Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે ત્યારે તે બધા વચ્ચે સરકાર 1966ના સીડ એક્ટને બદલવા માટે ડ્રાફ્ટ સીડ્સ બિલ, 2025 રજૂ કરવા જઈ રહ્યું છે.
સરકારનો દાવો છે કે આ કાયદો ખેડૂતો માટે ગુણવત્તાયુક્ત બિયારણ સુનિશ્ચિત કરવાનો અને નકલી બિયારણને રોકવાનો છે જેનાથી ખેડૂતોની સુરક્ષા જળવાશે અને લાભ થશે જોકે, ઘણા ખેડૂતોનુ માનવું છે કે આ બિલથી સામન્ય ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય પણ મોટા કૃષિ વ્યવસાયો અને બીજ કંપનીઓને જરૂર ફાયદો થશે, જે પરંપરાગત ખેતી પદ્ધતિઓ અને સમુદાય બીજ રક્ષકોને હાંસિયામાં ધકેલી શકે છે.નવો કાયદો નોંધણી, પરીક્ષણ અને ડિજિટલ ટ્રેકિંગ થકી કોર્પોરેટ જગત માટે ફાયદાકારક રહેશે પણ નાના ખેડૂતો માટે કોઈ ફાયદો નહીં થાય.
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકાર દિલીપભાઈ પટેલ સાથે ચર્ચામાં ઉપસ્થિત છે ડાહ્યાભાઈ ગજેરા અને મનહરભાઈ પટેલ જેઓએ આ કાયદો ખેડૂતો માટે અનુકૂળ છે કે નુકશાનકારક છે તે અંગે જણાવશે આ વીડિયો જોવાનું ચૂકશો નહિ.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો






