India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

Trump Interference in India-Pakistan:  પહેલગામ હુમલાનો બદલો લેવા ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આતંકીઓના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. જો કે આ બાદ પાકિસ્તાને પણ હુમલા શરુ કર્યા હતા. જેના જવાબમાં ભારતે પણ કાર્યવાહી શરું કરી હતી. જેમાં સામસામે હુમલા શરુ થઈ જતાં સ્થિતિ વધુ વણસી ગઈ હતી અને યુધ્ધ સુધી પહોંચી જવાની શક્યતા હતી. પાકિસ્તાન અને ભારતના આ ઘર્ષણમાં બંને દેશોને નુકસાન થયું છે. પાકિસ્તાનમાં પણ લોકો અને આતંકીઓ મર્યા છે. જ્યારે ભારતમાં સૈનિકો અને સામાન્ય લોકો મોતને ભેટ્યા છે.

જોકે શનિવારે એકાએક અમેરિકાના રાષ્ટ્રપતિએ સીઝ ફાયરની જાહેરાત કરતાં જ લોકો અચરજમાં મૂકાઈ ગયા હતા. બંને દેશની લડાઈમાં ટ્રમ્પ કેવી રીતે વચ્ચે પડ્યા. તેવા સવાલો ઉભા થયા છે. આ પાછળ શું રાજકારણ રમાઈ રહ્યું છે. તેવા પણ સવાલો થઈ રહ્યા છે. ભારત સાથે તમામ પક્ષો, નાગરિકો, દેશની સેના મજબૂત છે, તેમ છતાં કેમ સીઝ ફાયર કર્યું તેવા સવાલ થઈ રહ્યા છે. લોકોને એક પ્રશ્ન ખટકે છે કે સીઝ ફાયર ટ્રમ્પ દ્વારા કેમ કરાયું, શું ભારત પાકિસ્તાન બંનેના કરી શક્યા હતો?

બીજી તરફ ચર્ચાઓ છે કે ભારત-પાકિસ્તાનને ઘર્ષણને ઉદ્યોગપતિઓના કહેવાથી રોકાયું છે. કારણ કે ગઈકાલે જામનગર કલેક્ટરે ધંધા-રોજગાર બંધ કરી સતર્ક રહેવા અપિલ કરી હતી. તેના થોડા સમય પછી જ ટ્રમ્પ જાહેરાત કરે છે કે બંને દેશ યુધ્ધ વિરામ કરવા તૈયાર થયા છે, અભિનંદન. ત્યારે ટ્રમ્પની આ ભૂમિકા પર શંકાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે. કારણ કે તંત્રએ જામગનરને સતર્ક રહેવાની અપિલ કરતાં જ યુદ્ધવિરામની ઘોષણા કરાઈ છે. શું જામનગરમાં મુકેશ અંબાણીના ઉદ્યોગો આવેલા છે એટલે આવું થયું તેવા લોકો સવાલ કરી રહ્યા છે, કારણ કે જામનગરમાં પાકિસ્તાન તરફથી હુમલો થાય તો અંબાણીને ભારે નુકસાન થઈ શકે છે.

સીઝ ફાયર થતાં મોદી બરાબર ટ્રોલ થયા છે, લોકો કહી રહ્યા છે કે મોદી સૈન્ય, નાગરિકો અને દેશને ઝૂકાવવાનું કામ કર્યું છે. મોદીએ એમ કહ્યુ હતુ કે અમે કોઈની મધ્યસ્થા નહીં સ્વીકારીએ જોકે એકાએક ટ્રમ્પની મધ્યસ્થી સ્વીકારી લેતાં ઘેરાયા છે. લોકો આકરા સવાલો કરી રહ્યા છે. દેશની સેના જબરજસ્ત જુસ્સા સાથે લડી રહી હતી. તેને ઢીલી કરવાનું કામ કર્યુ છે.

સીઝ ફાયર પર પૂર્વ સેના પ્રમુખ જનરલ વીપી મલિક પણ નારાજ છે. તેમણે કહ્યું કે લોકો ઈતિહાસમાં પૂછશે કે આ સંઘર્ષ( ઓપરેશન સિંદૂર)થી શું હાંસલ કર્યું, ભારતને શું ફાયદો થયો?. પૂર્વ સેના પ્રમુખ મનોજ નરવણે પણ નાખુશ છે. તેણે કહ્યું કે ત્રીજી વખત આવું થયું. હવે આગળ આવી તક નહીં મળે.

વિદેશી મિડિયામાં પણ આ સીઝ ફાયરને લઈ ચર્ચાઓ થઈ રહી છે કે પાકિસ્તાને આખરે ભારત પર કેવી રીતે સીઝ ફાયર કરવા દબાવ બનાવ્યો કે સીઝ ફાયર કરવું પડ્યું. આમાં ભારતનું નાક કપાયું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.  ત્યારે આ અહેવાલ જુઓ મોદી રાજમાં ભારતને કેવી રીતે પાકિસ્તાન સામે ઝૂકવું પડી રહ્યું છે?

આ પણ વાંચોઃ

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

જમ્મુ અને કાશ્મીર CM ઓમર અબ્દુલ્લાએ સીઝ ફાયર બાદ શું કહ્યું? | Ceasefire

Donald Trump: ભારતની જવાબી કાર્યવાહી રોકાવનાર ટ્રમ્પ કાશ્મીરની મધ્યસ્થી અંગે શું બોલ્યા?

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

 

 

Related Posts

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો
  • October 27, 2025

Chhath Puja in Delhi: આમ આદમી પાર્ટી(AAP) એ દિલ્હીમાં છઠ પૂજાને લઈને મોદી સરકારની પોલ ખોલી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે વાસુદેવ ઘાટ પર “ફિલ્ટર કરેલા પાણી” થી “કૃત્રિમ…

Continue reading
MP: મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી, જુઓ વીડિયો
  • October 16, 2025

MP Politics: મધ્ય પ્રદેશની મોહન યાદવ સરકારની વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે પોલ ખોલી નાખી છે. અહીં મધ્ય પ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી સાથે ધારાસભ્યના ઠેર ઠેર બનેરો લાગ્યા છે. જેની અરુણ દીક્ષિતે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 4 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 2 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 5 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 8 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 23 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 10 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!