
Release 600 Workers in Gandhidham: કચ્છના ગાંધીધામમાં જીંદાલ કંપનીના કામદારો ન્યાયની માંગ સાથે અનિશ્ચિત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ આંદોલનનું નેતૃત્વ સમાઘોઘાના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા અને કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠનના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટ કરી રહ્યા છે. સ્થાનિક સમુદાય અને અન્ય સંગઠનો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.
કંપનીએ 600 કામદારોને તગેડી મૂક્યા
કામદારોનો આક્ષેપ છે કે, જીંદાલ કંપની દ્વારા તેમના હક્કોનું હનન થઈ રહ્યું છે, અને યોગ્ય વેતન, કામની સ્થિતિ તથા અન્ય મૂળભૂત અધિકારોની માંગણીઓ પૂરી નથી થઈ. આંદોલન ન્યાય મળે ત્યાં સુધી ચાલુ રહેશે તેવો સંકલ્પ કામદારોએ કર્યો છે.
કામદારો અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન પર
આ મામલે વિજયસિંહ જાડેજા (પુર્વ સરપંચ શ્રી સમાઘોઘા)એ જણાવ્યું કે, જીંદાલ કંમ્પની દ્વારા જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરી કામદારોને ન્યાય માટે લડત કરવામાં આવશે.તેમજ વેલજીભાઈ જાટે જણાવ્યું કે, રાજકીય બિનરાજકીય ક્ષેત્ર ના હોદેદારો અને આગેવાનો પણ સાથે રહી સમર્થન આપી રહ્યા છે.
કામદારોનો હુંકાર
આ આંદોલનથી કંપનીના કામકાજ પર પણ અસર થઈ શકે છે, પરંતુ કામદારોનું કહેવું છે કે, તેઓ અન્યાય સામે ઝૂકશે નહીં. સ્થાનિક વહીવટીતંત્ર અને કંપનીના સંચાલકોને આ મુદ્દે વાતચીત માટે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું છે.
કંપનીનો કઠોર નિર્ણય
આ ઘટના દેશભરના અસંગઠિત કામદારોના અધિકારોના પ્રશ્નને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. કામદારોને રાખીને મનફાવે ત્યારે કાઢી મુકવાનો કઠોર નિર્ણય કામદારો માટે મોટી મુસીબત બની જાય છે. કંપનીના માલિકો પોતાના કર્મચારીઓ વિશે કેમ નથી વિચારતા? તેઓ મજૂરૂ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અચાનક તેમને છુટા કરી દેવાતા હવે તેઓ શું કરે? તે સવાલ ઉભો થયો છે.
કામદારો માટે શું છે નિયમો?
મહત્વનું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 અને અન્ય શ્રમ કાયદાઓ શ્રમિકોને નોકરીમાંથી અચાનક છૂટા થવા સામે રક્ષણ આપવા માટે ઘડવામાં આવ્યા છે. જેમાં નિયમ મુજબ શ્રમિકોને નોકરીમાંથી છૂટા કરવા માટે નોટિસ, વળતર, જેવી શરતોનું પાલન કરવું ફરજિયાત છે. આ શ્રમિકોને નાણાકીય અને કાનૂની રક્ષણ આપે છે. જો કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરે, તો શ્રમિક લેબર કોર્ટ અથવા ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકે છે.
આમ કાયદો હોવા છતા કંપનીના માલિકો મનમાની કરે છે અને કેટલીક પ્રાઈવેટ કંપનીઓ, ખાસ કરીને નાના એકમો, નોટિસ કે વળતર આપ્યા વિના શ્રમિકોને છૂટા કરે છે. આ ખાસ કરીને કોન્ટ્રાક્ટ શ્રમિકો અથવા દૈનિક વેતનના કામદારો સાથે થાય છે. કેટલીક કંપનીઓ કાયદાને ટાળવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને રાખે છે, જેનાથી તેમની સીધી જવાબદારી ઘટે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને નોકરીના કરાર અથવા નિમણૂક પત્ર આપવામાં આવતા નથી, જેનાથી તેમના માટે કાનૂની લડાઈ લડવી મુશ્કેલ બને છે.
આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ વધુ તીવ્ર બને તેવી શક્યતા
ત્યારે સમાઘોઘા જીંદાલ કંમ્પની દ્વારા કોઇ પણ જાણ કર્યા વગર 600 કામદારોને છૂટા કરીને કામદારો સામે અન્યાય કર્યો છે ત્યારે કામદારોએ પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ વધુ તીવ્ર થઈ શકે છે, જેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો:
Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?
Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?
UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા
વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas
Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ