
Indian passport value: હાલ એક યુવતીનો ભારે વીડિયો વાઈરલ થયો છે. જેથી ભારતીય પાસપોર્ટની કથળતી સ્થિતિને લઈ સવાલો ઉભા થયા છે. બીજી તરફ મોદી સરકારમાં પાકિસ્તાન સતત આગળ વધી રહ્યું છે. ભારત સતત પાછળ ધકેલાઈ રહ્યું છે. જેને લઈ નાગરિકોમાં ઘણો રોષ છે. ત્યારે હવે ભારતનીના પાસપોર્ટની વેલ્યૂને ઉજાગર કરતો એક કિસ્સો સામે આવ્યા બાદ ખળભળાટ મચ્યો છે.
હકીકત એવી છે કે અમેરિકામાં રહેતી એક ભારતીય મહિલાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેણે દાવો કર્યો છે કે તેને જર્મન એરપોર્ટ પર કેપ્સ્યુલ સાઇઝનો રૂમ આપવામાં આવ્યો હતો કારણ કે તેની પાસે ભારતીય પાસપોર્ટ હતો. જ્યારે અમેરિકન પાસપોર્ટ ધરાવતા મુસાફરોને ફાઇવ સ્ટાર હોટેલમાં રોકાવાની સુવિધા આપવામાં આવી. સાથે સાથે અમેરિકન મુસાફરોને મફત ભોજન પણ આપવામાં આવ્યું.
આ ઘટના ભારતીય પાસપોર્ટની વેલ્યૂ પર સવાલ ઉભા કર્યા છે. કારણ કે યુવતી કહે છે યુવતીએ પણ અમેરિકન મુસાફરો જેટલા જ રુપિયા ખર્ચા હતા. તેમ છતાં તેને એક નાનકડો રુમ આપવામાં આવ્યો. ભોજન પણ ન આપવામાં આવ્યું.
ન્યૂયોર્કમાં રહેતી અનિશા અરોરાને મોડું થઈ જતાં ફ્રેન્કફર્ટથી તેની કનેક્ટિંગ ફ્લાઇટ પકડી શકી નહીં. આવી સ્થિતિમાં એરલાઇન કંપનીએ મુસાફરોના રહેવાની વ્યવસ્થા કરી હતી. જેમાં અમેરિકન મુસાફરો પણ હતા.
અનિશાએ શું કહ્યું?
ये अनिशा अरोड़ा हैं।
इन्होंने इंडियन पासपोर्ट की वैल्यू को लेकर एक वीडियो इंस्टाग्राम पर बनाया है
अनिशा अरोड़ा न्यूयॉर्क में रहती हैं. उनके पास इंडियन पासपोर्ट है.
फ्लाइट में देरी की वजह से अनिशा की फ्रेंकफर्ट से कनेक्टिंग फ्लाइट मिस हो गई. अनिशा के साथ जो अमेरिकी नागरिक… pic.twitter.com/YtqIACNhE2
— Kavish Aziz (@azizkavish) July 1, 2025
અરોરા કહે છે કે અમેરિકન પાસપોર્ટ ધરાવતા લોકોને ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાની અને મફત ભોજનની સુવિધા આપવામાં આવી હતી, પરંતુ તેમના ભારતીય પાસપોર્ટ અને શેંગેન વિઝાને કારણે તેમને કેપ્સ્યુલ કદ(નાનો રુમ) નો રૂમ આપવામાં આવ્યો હતો.
એક નાના રૂમમાં વીડિયો બનાવતી વખતે અનિશાએ કહ્યું, “મેં પહેલાં ક્યારેય મારા પાસપોર્ટ અંગે વિચાર્યું ન હતુ. જ્યારે અન્ય મુસાફરોને ફાઇવ સ્ટાર હોટલમાં મફત રોકાણ અને મફત ભોજન મળ્યું ત્યારે ચિંતા થઈ. ત્યારે મારે મૂર્ખ થઈ કેપ્સ્યુલમાં ફસાઈ રહેવું પડ્યુ”
શેંગેન વિઝા ન હોવાને કારણે એરપોર્ટ છોડી ન શકી. અરોરાએ કહ્યું કે અહીં લાંબો સમય રોકાવું પડ્યુ. અને ફક્ત અમેરિકન પાસપોર્ટ ધરાવતા લોકો જ જર્મનીમાં ફરવા સક્ષમ હતા. તેણે કહ્યું, “મારા સિવાય કોઈપણ અમેરિકન નાગરિક ખૂબ ખુશ હોત કારણ કે તેને બધું મફતમાં મળત અને નવા દેશમાં ફરવા માટે 20 કલાક મળત, પણ મને નહીં, કારણ કે મારી પાસે ભારતીય પાસપોર્ટ છે.”
યુઝર્સે વીડિયો પર પ્રતિક્રિયા આપી
તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો અને તેના પર ઘણી ટિપ્પણીઓ પણ આવી હતી. એક યુઝરે લખ્યું, “તમારી પાસે ખરેખર એક ફ્લેટ બેડ અને ફોન ચાર્જ કરવાની જગ્યા છે… બીજું શું જોઈએ છે?” બીજા યુઝરે લખ્યું, “કોઈ વાંધો નથી. પાસપોર્ટ રેન્કિંગમાં અમે ફક્ત 80મા ક્રમે છીએ. જો બધું બરાબર રહ્યું, તો અમે ટૂંક સમયમાં 100મા ક્રમે આવીશું.”
વર્ષ 2006માં ભારતીય પાપોર્ટની સ્થિત સારી હતી
2025ના હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ, ભારતીય પાસપોર્ટ વિશ્વમાં 85મા ક્રમે છે, જે ગયા વર્ષે 80મો હતો. ભારતીય પાસપોર્ટની સૌથી મજબૂત સ્થિતિ 2006માં 71મી હતી. અમેરિકન પાસપોર્ટ 9મા ક્રમે છે, જ્યારે સિંગાપોરનો પાસપોર્ટ નંબર 1 અને જાપાન બીજા ક્રમે છે. 199 દેશોની યાદીમાં અફઘાનિસ્તાનનો પાસપોર્ટ સૌથી નબળો છે.
શેંગેન વીઝા શું છે?
શેંગેન વીઝા એ મુખ્યત્વે શેંગેન એરિયામાં મુસાફરીની પરવાનગી આપે છે, અને તેની સાથે કોઈ ખાસ “સુવિધાઓ” (જેમ કે ફાઈવ-સ્ટાર હોટેલ, મફત ભોજન વગેરે) આપોઆપ જોડાયેલી નથી. તેનો મુખ્ય હેતુ શેંગેન એરિયાના 27 યુરોપિયન દેશોમાં પ્રવેશ અને મુક્ત મુસાફરીની સુવિધા આપવાનો છે.
શેંગેન વીઝા ધરાવતી વ્યક્તિ શેંગેન એરિયાના 27 દેશો (જેમ કે ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની, ઇટલી, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ, નેધરલેન્ડ્સ વગેરે)માં એક જ વીઝા સાથે મુસાફરી કરી શકે છે. આ દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદો પર સામાન્ય રીતે પાસપોર્ટ ચેક નથી હોતું, જે મુસાફરીને સરળ અને ઝડપી બનાવે છે. શેંગેન વીઝા (પ્રકાર C) 180 દિવસના સમયગાળામાં મહત્તમ 90 દિવસ સુધી રહેવાની મંજૂરી આપે છે. આ પર્યટન, વ્યવસાય, કૌટુંબિક મુલાકાત કે ટૂંકા ગાળાના અભ્યાસ માટે યોગ્ય છે.