Gujrat police: પોલીસની જનરક્ષક(!)ગાડીએ અકસ્માત સર્જ્યો!શુ ડ્રાઈવર ‘પી’ ગયો હતો?

  • Gujarat
  • November 16, 2025
  • 0 Comments

Gujarat police:અમદાવાદમાં પોલીસની બેફામ ગતિથી ધસી આવેલી ગાડીએ રોડ ઉપર પાર્ક કરેલી કારમાં પાછળથી ભટકાઈ હતી એતો સારું હતું કે આ ઘટના સમયે સદનસીબે ત્યાં કોઈ હાજર ન હતું નહિતર ‘જનરક્ષક’ ગાડી જનકાળ બની જાત!

અહીંના ગોતા સ્થિત વંદે માતરમ રોડ પર આવેલા સાયોના તિલક નજીક શનિવારે (15મી નવેમ્બર) રાત્રે પોલીસની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો.પૂરપાટ આવેલી પોલીસની 112 જનરક્ષક ગાડીએ રોડ ઉપર સાઈડમાં પાર્ક કરેલી એક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.

આ ટક્કર એટલી જોરથી વાગી હતી કે, પાર્ક કરેલી ગાડી પણ 10 ફૂટ સુધી દૂર જતી રહી હતી.
આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારતા અવાજ આવતા સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા ત્યારે તે દ્રશ્યો જોઈ ચોકી ઉઠ્યા હતા કારણકે પોલીસની ગાડી ચલાવનાર ડ્રાઈવર નશાની હાલતમાં જોવા મળ્યો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

કેમકે સ્થાનિક લોકોએ જ્યારે અકસ્માત ગ્રસ્ત 112 જનરક્ષક ગાડીમાં તપાસ કરી ત્યારે ચોંકી ગયા કેમકે ગાડીમાંથી તૂટેલી હાલતમાં સીરપની બોટલ મળી આવી હતી, જેને કારણે ડ્રાઇવર નશામાં હોવાની આશંકા વધુ પ્રબળ બની હતી.સ્થાનિકોએ દાવો કર્યો હતો કે, પોલીસની ગાડીનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો,જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

બનાવ અંગે લોકોએ પોલીસને જાણ કરતા એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે અકસ્માત સર્જનાર પોલીસ ડ્રાઇવર યશ પરમારને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે.બીજુ કે ગાડી માંથી સીરપની બોટલ મળી આવી તે અંગે સોલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આ સીરપની બોટલ અંગે તપાસ કરશે.

આમ,પોલીસના જ વાહન જો આ રીતે બેજવાબદાર ભર્યા અકસ્માત કરતા હોય અને તેમાંથી આવી નશીલા પદાર્થની શંકાસ્પદ બોટલ મળતી હોય તો પછી જનતાનું રક્ષણ કોણ કરશે તેથી જનતાનું રક્ષણ કરનાર ‘જન રક્ષક’ગાડી અને તેનો ચાલક શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

  • September 15, 2026
  • 3 views
IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ

Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

  • September 15, 2026
  • 4 views
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ

Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

  • September 15, 2026
  • 4 views
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો

Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

  • September 15, 2026
  • 7 views
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

  • September 15, 2026
  • 8 views
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ

Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય

  • September 15, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય