
Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ધમાકેદાર રીતે થઈ છે,ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસાદ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદે ધમાકેદાર હાજરી પૂરાવી છે. સૌથી વધુ વરસાદ સુરત શહેરમાં નોંધાયો, જ્યાં 13.6 ઇંચ વરસાદ ખાબકતા સુરત શહેર જળમગ્ન બન્યું છે.
છેલ્લા 24 કલાકમાં કયા કેટલો વરસાદ પડ્યો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ અનુસાર, સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલસાણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, નર્મદાના તિલકવાડામાં 6.0 ઇંચ અને તાપીના ડોલવાણમાં 5.3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો, આણંદના બોરસદમાં 5.2 ઇંચ, સુરતના ઓલપાડમાં 5.0 ઇંચ, ચોરાસીમાં 4.3 ઇંચ, તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળ અને આણંદના ખંભાતમાં 3.1 ઇંચ તેમજ ભરૂચ શહેર અને પંચમહાલના હાલોલમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના 57 તાલુકાઓમાં 1થી 3 ઇંચ અને 95 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે ગુજરાતમાં 27 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 24 જૂને રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ રહેવાની શક્યતા છે. આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, આણંદ, ભરુચ, વડોદરા, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.
આ સિવાય હવામાન વિભાગે 25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરી છે.
26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
27 જૂને કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
ઉલ્લેખનીયછે કે, છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં હવામાનમાં પલટો આવ્યો છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચોમાસાની આ શરૂઆતે ખેડૂતો અને રાજ્યના લોકો માટે રાહત લાવી છે, પરંતુ ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં સતર્કતા પણ જરૂરી બની છે.
આ પણ વાંચો:
Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ
Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ
Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?
Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા
Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?
Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ