
Gujarat politics: ગુજરાતના નવા મંત્રીમંડળ વિસ્તારમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે . પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી (DYCM)ની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. માત્ર 40 વર્ષની ઉંમરે તેઓ રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.
હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં નવા મંત્રીઓની શપથવિધિ શરૂ થઈ છે, જેમાં હર્ષ સંઘવીની પદોન્નતિની જાહેરાતથી વાતાવરણ ઉત્સાહથી ભરાઈ ગયું છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વહીવટી વજનમાં રાહત મળશે અને યુવા શક્તિને મુખ્ય પાત્રમાં સ્થાન મળશે.
ગુજરાતના રાજકારણમાં આજનો દિવસ ઐતિહાસિક રહેશે, કારણ કે વિજય રૂપાણી સરકારમાં નીતિન પટેલ પછી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નાયબ મુખ્યમંત્રી પદની જાહેરાત થઈ છે. મહાત્મા મંદિરના વિશાળ હોલમાં યોજાતા આ સમારોહમાં 26 મંત્રીઓ (મુખ્યમંત્રી સહિત) શપથ લેશે, જેમાં હર્ષ સંઘવીની પદોન્નતિ પ્રથમ ક્રમે જાહેર થઈ છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે આ પગલું પાર્ટીની યુવા વિંગને મજબૂત કરવા અને 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવાયું છે. હર્ષ સંઘવીની નિમણૂકથી મુખ્યમંત્રીને વધુ સમય વિકાસ કાર્યો માટે મળશે, જ્યારે યુવા વોટર્સમાં ભાજપનું આકર્ષણ વધશે.
આ પણ વાંચો:
Botad: બોટાદ કડદા વિરુદ્ધ ‘કડક’ આંદોલન, AAP નેતા રાજુ કરપડા-પ્રવીણ રામની ધરપકડ






