Indian Rupee vs Asian Currencies: વિદેશમાં ડંકો વાગવાના દાવાઓ વચ્ચે ભારતીય રૂપિયો આઈસીયુમાં! પાકિસ્તાન અને મલેશિયાના ચલણે પીએમ મોદીની આર્થિક નીતિઓનો ફુગ્ગો ફોડ્યો

  • India
  • May 28, 2026
  • 0 Comments

Indian Rupee vs Asian Currencies: કેન્દ્ર સરકાર ભલે ગમે તેટલા આર્થિક વિકાસના દાવા કરે, પરંતુ વાસ્તવિકતા એ છે કે પીએમ નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળમાં ભારતીય રૂપિયો અમેરિકી ડોલરની સામે રેકોર્ડ સ્તરે નબળો પડીને ૬૨.૩૩ ટકા જેટલો તૂટી ચૂક્યો છે. વર્ષ ૨૦૧૪માં જ્યારે મોદીએ સત્તા સંભાળી ત્યારે ડોલરના ભાવ ૫૮.૯૪ રૂપિયા હતા, જે ૨૦૧૯માં ૬૯.૩૭ અને જૂન ૨૦૨૪માં ૮૩.૩૮ પર પહોંચ્યા. હાલ મે ૨૦૨૬માં તો રૂપિયાની સ્થિતિ વધુ દયનીય બની છે અને તે પ્રતિ ડોલર આશરે ૯૬ના સ્તરે પહોંચી ગયો છે. ચીન કરતાં પણ વધુ આર્થિક વિકાસ દર હોવાના સરકારી દાવાઓ વચ્ચે પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ અને સુરજીત ભલ્લા જેવા અર્થશાસ્ત્રીઓ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો અર્થતંત્ર મજબૂત છે, તો આપણું ચલણ કેમ આટલું કંગાળ થઈ રહ્યું છે? અમેરિકાના આકરા ટેરિફ, ઈરાન યુદ્ધ અને આરબીઆઈના તમામ હસ્તક્ષેપો નિષ્ફળ જતાં રૂપિયો સતત પાછળ ધકેલાઈ રહ્યો છે.

મલેશિયા અને થાઈલેન્ડે ભારતને બતાવ્યો અરીસો

જ્યારે ભારતનો રૂપિયો વૈશ્વિક કટોકટીના બહાના હેઠળ સતત ઘટી રહ્યો છે, ત્યારે એશિયાના જ અન્ય દેશોએ પોતાની મજબૂત નીતિઓથી ડોલરને હંફાવ્યો છે. મલેશિયાનું ચલણ ‘રિંગિટ’ ગયા વર્ષે ૯.૨૫ ટકા મજબૂત થયું, જ્યારે તેની સામે ભારતનો રૂપિયો ૪.૪૦ ટકા નબળો પડ્યો હતો. મલેશિયાના કરન્ટ એકાઉન્ટ સરપ્લસ, વિદેશી રોકાણ (FDI) માં મોટો ઉછાળો અને અમેરિકા-ચીનના તણાવ વચ્ચે કુશળ રાજદ્વારી સ્થિતિના કારણે તેનું ચલણ સાત વર્ષની ટોચે છે. બીજી તરફ, થાઈલેન્ડનું ચલણ ‘બાટ’ પણ ઇલેક્ટ્રોનિક્સ નિકાસ અને અમેરિકા સાથેના ૫૧.૩ અબજ ડોલરના જંગી વ્યાપાર સરપ્લસના જોરે જૂન ૨૦૨૧ પછીના સૌથી મજબૂત સ્તરે (પ્રતિ ડોલર ૩૧થી નીચે) પહોંચી ગયું છે.

ચીનનો યુઆન ત્રણ વર્ષની ટોચે અને સિંગાપોરમાં AI ક્રાંતિ

વૈશ્વિક બજારમાં દબદબો જાળવી રાખતા ચીનનું ચલણ ‘રેનમિન્બી’ (યુઆન) પીપલ્સ બેંક ઓફ ચાઈનાના ફિક્સિંગ બાદ માર્ચ ૨૦૨૩ પછીના સૌથી મજબૂત સ્તરે પહોંચી ગયું છે. ગોલ્ડમેન સેક્સના મતે ચીનનો યુઆન હજુ પણ અંડરવેલ્યુડ છે અને તે ભવિષ્યમાં વધુ મજબૂત થશે. આ તરફ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વૈશ્વિક ઉછાળાનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને સિંગાપોરના ડોલરે પણ છેલ્લા પાંચ મહિનામાં ૧ ટકાની મજબૂતી મેળવી છે. સિંગાપોરનો જીડીપી વિકાસ દર ધારણા કરતાં વધુ ૬ ટકા નોંધાયો છે અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં ૬૬.૭ ટકાનો તોતિંગ ઉછાળો આવતા તેનું ચલણ ડોલર સામે મજબૂતાઈથી ટકી રહ્યું છે.

કંગાળ પાકિસ્તાનનો રૂપિયો પણ ભારત કરતાં વધુ સ્થિર

ભારત માટે સૌથી મોટો આંચકો એ છે કે આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનનો રૂપિયો પણ છેલ્લા છ મહિનામાં ડોલર સામે ૧.૩૧ ટકા મજબૂત થયો છે, જ્યારે આ જ વર્ષમાં ભારતીય રૂપિયામાં ૬ ટકાથી વધુનો મોટો ઘટાડો આવ્યો છે. પાકિસ્તાનની આ સ્થિરતા પાછળ માર્ચ ક્વાર્ટરમાં નોંધાયેલું કરન્ટ એકાઉન્ટ સરપ્લસ, સાઉદી અરેબિયા તરફથી મળેલી અબજો ડોલરની મદદ અને ચાર વર્ષ પછી યુરોબોન્ડ માર્કેટમાં તેમની સફળ વાપસી જવાબદાર છે. આ પરિબળોએ વિદેશી રોકાણકારોનો ભરોસો જીત્યો છે અને ઊંચા તેલના ભાવ છતાં પાકિસ્તાની રૂપિયાને ગગડતો બચાવી લીધો છે.

રૂપિયાના પતનથી સામાન્ય જનતા પર મોંઘવારીનો કોરડો

રૂપિયાના આ સતત ધોવાણની સીધી અને ઘાતક અસર દેશની સામાન્ય જનતા પર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ, રસોઈ ગેસ, ખાતર અને ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ વિદેશથી ખરીદે છે, જે રૂપિયાના ઘડાકાને કારણે અતિશય મોંઘી થઈ ગઈ છે. ચિંતાજનક બાબત એ છે કે વળતર ઘટવાના ડરે વિદેશી રોકાણકારોએ મે મહિનાના અંત સુધીમાં ભારતીય શેરબજારમાંથી રેકોર્ડ ૨૩ અબજ ડોલરના શેર વેચીને પોતાની મૂડી બહાર ખેંચી લીધી છે, જેનાથી દેશની ચાલુ ખાતાની ખાધ (CAD) ને સંતુલિત રાખવી મુશ્કેલ બની ગઈ છે. જોકે, વિદેશથી આવતા રેમિટન્સ (૧૩૫ અબજ ડોલર) અને નિકાસ ક્ષેત્રને આ નબળાઈથી થોડો ફાયદો જરૂર થઈ રહ્યો છે, પણ તે મોંઘવારીના નુકસાન સામે દરિયામાં ખસખસ સમાન છે.

આ પણ વાંચો: 

Varanasi Ganga Iftar Case: ભાજપ નેતાની એક ફરિયાદ અને ૧૪ મુસ્લિમ યુવકો ૨ મહિના જેલમાં, યૂપીમાં ન્યાય નહી, સત્તાધારીઓનો ખોફ ચાલે છે! – thegujaratreport.com

Narmada Canal Yojana Gujarat: મોદી જી, નર્મદા બચાવવાનું વચન કર્યું હતું… તો પછી આ અન્યાય કેમ? – thegujaratreport.com

Surjit Bhalla on India Economy: બાંગ્લાદેશ અને ઇથોપિયાથી પણ પાછળ ધકેલાયું ભારત, પ્રચારમાં નંબર-૧ પણ વાસ્તવિક આર્થિક વૃદ્ધિમાં નવમો ક્રમ! – thegujaratreport.com

Related Posts

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો
  • September 10, 2026

Red Fort Blast NIA Chargesheet: ગયા વર્ષે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટના કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ચાર્જશીટમાં ગંભીર આરોપો મૂક્યા છે. NIAના જણાવ્યા અનુસાર, કેસના બે મુખ્ય આરોપીઓએ…

Continue reading
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?
  • September 10, 2026

SP Blue Color Strategy: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સમાજવાદી પાર્ટી (SP) પોતાની રાજકીય અને સંગઠનાત્મક ઓળખમાં નવા પ્રયોગો કરતી જોવા મળી રહી છે. પાર્ટીએ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

  • September 10, 2026
  • 2 views
Red Fort Blast NIA Chargesheet: લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં મોટો ખુલાસો, લખનઉની વિધાનસભા સહિત 3 સરકારી ઇમારતોની રેકી કર્યાનો NIAનો દાવો

SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

  • September 10, 2026
  • 4 views
SP Blue Color Strategy: લાલ-લીલાની ઓળખ વચ્ચે SPએ અપનાવ્યો વાદળી રંગ, અખિલેશ યાદવની નવી રાજકીય વ્યૂહરચના શું છે?

Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

  • September 10, 2026
  • 9 views
Satya Niketan Building Collapse: સત્ય નિકેતન PG દુર્ઘટના બાદ દિલ્હીનું સ્ટુડન્ટ હાઉસિંગ સવાલોના ઘેરામાં, સસ્તા આવાસની અછત વચ્ચે સુરક્ષા કેટલી?

Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

  • September 10, 2026
  • 5 views
Gopal Italia: ગુજરાત વિધાનસભામાં દુષ્કાળથી લઈને વીજળી અને ટાઉન પ્લાનિંગ સુધીના મુદ્દે AAPનો સરકાર પર પ્રહાર

Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

  • September 10, 2026
  • 8 views
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાનું માત્ર 3 દિવસનું ચોમાસુ સત્ર, 7 કરોડની જનતા માટે આટલો ઓછો સમય કેમ?

Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર

  • September 10, 2026
  • 10 views
Manipur NRC: મણિપુરમાં NRC માટે 1951 આધાર વર્ષ બનાવવાની તૈયારી, કેન્દ્ર સમક્ષ ફરી મુદ્દો ઉઠાવશે રાજ્ય સરકાર