
Gujarat Politics: ગુજરાત ભાજપમાં જે નામની ચર્ચા હતી તેવા જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહયા છે તેઓએ વિજયમુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું હતું અને ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું.જે રીતે વિગતો સામે આવી રહી છે તે રીતે એકમાત્ર જગદીશ વિશ્વકર્મા (પંચાલ)જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી માહિતી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. જગદીશ વિશ્વકર્મા (પંચાલ)આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળશે જે અંગેની આજે સાંજે અથવા આવતીકાલ સુધીમાં ઔપચારિક જાહેરાત થશે. અત્યાર સુધીમાં જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી જ નોંધાવી છે.
જગદીશ પંચાલે ફોર્મ ભરતા ભાજપના અન્ય નેતાઓ દ્વારા તેમને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય છે, જ્યારે જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે.
આમ,ભાજપે કોઇ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હોય તેવો આ પહેલો કિસ્સો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં આગામી વિધાનસભા સહિત પાલિકા-પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને લઇ ઓબીસી મતોનું પ્રભત્વ જોતાં ભાજપે આ પસંદગી કરી હોવાની વાત જાણકારોમાં પ્રવર્તી રહી છે. કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ પણ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવશે તેવી અટકળો પહેલેથી જ ચાલતી હતી જે હવે સાચું પડ્યું છે.
ભાજપને જેના ઉપર નજર ઠરી છે તેવા જગદીશ પંચાલ સંગઠનમાં સારી પકડ ધરાવતા હોવાનું અગાઉ સાબિત થઈ ચુકેલું છે જેમાં તેઓ અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ 2015થી 2021 સુધી રહ્યા ત્યારે તેમની કામગીરી પક્ષમાં કાબિલે તારીફ રહી છે.
વર્ષ 2021ની વાત કરવામાં આવેતો તે વખતે કોરોનાનો માહોલ હોય મોડી થયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી અને તે વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 192 સીટમાંથી ભાજપે 160 સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી. જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે ત્યારે હવે આગામી જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 15 મહાનગરપાલિકાઓની આવી રહેલી ચૂંટણીઓ દરમિયાન આ અનુભવ કામ લાગે અને ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને ભાજપે જગદીશ પંચાલની પસંદગી કરી હોવાની વાત પણ છે.
જગદીશભાઈ ઈશ્વરભાઈ પંચાલ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી વન અને પર્યાવરણ મંત્રી તરીકે રાજ્યકક્ષાનો હવાલો સંભાળ્યો છે,આમ ખૂબજ બહોળો અનુભવ ધરાવતા અને ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા જગદીશ પંચાલનો જન્મ 12 ઓગસ્ટ, 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો તેઓએ એસ.વાય.બી.એ., એમ.બી.એ. ઇન માર્કેટીંગનો અભ્યાસ કરેલો છે.
રાજ્યમાં સરકાર પરીવર્તન બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
આખરે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરી દેવાયા છે જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ
Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી
Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા








