
Taliban Threat Pakistan: પાકિસ્તાને અફઘાનિસ્તાન ઉપર સ્ટ્રાઈક કરતા હવે તાલિબાન ગુસ્સે ભરાયું છે તહરીક-એ-લબ્બૈક (TLP) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ હવે સયુંકત રીતે પાકિસ્તાન સામે શાહબાઝ શરીફ અને અસીમ મુનીરની સરકારો સામે મોરચો ખોલી દીધો છે.
દરમિયાન ભારતની મુલાકાતે આવેલા અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ ભારતની ધરતી પરથી પાકિસ્તાનને માપમાં રહેવા કડક ચેતવણી આપી છે.
તાલિબાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાતથી પાકિસ્તાન એટલું ગુસ્સે છે કે તેણે મુત્તકી પહોંચ્યા તે જ રાત્રે કાબુલ પર હવાઈ હુમલો કર્યો. પાકિસ્તાની સૂત્રો કહે છે કે આ હુમલામાં પાકિસ્તાનના સૌથી મુખ્ય દુશ્મન, ટીટીપી નેતા નૂર વાલી મહેસુદને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલા બાદ, તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે તીવ્ર પ્રતિક્રિયા આપી પાકિસ્તાનને ગંભીર પરિણામોની ધમકી આપી હતી.
દરમિયાન,ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી મુત્તકીએ પાકિસ્તાનને સીધી ચેતવણી આપી હતી,અને તેને અફઘાન લોકોની ધીરજની કસોટી ન લેવા કહ્યું હતું.
મુત્તકીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં કોઈ બળ કામ લાગતું નથી અને જો પાકિસ્તાન આ સમજી શકતું ન હોય તો તેણે યુનાઇટેડ સ્ટેટ્સ, રશિયા અને નાટોને પૂછવું જોઈએ કે અફઘાનિસ્તાનને છેડવાથી અંજામ શુ આવી શકે?
સાથેજ તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીની મુલાકાત ઉપરાંત અફઘાનિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરનર ભારતનો હિસ્સો ગણાવવાના નિવેદનથી પાકિસ્તાન તાલિબાન સામે રોષે ભરાયું છે.
પાકિસ્તાનની નારાજગી જમ્મુ અને કાશ્મીરને ભારતના ભાગ ગણાવવા મામલે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં અફઘાન રાજદૂત સમક્ષ આ નિવેદનનો સખત વિરોધ કર્યો છે.
આ સિવાય દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં અફઘાન વિદેશ પ્રધાન મુત્તાકીની પાકિસ્તાન અને આતંકવાદ પરની ટિપ્પણી પર પણ પાકિસ્તાને નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો:
Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો








