
■ 40થી વધુ PIને CID ક્રાઇમમાં પોસ્ટિંગ અપાયું
PI Transfers: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીકમાં છે અને રાજકીય માહોલ બરાબરનો ગરમાયો છે ત્યારે રાજ્યમાં તાજેતરમાં પ્રમોશન પામેલા અધિકારીઓને લાંબા સમય બાદ નવી જગ્યાએ પોસ્ટિંગ અપાયું છે.
ગુજરાત પોલીસના 254 PI કક્ષાના અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે, રાજ્ય પોલીસ વડા દ્વારા અગાઉ જેઓને PSI માંથી PI નું પ્રમોશન અપાયું હતું તે તમામની એક્સાથે બદલી કરાઈ છે,મહત્વનું છે કે પ્રમોશન બાદ પણ 13 મહિના સુધી એ જ જગ્યાએ ફરજ બજાવતા 254 PIની બદલી કરવામાં આવી છે.
રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ 650થી વધુ PIની બદલીઓ થવાની ચર્ચાઓ ચાલતી હતી જેમાં રાજ્ય પોલીસવડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા 254 જેટલા પીઆઈની એકસાથે બદલી કરાઈ છે, એકસાથે પીઆઇ કક્ષાના અધિકારીઓને અલગ અલગ જગ્યાએ પોસ્ટિંગ મળતા બદલીના સ્થળે દોડધામ જોવા મળી છે અને પોલીસ ખાતામાં આ મેટર દિવસભર ચર્ચાનો વિષય બની હતી.
■કોને ક્યાં પોસ્ટિંગ મળ્યું? જુઓ લિસ્ટ











આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








