ખ્યાતિકાંડ મામલે તપાસ તેજઃ ચિરાગ રાજપૂતના ફરી 5 દિવસના રિમાન્ડ મંજૂર

  • Gujarat
  • January 11, 2025
  • 1 Comments

અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીઓના મોત મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ ધમધમાટ ચાલુ જ છે. બે મહિના અગાઉ હોસ્પિટલ દ્વારા જરુર ન હોવા છતાં એન્જિયોપ્લાસ્ટી કરતા બે દર્દીઓના મૃત્યુ નિપજયા હતા. જેમાં પોલીસે 5 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે આજે ખોટા આયુષ્યમાન કાર્ડ બનાવવાના કેસમાં ખ્યાતિ હોસ્ટિપટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો છે. જ્યા તેના વધુ 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. હવે  શહેરના કેટલા ડોકટરો સાથે સાંઠગાંઠ, તેમજ ટેક્નીકલ તપાસ હાથ ધરાશે. જ્યારે મુખ્ય આરોપી કાર્તિક પટેલ ફરાર છે. રિમાન્ડ દરમિયાન હવે નવા અનેક ખુલાસા થઈ શકે છે. મુખ્ય આરોપી કાર્તિક હજુ ફરાર છે. તેનો પત્તો લાગ્યો નથી. ત્યારે તેને શોધી કાઢવા ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરાશે. સાથે જ અન્ય ડોક્ટરોની સંડોવળી પણ બહાર આવવાની આશંકા છે.

આ પણ વાંચોઃ  લોકોને ખડખડાટ હસાવનાર અભિનેતા ટીકુ તલસાનિયાને હાર્ટ અટેક આવ્યો!

મુખ્ય આરોપી કાર્તિક પટેલ ક્યારે ઝડપાશે?

અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલે તાજેતરમાં આગોતરા જામીન માટે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી હતી. તે મામલે અમદાવાદની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી પર અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ કાર્તિક પટેલના વકીલે પીડિતોને વળતર આપવાની તૈયારી પણ દર્શાવી હતી. જો કે આ અલજીમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી પર સરકારી વકીલે પ્રશ્ન કરતા કહ્યું હતું કે, હાલ કાર્તિક પટેલ ક્યાં છે તે અંગે અરજીમાં કોઈ ઉલ્લેખ કરાયો નથી.

ઉલ્લેખનીય છે કે, કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન છે અને કાર્તિક પટેલની સિગ્નેચરથી જ હોસ્પિટલના તમામ નાણાકીય વ્યવહારો થતા હોવાનો આરોપ છે. ત્યારે હવે પોલીસ તંત્ર આ મુખ્ય આરોપીને ક્યારે પકડશે તેવા સવાલ ઉઠ્યા છે.

જુઓ વિડિયો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 2 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 3 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 6 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 7 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 10 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 6 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે