનું અધિવેશન | Congress Adhiveshan
આ પણ વાંચોઃ MPમાં નકલી ડોક્ટરે 7 લોકોની હાર્ટ સર્જરી કરતાં મોત, આયુષ્માન યોજનાના દુર્પયોગની આશંકા
આ પણ વાંચોઃ Ahmedabad: જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે મકાનમાં આગ, માતા અને બાળકનું મોત







