
BSF jawan Poornam Kumar Sahu returned: ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાને મુક્ત કરી દીધો છે. મળતી માહિતી મુજબ પૂર્ણમ અમૃતસરની અટારી બોર્ડરથી પાછો સોંપવામાં આવ્યો છે.
પહેલગામ હુમલાના બીજા દિવસે ભારતનો BSF જવાન પૂર્ણમ કુમાર અજાણતાથી પાકિસ્તાનની સીમામાં જતો રહ્યો હતો. જે બાદ પાકિસ્તાની સેના દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે હવે 20 દિવસ બાદ પાકિસ્તાને BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને મુક્ત કર્યો છે. ગર્ભવતી પત્નીએ પણ પતિને છોડાવવા માટે ગુહાર લગાવી હતી. પરિવાર પણ ભારે ચિંતામાં હતો. ત્યારે હવે પરિવારની ચિંતા દૂર થઈ છે.
ભારતનો જવાન પાકિસ્તાનના કબજામાં, ગર્ભવતી મહિલાના પતિને કોણ છોડાવશે? | Operation Sindoor
BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ 23 એપ્રિલ, 2025 થી પાકિસ્તાન રેન્જર્સના કબજામાં હતો. આજે બુધવારે તેને સવારે લગભગ 10.30 વાગ્યે અમૃતસરની જોઈન્ટ ચેક પોસ્ટ અટારી દ્વારા ભારતને સોંપવામાં આવ્યો છે. આ ટ્રાન્સફર શાંતિપૂર્ણ રીતે અને સ્થાપિત પ્રોટોકોલ મુજબ કરાઈ છે.
શું છે આખો મામલો?
વાસ્તવમાં BSF જવાન પૂર્ણમ કુમાર સાહુ પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં તૈનાત હતો. 23 એપ્રિલના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા લશ્કરી તણાવના શરૂઆતના દિવસોમાં, પૂર્ણમે ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી દીધી. આ પછી, તેને પાકિસ્તાની રેન્જર્સે કસ્ટડીમાં લઈ લીધો હતો.
BSF જવાન પૂર્ણમ કુમારને પાકિસ્તાને પરત કર્યો, 20 દિવસ પછી અટારી બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપ્યો#India #Pakistan #BSF #indianarmy #BreakingNews pic.twitter.com/omG8E2dOf4
— The Gujarat Report (@TGujarat_Report) May 14, 2025
આ પણ વાંચોઃ
Kheda: શેઢી બ્રિજની કામગીરી વખતે શ્રમિક 50 ફૂટ નીચે નદીમાં ખાબક્યો, થયું મોત
CJI BR Gavai: જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ નવા CJI બન્યા, કેટલો કાર્યકાળ રહેશે?
ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો
Surat: DNA ટેસ્ટ રિપોર્ટ આવ્યા પહેલા ગર્ભપાત માટે શિક્ષિકાને મંજૂરી, વિદ્યાર્થીને લઈ ભાગી હતી
Vadodara: દીપેન પટેલ હત્યા મામલો, મિત્ર જ હત્યારો નીકળ્યો, ગર્ભવતી પત્ની અને માતાએ સથવારો ગુમાવ્યો!
Ahmedabad: પાલતું કુતરાએ બાળકીનો જીવ લીધો, AMC કૂતરું લઈ ગઈ!
BJP નેતા દિલીપ ઘોષના પુત્રનું મોત, ફ્લેટમાંથી લાશ મળી, માતાના બીજા લગ્નથી પુત્ર શું નારાજ હતો?
Rajkot: નર્સને છરીથી રહેંસી નાખી, પાડોશીની ધરપકડ, અમદાવાદથી રાજકોટ થઈ હતી બદલી
Punjab woman death: પાકિસ્તાની ડ્રોન હુમલામાં ઘાયલ થયેલી મહિલાનું મોત, પિતા-પુત્રની હાલત કેવી?
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:
