
Surat Crime: ગુજરાતમાં સતત અપરાધિક ઘટનાઓ વધતી જઈ રહી છે. ત્યારે સુરતના કોસંબા નજીકથી એક અજાણી મહિલાની લાશ ટ્રોલી બેગમાં પેક કરેલી મળી આવતાં લોકોમાં ખળભળાટ મચ્યો છે. મહિલાના હાથે ટેટૂ છે. જેથી પોલીસે વિવિધ દૃષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર સુરત જીલ્લાના કોસંબા વિસ્તારમાં મહિલાની એક ટ્રોલી બેગમાં પેક લાશ મળી છે. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે જણાવ્યું છે કે મહિલાની આશરે ઉંમર 25 વર્ષની છે.
કોસંબાના પી.આઈ. ખાચરે કહ્યું અમને માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કોઈએ અજાણી મહિલાની મોડું દબાવી હત્યાને અંજામ આપ્યો છે. જોકે હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પીએમ થયા બાદ જાણી શકાશે.
વધુમાં કહ્યું બેગ ખોલીને જોયું છે, લાશના ટુકડા કરવામાં આવ્યા નથી. જો કે લાશને કપડાંથી બાંધીને બેગમાં ભરવામાં આવી હતી. આ લાશ કોસંબા ઓવર બ્રિજ નજીકના મારુતિના શોર રુમના બાજુની રોડની કિનારેથી મળી છે. હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસનો અંદાજ છે કે આ મહિલા પરપ્રાંતીય હોઈ શકે છે. તેના હાથે ટેટૂ છે. જેથી તપાસમાં મદદ થશે. જોકે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ફફાટ ફેલાવ્યો છે.
આ પણ વાંચો:
મહિલા વર્લ્ડકપમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 52 રને હરાવ્યું, દેશમાં ખુશીનો માહોલ | Women World Cup
Busuness: વર્ષ 2025માં સોનું મોંઘુ થતાં ખરીદી ઘટી; માંગમાં 16 ટકા ઘટાડો નોંધાયો!
Gujarat news: ગુજરાતના બે સ્મશાનગૃહોની હૃદયવિદારક તસવીરો, ગોદડા બાળી- પતરું રાખી કરવી પડી અંતિમ વિધિ








