ગુજરાતમાં 10 હજારથી વધુ આંગણવાડી ભાડાના મકાનમાં તો 2128માં નથી શૌચાલય

  • Gujarat
  • December 31, 2024
  • 0 Comments

ગુજરાતમાં આંગણવાડીઓને લઈને કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી ચોંકાવનારી છે. આ માહિતી પ્રમાણે લાગે છે કે, નેતાઓ પોતાનો વિકાસ થાય તેવા જ કામ કરે છે, કેમ કે પૈસા હોવા છતાં પણ તેઓ વિકાસ પાછળ પૈસા વાપરતા નથી. પ્રશ્ન થાય છે કેમ? આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ચાલતી આંગણવાડીઓ વિશે. ગુજરાતમાં વર્તમાન સમયમાં ગ્રાઉન્ડ ઉપર તો આંગણવાડીઓની શું સ્થિતિ છે તે ભગવાન જાણે પરંતુ સરકારે પોતે આપેલા આંકડાઓ જ જણાવે છે કે, હજું આંગણવાડીઓને લઈને ઘણું કામ કરવાનું બાકી છે.

ગુજરાતમાં કુલ 10,077 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ 30 નવેમ્બર 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 53 હજાર આંગણવાડી છે અને તેમાંથી 20% ને પોતાનું મકાન નથી. ગુજરાતને કેન્દ્ર તરફથી 2021-22 અને 2022-23 દરમિયાન સક્ષમ આંગણવાડી-પોષણ 2.0 અંતર્ગત કુલ 1,752 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી 1310 કરોડ વપરાયા અને 442 કરોડ રૂપિયા વપરાયા વિના પડી રહ્યા છે.

પોષણ ટ્રેકરની માહિતી મુજબ ગુજરાતમાં 2,128 આંગણવાડી એવી છે જ્યાં શૌચાલયની સુવિધા નથી. જ્યારે 1,242 આંગણવાડીમાં પીવાના પાણીની સુવિધા નથી. આ યોજનાનો હેતુ બાળકોમાં પોષણ અને શિક્ષણ, ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને યોગ્ય પોષણ મળી રહે તે છે. આ ઉપરાંત આંગણવાડીમાં ઇન્ટરનેટ, એલઇડી સ્ક્રીન, આરઓ મશીન વગેરે સુવિધા પૂરી પાડવાનો છે.

પોષણ ટ્રેકરના ડેટા મુજબ નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, તાપી અને ભરૂચ જેવા આદિવાસી જિલ્લામાં 5 વર્ષથી નાના 32થી 38% બાળકો કુપોષિત છે. આ છ જિલ્લામાં 8 હજારથી વધુ આંગણવાડી છે. જેમાંથી 2,500 ભાડાના મકાનમાં છે. રાજ્યના 33 જિલ્લામાંથી એક પણ જિલ્લો એવો નથી જ્યાં તમામ આંગણવાડીઓમાં પાણી અને શૌચાલયની સુવિધા હોય અને તમામ આંગણવાડીને પોતાનું મકાન હોય.

સક્ષમ આંગણવાડી યોજના હેઠળ દેશમાં દરેક આંગણવાડીને પીવાના પાણીની સુવિધા માટે 17 હજાર અને શૌચાલય માટે 36 હજાર આપવામાં આવે છે. તેમ છતાં ગુજરાતમાં આવી આંગણવાડીની સંખ્યા વધુ છે. દેશમાં કુલ 13.96 લાખ આંગણવાડીમાંથી 3.38 લાખને પોતાનું મકાન જ નથી. બિહારમાં સૌથી વધુ 68 હજાર, પશ્ચિમ બંગાળમાં 28 હજાર, મધ્યપ્રદેશમાં 26 હજાર, આંધ્રપ્રદેશમાં 23 હજાર આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે.

Related Posts

Sutrapada Adani Cement Mining Protest: સૂત્રાપાડામાં અદાણી સિમેન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ભૂગર્ભ જળના મુદ્દે ઉઠ્યા સવાલ
  • September 29, 2026

Sutrapada Adani Cement Mining Protest: ગીર સોમનાથના સૂત્રાપાડા પંથકમાં અદાણી સિમેન્ટ કંપનીની માઇનિંગ કામગીરી સામે છ ગામના ખેડૂતો અને સ્થાનિક લોકોનો વિરોધ ઉગ્ર બન્યો છે. ધામડેજ, સિંગસર સહિતના ગામોના ખેડૂતો છેલ્લા…

Continue reading
AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ, AAPએ મુખ્યમંત્રીને પત્ર લખી ઉઠાવ્યા સવાલ
  • September 28, 2026

AAP Gujarat Drought Declaration: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં હોવાનો દાવો કરતાં આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ તેજ કરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

  • September 30, 2026
  • 9 views
Ken Betwa Project Protest: પન્નામાં કેન-બેતવા પ્રોજેક્ટના અસરગ્રસ્તોનો વિરોધ ઉગ્ર, પોલીસ કાર્યવાહી સામે આદિવાસી મહિલાઓ સાથે દુર્વ્યવહારના આરોપ

Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

  • September 30, 2026
  • 6 views
Adani SEBI Settlement: અદાણી જૂથની 4 કંપનીઓનો SEBI સાથે સેટલમેન્ટ, MPS કેસમાં ₹1.48 કરોડ ચૂકવાશે

Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

  • September 30, 2026
  • 7 views
Sambhal Violence Case: સંભલ હિંસા કેસમાં મુલ્લા અફરોઝની રાસુકા હેઠળની અટકાયત રદ, UP સરકારને 10 લાખનો દંડ

SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

  • September 30, 2026
  • 8 views
SC Sohrabuddin Encounter Case: સોહરાબુદ્દીન-કૌસર બી એન્કાઉન્ટર કેસમાં ફરી સુનાવણી, ટ્રાયલની નિષ્પક્ષતા પર સુપ્રીમ કોર્ટના સવાલ

Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

  • September 29, 2026
  • 5 views
Maharashtra Tribal Students Protest: 40 દિવસના ધરણા બાદ આદિવાસી વિદ્યાર્થીઓનો મુંબઈ કૂચ, અશોક ઉઈકે સામે વિરોધ

Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત

  • September 29, 2026
  • 8 views
Septic Tank Deaths: એક જ દિવસે બે રાજ્યોમાં ઝેરી ગેસનો કહેર, ચાર મજૂરો સહિત છ લોકોના મોત