
Gujarat Rain News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને આગામી ચાર દિવસ ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 26 ઓક્ટોબરે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે 26 અને 27 ઓક્ટોબરે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની સંભાવના છે.દક્ષિણ ગુજરાતના બંદરો પર હવામાન વિભાગે 3 નંબરનું સિગ્નલ જારી કર્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં સક્રિય હવામાન પ્રણાલીના કારણે વરસાદનું જોર વધવાની શક્યતા છે.
ખેડૂતોની ચિંતામાં વધારો
આ કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે હાલમાં ખેતરોમાં પાક તૈયાર થઈ રહ્યો છે અને લણણીનું કામ ચાલી રહ્યું છે. અમરેલી જિલ્લામાં, ખાસ કરીને ધારી, ખાંભા, ત્રંબકપુર અને ગોવિંદપુર જેવા વિસ્તારોમાં માવઠાએ ખેડૂતોને મુશ્કેલીમાં મૂક્યા છે. સરસીયા અને ગોવિંદપુરમાં અચાનક પડેલા વરસાદે તૈયાર પાકને નુકસાનનો ભય સર્જ્યો છે, જેના કારણે ખેડૂતોમાં દોડધામ મચી ગઈ છે.ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદે હવામાનને વધુ બદલી નાખ્યું છે. સવારના બફારા બાદ બપોરે અચાનક વરસેલા ભારે વરસાદે પાકને નુકસાન થવાની ચિંતા વધારી છે. આવા વાતાવરણમાં ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?








