
Gujarat Rain News: ગુજરાતમાં (Gujarat) હાલ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુંછે. ખાસ કરીને બાગાયતી પાકોમાં કેરીના પાકને સૌથી મોટુ નુકસાન થયું છે. આ વખતે ગુજરાતમાં કેરીના પાકને કમોસમી વરસાદ, ભારે પવન અને કરાવૃષ્ટિને કારણે મોટું નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને ગીર, દક્ષિણ ગુજરાત અને છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિને મોટી અસર થઈ છે.
કેરીના પાકને 80% જેટલું નુકસાન
મળતી માહિતી મુજબવ 2025માં ગુજરાતમાં કમોસમી વરસાદ, ભારે પવન અને વાતાવરણના ફેરફારોને કારણે કેરીના પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. જેમાં ગુજરાતના ગીર (સૌરાષ્ટ્ર) અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કેરીના પાકનું 80% જેટલું નુકસાન થવા પામ્યું છે. મે 2025માં આવેલા કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીઓ ઝાડ પરથી ખરી પડી છે.
ગુજરાતમાં ક્યા વિસ્તારોમાં પાક નુકસાની થઈ ?
છોટાઉદેપુર વિસ્તારમાં કમોસમી વરસાદે 250 હેક્ટર જમીનમાં કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. જેના કારણે કેરીઓ મોટા પ્રમાણમાં ખરી પડી છે.દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત, વલસાડ, તાપી, અને ડાંગમાં કેરીના પાક સાથે કેળાં અને ડાંગરને નુકસાન થયું છે. તેમજ નવસારી, વલસાડ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢમાં કરા સાથે વરસાદથી કેરી ખરી પડી હતી. તાજેતરમાં 45-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હાલ ગુજરાતના ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યા જેવી હાલત થઈ ગઈ છે.
આ પણ વાંચોઃ
Gujarat: રાજ્ય સરકારનો મોટો આદેશ, ગુજરાતમાં ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?