
ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હવે તાપમાન વધુ ઊંચુ જવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એક સપ્તાહ પછી વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે આકરી ગરમીની શરુઆત થવાની છે.
મર્ચના બાજા સપ્તાહમાં પારો 42 ડિગ્રીને પાર જશે
આ માર્ચ મહિનાના બીજા સપ્તાહમાં તાપમાનનો પારો ઉચો જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર પારો 42 ડિગ્રી પાર જઈ શકે છે. જેથી લોકોને ગરમીમાં શેકવાનો વારો આવી શકે છે.
14 માર્ચ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી
ઉત્તર ગુજરાતમાં 14 માર્ચથી ગરમી પ્રકોપ વધવાની સંભાવના છે. બીજા સપ્તાહમાં 5 દિવસ સુધી હિટવેવના કારણે ગરમીનો તીવ્ર અનુભવ થવાનો છે. ઉત્તર ગુજરાતમાં 14મી માર્ચથી આકરો ગરમી પ્રકોપ વરસવાની આગાહી કરી છે. જેમાં હથી તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી છે.
હાલ ગુજરાતના શહેરોમાં કેટલું તાપમાન પહોચ્યું?
અમદાવાદમાં 35 ડિગ્રી
ગાંધીનગરમાં 34.8 ડિગ્રી
ડીસામાં 35 ડિગ્રી
વડોદરામાં 35.2 ડિગ્રી,
સુરતમાં 34.1 ડિગ્રી
કંડલામાં 35.3 ડિગ્રી
રાજકોટમાં 36.2 ડિગ્રી