
સંકલન – દિલીપ પટેલ
Adani Airport: નવી મુંબઈમાં અદાણી હવાઈ મથક બન્યું તેના વિવાદો, દાયદાઓનો ભંગ, પર્યાવણીય નુકસાન, ગરીબ પરિવારોના ઘર તોડવા, મંદિર અને મસ્જિદ તોડવાનાં વિવાદો દેશના લોકોને હચમાવી મૂકે એવા છે. હવાઈ મથક બનાવવનું ખર્ચ 350 ટકા વધી ગયું છે. અદાણીના હવાઈ મથકને ફાયદો થાય તે માટે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્રની ભાજપ સરકારે 8 ખર્ચાળ પ્રોજેક્ટ પ્રજાના ખર્ચે બનાવી આપ્યા છે. આ બધી વિગતો એટલી ચોંકાવી દે એવી છે કે, શ્રીમંતો માટેના હવાઈ મથક બનાવવા માટે સરકારે કેવા ખર્ચા અને કાયદાઓ તોડ્યા છે તે હચમચાવી મૂકે એવા છે.
નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ લિમિટેડ (NMIAL) દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. આ એન્ટિટીમાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) અને સિટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર (CIDCO)નો હિસ્સો છે.
અદાણીના હવાઈ મથકને રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ઉપનગરીય રેલ્વે, મેટ્રો, બુલેટ ટ્રેન અને મરીન ટેક્સીથી જળ પરિવહન નેટવર્ક સાથે જોડવામાં આવી રહ્યું છે. હવાઈ મથક બને તે પહેલાં જ 120 ઉંચી ઈમારતોના પ્લાન મંજૂર કરીને બિલ્ડરોને મોટો ફાયદો કરાવી આપ્યો હતો.
ગરીબ લોકોના મકાનો તોડી પાડવા અને ખેડૂતોની જમીનો લઈ લેવા અને ટેકરીઓ તોડવા માટે ઘડાકા કરવા માટે ભારે વિરોધ થયો હતો. જેથી હવાઈ મથકના ઉદઘાટન કરવામાં મોડું થયું હતું.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મુલાકાત લીધી હતી, તેમની સાથે અદાણી ગ્રુપના જીત અદાણી પણ હતા. 30 સપ્ટેમ્બર 2025થી વાણિજ્યિક ફ્લાઇટ્સ શરૂ કરવાના હતા. પણ લોકોના વિરોધના કારણે તેમ થઈ શક્યું ન હતું.
વિશ્વની સૌથી ઝડપી સામાન હેન્ડલિંગ સિસ્ટમ સાથે પીએમ મોદીએ ફેબ્રુઆરી 2018 માં એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. તે રૂ. 16,700 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.
(મુંબઈના અખબારી અહેવાલોના આધારે)
આ પણ વાંચો:
Gujarat Politics: શું ખરેખર જીતુ વાઘાણી ગુજરાતના ગૃહમંત્રી બની શકે છે?, શું છે સચ્ચાઈ!
Gujarat Politics: 2002ના ભાજપના ચૂંટણી ઢંઢેરા, ગુજરાતમાં મોદીએ આપેલા વચનો 2025માં પણ કેમ અધૂરા?








