
Gujarat politics: દેશમાં ચુંટણીઓનો માહોલ છે અને આગામી ચૂંટણીઓની પણ તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર વચ્ચે જોરદાર માર્કેટિંગ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગામી તા. 31મી ઓક્ટોબરના રોજ યોજાનારા કાર્યક્રમે સૌનું ધ્યાન ખેંચ્યું છે અહીં અખંડ ભારતના શિલ્પી એવા આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અવસરે દિલ્હીમાં જે રીતે ‘પ્રજાસત્તાક દિવસ પરેડ’ યોજાય છે તેજ પેટર્ન પર એકતાનગરમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અહીં પ્રધાનમંત્રી મોદીજીને ગાર્ડ ઓફ ઓનર અપાશે,વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ થશે ટૂંકમાં ખૂબજ ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાનાર છે જેમાં ધોમ ખર્ચો થવાનો છે ત્યારે સામાંન્ય નાગરિકને સ્વાભાવિક સવાલ થાયકે “શુ આ બધું જરૂરી છે?”સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે તે ક્યાં જઈ અટકશે? સરદાર પટેલતો ખૂબજ સાદગીથી જીવન જીવ્યા હતા ત્યારે આ વિરોધાભાસ અહીં જોવા મળી રહ્યો હોવાનું બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચાઈ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2024-25માં ગુજરાતનું દેવું વધીને 4.90 લાખ કરોડે પહોંચ્યું છે, વિકાસનુ નામ આગળ ધરી સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 2021-22માં જ ગુજરાતનું દેવું રૂ. 3.60 લાખ કરોડ હતુંં, જે વર્ષ 2024-25માં વધીને રૂ. 4.90 લાખ કરોડ સુધી પહોચ્યું છે,આ જોતાં ગુજરાતના દેવામાં રૂ. 1.30 લાખ કરોડનો મોટો વધારો થયો છે,છતાં નેતાઓ સુધરતા નથી અને તાયફાઓ પાછળ સરકારનો ધૂમ ખર્ચ થઈ રહ્યો છે.
ટૂંકમાં પ્રજાલક્ષી યોજના કરતાં સરકારી તાયફા અને ઉત્સવો પાછળ ધૂમ ખર્ચ કરવામાં આવી રહ્યો છે.સરકારને જાહેર દેવું વધે છતાંય જરાય પડી નથી.જો આવા ખોટા ખર્ચ કરવાનં ટાળ્યું હોત તો કદાચ જાહેર દેવું ઓછું હોત પણ અત્યારે પ્રજાના પરસેવાના પૈસે પક્ષ-સરકારનું માર્કેટિંગ કરવામાં આવી રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી આ વર્ષે 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થશે જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવા દેશભરના વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખી, ભવ્ય પરેડ, ટેબ્લોઝ, લાઇટિંગ શો અને સંગીતમય કાર્યક્રમો થશે જેમાં વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝલક અને ટેબ્લોઝ ‘એકત્વ’ થીમ પર આધારિત 10 ટેબ્લોઝ રજૂ થશે,જેમાં NDRF, NSG, જમ્મુ-કાશ્મીર, આંદામાન-નિકોબાર, પુડુચેરી, મહારાષ્ટ્ર, ગુજરાત, મણીપુર, છત્તીસગઢ અને ઉત્તરાખંડ ભાગ લેશે. ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ, NSGનો હેલ માર્ચ, CRPF અને ગુજરાત પોલીસની મહિલા ટુકડીઓની રાયફલ ડ્રિલ તેમજ BSFના ડોગ શો અને આસામ પોલીસનો મોટરસાયકલ સ્ટંટ શો પણ ખાસ આકર્ષણ રહેશે.
નવી દિલ્હીમાં જે રીતે પ્રજાસત્તાક દિવસ પરેડ યોજાય છે તેજ પેટર્ન પર 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ભવ્ય એકતા પરેડ થશે જેમાં BSF, CISF, ITBP, CRPF, SSB સહિત 16 કન્ટીજન્ટ્સ જોડાશે.
ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના 5 શૌર્ય ચક્ર વિજેતા જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં ભાગ લેશે. પરેડનું નેતૃત્વ હેરાલ્ડિંગ ટીમના 100 સભ્યો કરશે, જ્યારે 9 બેન્ડ કન્ટીજન્ટ્સ અને 4 સ્કૂલ બેન્ડ પણ પરેડમાં સંગીતમય સુરાવલીઓ રેલાવશે.
આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.આ કાર્યક્રમ માટે તંત્ર કામે લાગ્યું છે ત્યારે જાગૃત નાગરિકોમાં લાખ્ખોના ખર્ચે થનારા કાર્યક્રમ માટે સંભળાઈ રહ્યું છે કે “ફરી તમાશાને તેડું!!”લોકોમાં ચાલતી ચર્ચા મુજબ સરદાર પટેલનું જીવન સાદગીથી ભરેલું હતું તેઓ પોતે ખોટો ખર્ચ કરતા ન હતા અને દેશનો પૈસો જનતાની અમાનત સમજતા હતા ત્યારે તેઓની જન્મ જયંતિ સાદગીથી મનાવી શકાઈ હોત!કાશ એ વાત નેતાઓ સમજી શક્યા હોત, પણ આજની સ્થિતિ અલગ છે જે સૌ કોઈ જાણે છે.
આ પણ વાંચો:
Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા
Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા









