
IND vs PAK: મોદી સરકાર પહેલગામ હુમલો(Pahalgam attack) જલ્દી જ ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યુ છે. કારણ કે આવતા મહિને ભારતમાં યોજાનાર એશિયા કપમાં પાકિસ્તાની હોકી ટીમ(Pakistani hockey team)ને ભારતમાં રમવાથી મોદી સરકાર નહીં રોકી શકે. આ માહિતી રમત મંત્રાલયના એક સૂત્ર દ્વારા ગુરુવારે આપવામાં આવી હતી. એટલે કે, પાકિસ્તાનની હોકી ટીમ એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા માટે ભારત આવશે. એશિયા કપ ઉપરાંત પાકિસ્તાનની ટીમને નવેમ્બર ડિસેમ્બરમાં યોજાનારી જુનિયર વર્લ્ડ કપમાં પણ રમવાની મંજૂરી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલા પછી મોદી સરકારે પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. ભારતમાં પાકિસ્તાની હતા તેમને પણ કાઢી મૂકવામાં આવ્યા છે. જોકે મોદી સરકાર હવે પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં ઘૂસતા નહીં રોકી શકે. મોદી સરકાર ભારતના 26 લોકોના જીવ લેનાર આતંકીઓને હજુ શોધી શકી નથી. તે પહેલા જ મોદી સરકાર પાકિસ્તાની ખેલાડીઓને ભારતમાં ઘૂસવા દેશે તે એક અચરજની વાત છે.
હોકી ઈન્ડિયાના સચિવ ભોલાનાથ સિંહે પાકિસ્તાન ટીમના ભારત પ્રવાસ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું – અમે સરકારના નિર્દેશો મુજબ કામ કરીશું. સરકાર જે પણ નિર્ણય લેશે, તે અમારું વલણ રહેશે. ભોલાનાથના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે હોકી ઈન્ડિયા કોઈપણ રાજકીય કે રાજદ્વારી નિર્ણયમાં દખલ કરશે નહીં અને સરકારના નિર્દેશોનું સંપૂર્ણ પાલન કરશે.
શિયા કપ મેન્સ ટી20 એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે અથડામણ થઈ શકે છે. આ ટુર્નામેન્ટ 4 કે 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે અને 21 સપ્ટેમ્બર સુધી ચાલશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ યુએઈમાં યોજાવાની ધારણા છે.
અંતિમ સમયપત્રક અને સ્થળની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ટુર્નામેન્ટ માટે તટસ્થ સ્થળ તરીકે UAE લગભગ નિશ્ચિત છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મોટી મેચ 7 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. તાજેતરમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ આ મેદાન પર બંને ટીમો ટકરાઈ હતી.
આ પણ વાંચોઃ
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!